(એ.આર.એલ),ચંડીગઢ,તા.૧૭
બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતની મુશ્કેલીઓ વધી રહી છે. કારણ કે કંગના રનૌતને ચંદીગઢ ડિસ્ટ્રક્ટ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. કંગના રનૌતની નવી ફિલ્મ ઈમરજન્સી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર મંગળવારે આ આદેશની સુનાવણી કરતી વખતે કોર્ટે નોટિસ જારી કરી છે. જારી કરાયેલી નોટિસમાં કંગનાને ૫ ડિસેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.અભિનેત્રી વિરુદ્ધ જિલ્લા કોર્ટમાં અરજી દાખલ કરીને એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કંગના સામે એફઆઈઆર દાખલ કરવા માટે ચંદીગઢના એસએસપીને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે.ડિસ્ટ્રક્ટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ એડવોકેટ રવિન્દર સિંહ બસ્સીએ કંગના વિરુદ્ધ અરજી દાખલ કરી છે. તમને જણાવી દઈએ કે કંગના રનૌતની નવી ફિલ્મ ઈમરજન્સી ૬ સપ્ટેમ્બરના રોજ રીલિઝ થવાની હતી, જા કે આ ફિલ્મ પર રોક લગાવવામાં આવી છે. આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન ઈન્દરા ગાંધી પર આધારિત છે. તેનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે.એડવોકેટ રવિન્દર સિંહ બસ્સીએ કહ્યું કે કંગનાએ આ ફિલ્મ દ્વારા શીખોની ઈમેજ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે.કંગનાએ ઈતિહાસ વાંચ્યા વિના શીખોની નેગેટિવ ઈમેજ બતાવી છે અને ખોટા આરોપો પણ લગાવ્યા છે. તેથી તેણે કંગના સામે કેસ નોંધવાની માંગ કરી છે. અરજીમાં કંગના રનૌત સાથે સ્ક્રીન પ્લે રાઈટર રિતેશ શાહ અને ઝી સ્ટુડિયોને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે.દરમિયાન, મોહાલીના રહેવાસી ગુરિંદર સિંહ અને ગુરમોહન સિંહે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે, જેમાં ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી છે. બંનેએ અરજીમાં કહ્યું હતું કે આ ફિલ્મમાં શીખોને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. જા આ ફિલ્મ આવી રીતે રિલીઝ થશે તો તેનાથી શીખોની ભાવનાઓને ઠેસ પહોંચશે. આ ફિલ્મ જાણીજાઈને શીખોની ઈમેજને ખરાબ કરવાના ઈરાદાથી બનાવવામાં આવી છે. તેમણે માગણી કરી છે કે ફિલ્મની રિલીઝ પહેલા નિષ્ણાતોની એક પેનલ બનાવવામાં આવે જેમાં એસજીપીસી સભ્યોનો સમાવેશ થાય. તેમને ફિલ્મ બતાવવી જાઈએ અને વિવાદાસ્પદ દ્રશ્યો ફિલ્મમાંથી કાપી નાખવા જાઈએ. તે પછી જ તેને મુક્ત કરવો જાઈએ.