લોકસભા ૨૦૨૪ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ અલગ ગતીવિધિઓ સામે આવે છે. ત્યારે હવે સેલિબ્રિટીઝ પણ હવે અલગ અલગ પાર્ટી સાથે જાડાઈ રહી છે. આ લિસ્ટમાં હવે એક નવું નામ ઉમરાવા જઈ રહ્યું છે. એક્ટર મનોજ બાજપેયી આ દિવસોમાં હાલ રિલીઝ થવા જઈ રહેલી વેબ સિરિઝ કિસર સુપને લઈને ચર્ચામાં છે. આ એક ક્રાઈમ થ્રિલર શો છે. આ બધા વચ્ચે મનોજ બાજપેયી ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી લડવાના હોવાની ખબર સામે આવી છે. આ સાથે જ તેમને રાજનિતીમાં પગ રાખવાને લઈને પણ રિએક્ટ કર્યું છે. એક પોર્ટલએ ટ્વિટ કર્યું કે મનોજ બાજપાયી પશ્ચિમી પંચારણથી લોકસભાની ચૂંટણમી લડશે. જે બાદ આ ટ્‌વીટ જારશોરથી વાઈરલ થવા લાગ્યું હતું. આ ટ્વિટ એક્ટરનું પણ ધ્યાન ખેંચ્યુ હતું.
મનોજ બાજપેયીએ ન્યૂઝ ટ્‌વીટનો જવાબ આપતા સવાલ પણ ઉભા કર્યા છે. તેને લોકસભા ચૂંટણી લડવાની ખબરને અફવા ગણાવી અને તેમને ટ્વિટ કરતા કહ્યું કે. સારૂ એ જણાવો કે આ વાત કોને કહી કે પછી કાલે રાતે સપનું આવ્યું હતું? બોલો બોલો.. તેમ મજાકિયા અંદાજમાં જણાવ્યું હતું.
નોંધનીય છે કે આ પહેલા કંગના રનૌતને લઈને પણ ખબર સામે આવી હતી કે તે લોકસભાની ચૂંટણી લડશે. એક રિપોર્ટ અનુસાર કંગનાના પિતા અમરદીપે પુષ્ટી કરી કે એક્ટ્રેસ ભારતીય જનતા પાર્ટીની ટિકિટથી લોકસભાની ચૂંટણી લડશે. તેને પોર્ટલ પર કહ્યું કે કંગના બીજેપની ટિકિટ પર જ ચૂંટણી લડશે. પણ તે ક્યાંથી ચૂંટણી લડશે તેનો નિર્ણય પાર્ટી કરશે. રવિવારે કંગનાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે કુલ્લુના શાસ્ત્રી નગરમાં આવેલા તેમના નિવાસસ્થાન પર બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ભાજપમાંથી કંગના ચૂંટણી લડશે તેવી ચર્ચાએ જાર પકડ્યું છે.. જાકે હવે તેના પિતાએ સ્પષ્ટ કર્યું છે કે તે ચૂંટણી લડશે.
મનોજ બાજપેયી હાલમાં જ તેમની વેબ સિરીઝ કિલર સૂપનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું જેને લોકોએ ખુબ જ પસંદ કર્યું હતું. આ સિરીઝને અભિષેક ચૌબેએ ડિરેક્ટ કરી છે. અભિષેક ચૌબને ઈશ્કિયા, ઉડતા પંજાબ અને સોન ચિરૈયા જેવી શાનદાર ફિલ્મો માટે પણ જાણીએ છીએ.કિલર સૂપ વેબ સિરિઝમાં મનોજ બાજપેયીની સાથે કોંકણા, નાસિર, સયાજી શિંદે અને લાલ જેવા કલાકારો પોતાની ભુમિકા ભજવી રહ્યાં છે.. કિસર સૂપ એવા ઘણા વાસ્તવિક જીવનના ગુનાઓથી પ્રેરિત છે… જ્યાં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની કથિત રીતે હત્યા કરી હતી. આ સિરીઝ નેટફ્લિક્સ પર ૧૧ જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.