અભિનેતા-રાજકારણી વિજયની રાજકીય પાર્ટી, તમિલગા વેત્રી કઝગમ એ શનિવારે જણાવ્યું હતું કે ૨૭ સપ્ટેમ્બરના રોજ કરુર ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને ૨૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. ટીવીકેએ જણાવ્યું હતું કે આ રકમ સીધી અસરગ્રસ્ત પરિવારોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કર્યું હતું કે, “૪૯ પરિવારોને ૨૦ લાખ રૂપિયાની રકમ મોકલવામાં આવી છે, જે કુલ ૭.૮ કરોડ રૂપિયા છે.”ટીવીકેના એક અધિકારીએ જણાવ્યું હતું કે અભિનેતાએ અસરગ્રસ્ત પરિવારોને વ્યક્તિગત રીતે મળ્યા અને સાંત્વના આપ્યા પછી સહાય રકમનું વિતરણ કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ તેમણે ખાતરી કરવાનું નક્કી કર્યું કે રાહત ભંડોળ પહેલા તેમના સુધી પહોંચે. તેમણે કહ્યું કે અન્ય અસરગ્રસ્ત પરિવારોને પણ સહાય રકમ મળશે.સેલ્વરાનીએ ભાગદોડમાં પોતાની પુત્રી ગુમાવી દીધી. તેમણે કરુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે,ટીવીકે ના સભ્યોએ ૨૦ લાખ રૂપિયા જમા કરાવવા માટે મારા બેંક ખાતાની વિગતો મેળવી હતી. તે મુજબ, આજે રકમ મારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.”કરુરમાં વિજયની રેલી દરમિયાન થયેલી ભાગદોડમાં ૪૧ લોકો માર્યા ગયા હતા અને ૬૦ થી વધુ ઘાયલ થયા હતા. આ ઘટના બાદ, ફદ્ભ એ પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારોને ૨૦ લાખની સહાય અને ઘાયલોને ૨ લાખની રાહત રકમની જાહેરાત કરી હતી.પાર્ટીએ અગાઉ જાહેરાત કરી હતી કે ટીવીક પીડિતોના પરિવારોને અપનાવશે અને લાંબા ગાળાના ઉકેલ તરીકે શિક્ષણ અને રોજગાર મેળવવામાં મદદ કરશે. વિજયે અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાનો ટેકો વ્યક્ત કર્યો અને કહ્યું કે અધિકારીઓ પાસેથી પરવાનગી મળ્યા પછી તેઓ ચોક્કસપણે તેમની મુલાકાત લેશે.વિજયે એક પત્રમાં કહ્યું, “કરુરમાં બનેલી અસહ્ય દુઃખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ અને અમારા પરિવારના સભ્યોના મૃત્યુ પર શોક વ્યક્ત કરીએ છીએ. અમે તમને ફરી એકવાર ખાતરી આપીએ છીએ કે આ પરિસ્થિતિ દરમિયાન અમે શક્ય તેટલો બધો ટેકો અને સાંત્વના આપવા માટે હાજર રહીશું. તેમણે વધુમાં કહ્યું, “૨૮ સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલા મુજબ, ટીવીકેએ આજે આરટીજીએસ દ્વારા અસરગ્રસ્ત પરિવારોને ૨૦ લાખ રૂપિયા મોકલ્યા છે. અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ સ્વીકારો. ભગવાનની કૃપાથી, અમે આ મુશ્કેલ સમયને પાર કરીશું.”









































