અભિનેત્રી અને મોડલ અંજના સુખાની આજે તેનો ૪૩મો જન્મદિવસ ઉજવી રહી છે. તેનો જન્મ ૧૦ ડિસેમ્બર ૧૯૭૮ના રોજ જયપુરમાં થયો હતો. અંજનાએ કરિયરના પ્રારંભિક તબક્કામાં ટીવી એડમાં કામ કર્યું હતું. તમને જણાવી દઈએ કે કેડબરી ચોકલેટની જોહેરાતમાં અંજના અમિતાભ બચ્ચન સાથે જોવા મળી હતી. તે જોહેરાતથી તેને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. અંજના એક મોડલ છે. તેને ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગના ઘણા સ્ટાર્સ ઓળખે છે. અંજનાને ઘર જોયેગી ગીતથી નવી ઓળખ મળી. તે પછી તેણે ઈન્ડસ્ટ્રીમાં ઘણું કામ કર્યું. તે સલામ-એ-ઈશ્ક, ગોલમાલ રિટર્ન્સ, ગુડ ન્યૂઝ, શાનદાર, સાહબ બીવી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ અને જશ્ન વગેરે જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તમને જણાવી દઈએ કે અંજનાના નજીકના મિત્રોનું કહેવું છે કે તે ખૂબ જ ખુશમિજોજ છે અને હંમેશા હસતા-હસતા જીવન પસાર કરવાનું પસંદ કરે છે. તે ‘ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી’માં પણ જોવા મળી હતી.