ઈન્દ્રજીતે કારનો દરવાજા જારથી ખેંચ્યો. બાહુબલી જેવા એના બાવડાના બળે એક ઝાટકે કારનો દરવાજા ‘‘ ખચ્ચાક..’’ કરતો બહાર ખેંચાઈ આવ્યો અને રણમલનો કાંઠલો પકડીને બહાર ખેંચ્યો.
આ તરફ નવા નવા આવેલા ફોરેસ્ટ ઓફિસર નિલમસિંહ રાઠૌર ઉભા હતા. રણમલ બહાર ખેંચાઈ આવ્યો, એ ભેગા જ ઈન્દ્રજીતે એના કાન ઉપર બે થપાટ ખેંચી દીધી.
રણમલના કાનમાં તમરા બોલી ગયા. ઈન્દ્રજીતનો અઢી કિલોનો હાથ ખમવાની રણમલની ત્રેવડ ન હતી. એ બેવડ વળી ગયો. ગબ્બન તો ઈન્દ્રજીતનું રૂપ જાઈને ત્યાં ને ત્યાં જ ધ્રુજવા લાગ્યો.
આસપાસ પચાસ જેટલા જવાનોનું ટોળુ ઉભું હતું. અને ઈન્દ્રજીત આગનો ગોળો બનીને રણમલની સામે ઉભો હતો. રણમલ ગાલ પંપાળતો પંપાળતો બોલ્યોઃ ‘‘જાડેજા, આ થપાટ બહુ મોંઘી પડશે.’’
-પણ રણમલ આગળ કશું પણ બોલે એ પહેલા તો ઈન્દ્રજીતની બીજી ચાર થપાટ અવળી સવળી પડી ગઈ. રણમલ હતપ્રભ થઈ ગયો. ઈન્દ્રજીતે બે ચાર ગાળ ચોપડાવી દીધી. અને ગબ્બનને બહાર આવવા ઈશારો કર્યો.
ગબ્બન ધ્રુજતો ધ્રુજતો બહાર આવ્યો એટલે ઈન્દ્રજીતે એક થપાટ તેના ગાલે ઝીંકી દેતા રાઠૌર સાહેબને કહ્યુંઃ ‘‘સાહેબ, આ આપણા ઘરની ઉધઈ છે. જેમ ઉધઈ આખા ઘરના રાચરચીલાને અને ઘરના થાંભલા જેવા મોભનેય કરકોલી નાખે એ રીતે આપણા ઘરને આણે કરકોલી નાખ્યું છે. આ ગબ્બન મોટો દલાલ છે. દલાલ! આ અને સકસેના સાહેબે મળીને આખું જંગલ વેચી માર્યુ છે સાહેબ. એટલે જેટલો એભલ વાંગા આપણો ગુનેગાર છે એટલો જ ગુનેગાર આ ગબ્બન પણ છે.’’
‘‘અબ તો ઉસકો ભી ઠીકાને લગા દુંગા……’’ રાઠૌર આગળ આવ્યા અને ગબ્બનના શર્ટનો કોલર ખેંચ્યો. ગબ્બનના શર્ટનો કોલર રાઠૌરના એક ઝાટકે ઉતરડાઈ ગયો. ગબ્બન કશું સમજે એ પહેલા રાઠૌરે એક જ ફેંટ તેના પેટમાં મારી. ગબ્બનને લાગ્યું કે હમણા આંતરડા બહાર નીકળી જશે! એ પેટ પકડીને બેસી ગયો કે રાઠૌરે એના વાળ પકડીને ઉંચો કર્યો. ગબ્બન બે હાથ જાડી કરગરવા લાગ્યોઃ “સાહેબ, માફ કરો….મારાથી ભૂલ થઈ ગઈ. પ્લીઝ સાહેબ.’’ ‘‘એક મૌકા દેતા હું તબ માફ કરુંગા. બોલો શર્ત મંજુર હૈ!’’ ‘‘જી સાબ…સબ કૂછ મંજૂર હે’’
-રાઠૌરે ઈશારો કર્યો. એક હથિયાધારી પોલીસ નજીક આવ્યો. રાઠૌરે ગબ્બનને ધક્કો મારીને પેલા પોલીસમેનને સોંપતા કહ્યુંઃ ‘‘આને મારી ગાડીમાં લઈ લો.’’
-આ બાજુ ઈન્દ્રજીત અને રાઠૌર પરસ્પર વાતોમાં પડયા કે, રણમલ બધાની નજર ચૂકીને ભાગ્યો. ઈન્દ્રજીત ચોંકયો. એ એની પાછળ પડયો પણ રણમલના પગમાં હરણની સ્ફૂર્તિ હતી. એણે એક મોટી છલાંગ મારી અને દરવાજા ઠેકી ગયો. ઈન્દ્રજીતને થયુંઃ ‘‘આ શિકાર હાથમાંથી ન જવો જાઈએ. જા શિકાર વછૂટયો તો આખો પ્લાન ઉંધો વળી જશે.’’ એણે ઝડપ વધારી. રણજીતના પગમાં હરણની સ્ફૂર્તિ હતી તો ઈન્દ્રજીતના પગામાં ચિતાની ચપળતા હતી. એ એક લોંગ જમ્પ મારીને રણમલ સુધી પહોંચી જ ગયો. પૂરપાટ દોડયે જતા રણમલને પાછળથી એક જ ફેંટ મારીને પછાડી દીધો.
રાત્રીના ઓળા ઉતરી રહ્યા હતા. એવે ટાણે એભલ વાંગાની જીપ માલિકના ગોલ્ડનફાર્મના દરવાજે ઉભી રહી ઃ પરસ્પર કોડવર્ડની આપલે થઈ અને ગોલ્ડનફાર્મના દરવાજા કડડડ….કરતા ખૂલ્યા. ગોલ્ડનફાર્મના આંગણે એભલ વાંગાની જીપ ચરરર…કરતી આવી ઉભી એટલે માલિક ખુદ બહાર આવ્યા અને એંભલ વાંગાને ભેટી પડયા ઃ ‘‘દોસ્ત, ઘણા દિવસેે……”
વાતોની મહેફિલ જામી હતી. ઉનાળુ પવન આવતો હતો. વગડામાંથી ગળાઈને આવતા પવનમાં વગડાઉ ફૂલોની ઉન્મત ગંધ આવી રહી હતી. ગોલ્ડનફાર્મના આંગણામાં આમને સામને ડ્રિન્કસના ગ્લાસ હાથમાં પકડીને જલસા પાર્ટી જામી રહી હતી. પેલી તરફ કિચનમાં બિરિયાની બની રહી હતી. મનપસંદ ખાણું હતું. શરાબ હતો, દોસ્તો હતા અને આ બધુ પૂરુ થયેથી બધા માટે શબાબની પણ વ્યવસ્થા હતી. માલિકને આજે ઘણા સમયે મળવાની મોજ એભલ માણી રહ્યો હતો કે, માલિક અચાનક ઉભા થઈ ગયા. પડખે જ અદબવાળીને ઉભેલા માણસને પૂછયુંઃ “એલા, રણમલ હજી કેમ દેખાતો નથી?’’
‘‘મિશન ઉપર ગયો છે.’’
‘મને ખબર છે. મિશન ઉપર ગયો છે.’ ગ્લાસમાંથી શરાબ સીપ કરતા માલિકે મોઢામાંથી ભૂંડી ભખ્ખ ગાળ કાઢી ઃ ‘‘સાલ્લાને બે’યને ખેંચીને લાવવા મોકલ્યો છે.” ગ્લાસ ટેબલ પર પછાડીને માલિકે કહ્યું ઃ ‘‘ સાલ્લા દગાખોર નીકળ્યા……” ‘‘શું થયુ?” એભલે ચમકીને પૂછયું ઃ “કોણ દગાખોર ?” ‘‘સકસેના અને તેનો પાળીતો ગબ્બન..! ’’ માલિકે ફરીવાર ગાળ ચોપડતા કહ્યું ઃ ‘‘એ બન્નેને મેં અહીં ફાર્મહાઉસમાં પાર્ટી કરવા બોલાવ્યા હતા. અને એ લોકો સાથે ત્રીજી વ્યકિતનેય લેતા આવ્યા.” મેં પૂછયું કે ‘‘ તીસરા કૌન થા? તો બોલા કે મુઝે પતા નહી.” માલિકે ગાળ ઉપર ગાળનો મારો ચાલુ રાખતા કહ્યુંઃ ‘‘ તીસરા કયા ઝન્નત કૂદ કે આયા ? કમબખત સકસેના કો મેં છોડુંગા નહી એભલ.’’
-એભલના મનમાં ઝબકારો થયો ઃ કશુંક કાચું કપાણુ છે. કોઈ મીસઅન્ડરસ્ટેન્ડીંગ થઈ છે. અત્યાર સુધી ગબ્બન કે પછી સકસેના કોઈ દગો રમતા હોય એવુ લાગ્યું તો નથી છતાં પણ આવુ
થાય કેમ?
એણે માલિકને કહ્યું ઃ “આપ સચમુચ કહ રહે હૈ કિ સકસેનાને દગા કિયા હૈ? કોઈ દુસરી બાત તો નહી ના? શાયદ ઉન લોગો કો ભી પતા ન હો’’
‘‘જુઠ બોલ રહે હે વો.’’ માલિક તપી ગયો ઃ ઐસા હી બોલ રહે હૈ. લેકીન જા તીસરા થા ઉસકે બૂટ કે નિશાન હમારે બંગલે કે પીછે તક પડે હુએ હૈ. ઉસને સબ કૂછ દેખ લીયા હૈ. સકસેના જબ તક ઠહરા…વો તીસરા હમારી રેકી કર રહા થા.’’ ‘‘વો તીસરા કૌન થા, વો મુઝે સમઝ મેં આ રહા હૈ… માલિક’’ એભલના મનમાં હવે ઉચાટ છવાઈ ગયો ઃ ‘‘વો સાલ્લા ઈન્દ્રજીત જાડેજા હી હોગા.’’
‘‘ વો નયા વાલા?’’ માલિકના તેવર ફરી ગયા ઃ ‘કયા ઉસકી મૌત ઉસે બુલા રહી હૈ?’’
‘‘અભી ફીફટી ફીફટી હૈ. પક્કે વિશ્વાસ સે તો મૈં ભી નહી બોલ રહા હું. લેકીન શાયદ ઉસકી તરફ મેરી શંકા બઢતી જા રહી હૈ.” “અચ્છા..કીયા, તુમને નામ બોલ દીયા. તીસરે કા! અબ તીસરે કો ટપકા દુંગા….’’
‘‘તો તો બહોત અચ્છા હોગા. ’’ એભલ ખડખડાટ હસી પડયો. ત્યારે રિવોલ્વરની નોકે, ગબ્બન માલિકના ફાર્મહાઉસનો રસ્તો રાઠૌરને બતાવી રહ્યો હતો.
રાઠૌર કહેતો હતો ઃ ‘યદિ તુને જા હમકો ગૂમરાહ કરને કી કોશિષ કી, તો મૈં તેરી જી તે જી ચમડી ઉતારુંગા. સમજે? મુઝ મેં દયા નહી હૈ…..મૈંને પાપ પુન્ય કી ભાષા હી નહી સીખી સમજા? યદી હમારા શિકાર હાથ લગ ગયા તો તુઝે કૂછ ભી નહી હોને દુંગા…’’ એક સાથે ચાર-ચાર વાહન ફાર્મહાઉસ તરફ ગતિ કરી રહ્યા હતા.
-પણ આજે આંકડે મધ અને માખીઓ વગરનું હતું. ચંદુને ગંધ આવી ગઈ હતી કે ઈન્દ્રજીત આજે ઘેર નથી. એ ઈન્દ્રજીતના કવાર્ટરની આસપાસ ફેરા મારતો હતો. એવામાં જ રાત્રે દસેક વાગ્યે જમીને એઠું નાખવા અનિતા બહાર નીકળી કે ચંદુએ એને ખેંચી લીધી અને મોઢે ડૂચો મારીને ઘસડીને ગેરેજ પાછળ લઈ જવા લાગ્યો. (ક્રમશઃ)