યુએઇના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આવતા અઠવાડિયે ૨ દિવસની ભારતની મુલાકાતે આવવાના છે. થોડા મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પીએમ મોદીનું આમંત્રણ સ્વીકાર્યું છે. હવે તેઓ ૯-૧૦ સપ્ટેમ્બરે ભારતની સત્તાવાર મુલાકાત લેશે.
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ તરીકે યુએઇના રાષ્ટ્રપતિની ભારતની આ પ્રથમ મુલાકાત હશે. તેમની સાથે યુએઈ સરકારના અનેક મંત્રીઓ અને એક બિઝનેસ ડેલિગેશન પણ ભારત આવી રહ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર, ૯ સપ્ટેમ્બરે અબુ ધાબીના રાષ્ટ્રપતિ ક્રાઉન પ્રિન્સ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. આ દરમિયાન તેઓ દ્વિપક્ષીય સહયોગના વ્યાપક ક્ષેત્રો પર ચર્ચા કરશે. વડાપ્રધાન મોદીને મળ્યા બાદ તેઓ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળવાના છે.
યુએઇના ક્રાઉન પ્રિન્સ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુને મળશે. તે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ પણ જશે. ૧૦ સપ્ટેમ્બરના રોજ, મહામહિમ એક બિઝનેસ ફોરમમાં ભાગ લેવા માટે મુંબઈની મુલાકાત લેશે જેમાં બંને દેશોના બિઝનેસ લીડર્સ હાજરી આપશે