નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા અને પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રીનગરમાં મતદાન કર્યું હતું. ઓમર અબ્દુલ્લાના બે પુત્રો ઝહીર અને ઝમીરે પણ મતદાન કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ઝહીર અને ઝમીરે પહેલીવાર પોતાના વોટનો ઉપયોગ કર્યો હતો.
મતદાન બાદ ફારૂક અને ઓમર અબ્દુલ્લાએ ઘાટીના લોકોને ઉત્સાહપૂર્વક મતદાનના અધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. ઓમરે કહ્યું, ‘અમે વોટ દ્વારા જ અમારો અવાજ ઉઠાવી શકીએ છીએ. તેમણે યુવાઓ અને પ્રથમ વખત મતદારોને મતદાન મથકો પર પહોંચવા અને તેમના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી, જેથી તેમનો અવાજ નિર્ણયમાં પરિવર્તિત થઈ શકે.