(એ.આર.એલ),મુંબઇ,તા.૨૭
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાથી નોખા પડી ગયા છે. છેલ્લા કેટલાય મહિનાઓથી તેમના બ્રેકઅપની અફવાઓ વચ્ચે બંનેનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેને જાયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે હવે બંને વચ્ચે બધુ ખતમ થઈ ગયું છે. તેમના બ્રેકઅપની માહિતી વચ્ચે, બંનેએ પહેલીવાર એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા, જ્યાં લોકોએ તેમના છૂટા પડવાની ભનક લાગી ગઈ. એટલું જ નહીં, આ આખા ઈવેન્ટ દરમિયાન બંને એકબીજાને ઈગ્નોર કરતા જાવા મળ્યા હતા.મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે હજુ સુધી તેમના બ્રેકઅપ અંગે ખુલીને વાત કરી નથી. પરંતુ તેમના વણસી રહેલા સંબંધોની ખબરો વચ્ચે બંને સતત ક્રિપ્ટક પોસ્ટ શેર કરીને હિન્ટ આપે છે કે, બંને વચ્ચે કંઈક તો ગડબડ છે. હાલમાં જ મલાઈકા અને અર્જુને દિલ્હીમાં એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા, જ્યાં બંનેની દૂરી સાફ નજરે પડતી હતી.પાપારાઝી વાયરલ ભાયાનીએ એક વીડિયો શેર કર્યો છે, જે બાદ મલાઈકા અને અર્જુનના બ્રેકઅપના સમાચારે ફરી એકવાર જાર પકડ્યું છે. પહેલા બંને કોઈ પણ ઈવેન્ટમાં સાથે પહોંચતા અને સાથે બેસતા, પરંતુ આ વખતનો નજારો અલગ હતો. બંને એકબીજા સાથે નહિ પણ થોડા અંતરે બેસતા અને ક્યારેક એકબીજાની ઇગ્નોર કરતા પણ દેખાયા હતા. જે આ વીડિયોમાં સાફ રીતે દેખાય છે.આ વીડિયો સામે આવ્યા બાદ હવે ફેન્સે માનવું પડ્યું કે તેમના બ્રેકઅપના સમાચાર કન્ફર્મ છે. વીડિયો જાયા બાદ ઘણા લોકો માની રહ્યા છે કે વાતચીતનો અભાવ અને તેમની વચ્ચે સ્પષ્ટ અંતર બ્રેકઅપની હિન્ટ આપે છે. જા કે, તે જાણવા નથી મળ્યું કે, કપલ એકસાથે ઇવેન્ટમાંથી બહાર નીકળ્યું હતું કે પછી ઇવેન્ટમાં તેમની કોઈ વાતચીત થઈ છે. એક યુઝરે કમેન્ટ કરી કે, લાગી રહ્યું છે બંને વચ્ચે બધું ખતમ થઈ ગયું છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘આનો અર્થ એ છે કે તેમનું પહેલાથી બ્રેકઅપ થઈ ગયું છે.’