૨૫ વર્ષીય એક્ટ્રેસની વર્સોવા પોલીસે ઘરમાં કામ કરનારી સગીરા સાથે મારપીટ અને તેને હેરાન કરવાના આરોપમાં ધરપકડ કરી છે. આ એક્ટ્રેસ પર કથિત રીતે બાળકીના કપડા ઉતરાવીને તેને ટોર્ચર કરવાનો આરોપ છે. એવું કહેવાય છે કે, સમયસર કામ પૂરૂં ન થવાથી નારાજ એક્ટ્રેસ ઘરમાં કામ કરતી નાની બાળકી સાથે મારપીટ કરતી હતી. એક વેબસાઈટના રિપોર્ટના જણાવ્યા મુજબ, એક્ટ્રેસ પર એ બાળકી પર મારપીટ કરવાનો આરોપ છે. કહેવાય છે કે, આ એક્ટ્રેસ ઈન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરી રહી છે અને તેણે અનેક વાર એવું કહ્યું છે કે, બાળકી સારી રીતે કામ કરતી નહોતી. આ સગીરાએ તેને હેરાન કરવાની ફરિયાદ પહેલાં ક્યારેય કરી નથી. તાજેતરમાં જ એક્ટ્રેસે તેને માત્ર ટોર્ચર જ ન કરી પરંતુ બળજબરીપૂર્વક તેના કપડાં ઉતરાવ્યા અને વીડિયો તથા ફોટો પાડ્યા હતા. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, બાળકીને સેન્ડલથી માર મારવામાં આવ્યો હતો. જેના કારણે તેના માથાના ભાગે ઈજા પહોંચી હતી અને સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કહેવાય છે કે, જ્યારે બાળકીની બહેને તેના માથા પર ઈજાના નિશાન જાયા તો પૂછપરછ કરી હતી અને પછી તેણે આપવીતી સંભળાવી હતી. એ પછી બાળકીની બહેને તેને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. બાદમાં એક્ટ્રેસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. રિપોર્ટનું માનીએ તો, આ મામલે પોલીસે ભારતીય દંડ સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્યુઅલ ઓફેન્સ એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, એક્ટ્રેસ સારી રીતે જાણતી હતી કે બાળકી સગીર છે. તેમ છતા પણ એક્ટ્રેસે તેને કામ પર રાખી હતી. જા કે, એક્ટ્રેસ હાલ પોલીસ કસ્ટડીમાં છે. જા કે, પીડિત બાળકીના માથાના ભાગે જ્યારે ઈજાના નિશાન જાવા મળ્યા ત્યારે તેની બહેને તેની પૂછપરછ કરી હતી. જે બાદ સગીર બાળકીએ પોતાની સાથે થયેલા અત્યાચારની ઘટના તેની બહેનને જણાવી હતી. એ પછી આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.