બિગ બોસ ૧૫ના વીકેન્ડ કા વાર એપિસોડમાં શમિતા શેટ્ટી અને અભિજીત બિચુકલે વચ્ચે ભારે બોલાચાલી જોવા મળી. એપિસોડમાં શમિતા શેટ્ટીએ આરોપ મૂક્યો કે અભિજીત બિચુકલેએ તેના માટે પગની જૂતી જેવા અન્ય અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. જ્યારે રશ્મિ દેસાઈએ અભિજીત વિરુદ્ધ બોલવાની શરુઆત કરી તો વધારે વાત બગડી ગઈ. રશ્મિએ પોતાની ફરિયાદમાં કહ્યું કે અભિજીતે શમિતા શેટ્ટી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. રશ્મિએ કહ્યું કે અભિજીતની ભાષા તેના માટે અસહજ છે. આ સાંભળીને શમિતા ગુસ્સે થી ગઈ અને અભિષેકને કહ્યું કે- તમે પોતાની જોતને શું સમજો છો? વીકેન્ડના એપિસોડમાં આ તમામ ફૂટેજને ફરીથી દર્શાવવામાં આવ્યા. માત્ર રાખી સાવંત જ નહીં, સલમાન ખાને પણ અભિજીતનો બચાવ કર્યો. દેવોલિનાએ આરોપ મૂક્યો કે શમિતાએ અભિજીત માટે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે અભિજીતે આ પ્રકારની પ્રતિક્રિયા આપી હતી. આ સાંભળીને અભિજીત પણ પોતાની જગ્યાએથી ઉભો થઈ ગયો અને કહેવા લાગ્યો કે, મારું ગામ જ મારી શાન છે અને આવી છોકરીઓને હું પગની જૂતી પર રાખુ છું. આ વાતો પર ઘરમાં હોબાળો શરુ થઈ ગયો. સલમાન ખાને શમિતાને સમજોવવાનો પ્રયત્ન કર્યો. સલમાને કહ્યું કે, તેને ભાષાની સમસ્યા છે. તે મરાઠીમાંથી હિન્દીમાં અનુવાદ કરે છે અને અટકી જોય છે. તે સમજી નથી શકતો. શમિતા સલમાન પર પલટવાર કહે છે અને કહે છે કે, હું અહીંયા મારું અપમાન કરાવવા નથી આવી. હું શા છોડી શકુ છું. હું આ બધી વાતો સાંભળવા નથી માંગતી. તમને શું લાગે છે કે મમ્મા આ બધું જોવાનું પસંદ કરશે? શમિતા સલમાનને સમજોવવા લાગી કે અભિજીત ખોટો છે, પરંતુ સલમાને તેની વાત સાંભળી જ નહીં. સલમાન શમિતાને ચુપ કરાવવા માટે જોરથી કહે છે કે, શાંત થઈ જો, રિલેક્સ. અહીં કોઈ કોઈના પર અહેસાન નથી કરતું. એણે તારા માટે અપશબ્દનો ઉપયોગ નથી કર્યો. તેના ગામનું નામ બિચુકલે છે. અને તુ એને કહી કેવી રીતે શકે કે તારા જેવા લોકો અહીંયા આવવા ના જોઈએ. વિવાદ વધ્યો તો સલમાન ખાને ઘરના અન્ય સભ્યોને પૂછ્યું કે શું અભિજીત અન્ય લોકોને ભડકાવે છે?મોટાભાગના લોકોએ અભિજીતનો બચાવ કર્યો. સલમાને શમિતાને કહ્યું કે, તેના કંઈ કહેવાથી તુ બની નથી જવાની. અહીં તારે ઉદારતા બતાવવાની જરુર છે. વધારે મજબૂત બનવાની જરુર છે. મને લોકો કંઈ કહેશે તો હું તે બની જઈશ? ત્યારપછી શમિતાએ અભિજીતની માફી માંગી અને કહ્યું કે તેણે જોણીજોઈને તેના ગામની મજોક નથી કરી. તેણે પોતાની ઉચ્ચારણની સમસ્યાનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે, હું મારા તરફથી આ લડાઈનો અંત લાવવા માંગુ છું.