એશિયા કપ ૨૦૨૫ પહેલા,યુએઈમાં રમાઈ રહેલી ટી ૨૦ ત્રિકોણીય શ્રેણીમાં ૨ સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામેની મેચ જીતીને અફઘાનિસ્તાનની ટીમે પણ એક મોટી સિદ્ધિ મેળવી હતી. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ શારજાહ ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જેમાં અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૧૬૯ રન બનાવ્યા હતા, જ્યારે પાકિસ્તાનની ટીમ ફક્ત ૧૫૧ રનના સ્કોર સુધી પહોંચી શકી હતી. અફઘાનિસ્તાન હવે ટી ૨૦ આંતરરાષ્ટ્રીયમાં પૂર્ણ સભ્ય ટીમ તરીકે મેદાન પર સૌથી વધુ જીત મેળવવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયું છે.
અફઘાનિસ્તાનની ટીમે શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડ પર અત્યાર સુધીમાં ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અફઘાનિસ્તાનની ટીમે આ મેદાન પર ૨૮ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેઓ ૧૯ મેચ જીતવામાં સફળ રહી છે. આ સાથે, અફઘાનિસ્તાન હવે પાકિસ્તાનને પાછળ છોડીને મેદાન પર જીત મેળવવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયું છે. પાકિસ્તાનની ટીમે અત્યાર સુધીમાં દુબઈના મેદાન પર ૧૮ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે. બાંગ્લાદેશ પૂર્ણ સભ્ય ટીમ તરીકે આ યાદીમાં ટોચ પર છે, જેણે મીરપુરના મેદાન પર ૨૪ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે.
ટી ૨૦ આંતરરાષ્ટ્રીયમાં એક જ મેદાન પર સૌથી વધુ મેચ જીતનાર ટીમો
બાંગ્લાદેશ – ૨૪ જીત, મીરપુર
અફઘાનિસ્તાન – ૧૯ જીત, શારજાહ
પાકિસ્તાન – ૧૮ જીત, દુબઈ
પાકિસ્તાન – ૧૬ જીત, લાહોર
દક્ષિણ આફ્રિકા – ૧૮ જીત, જાહાનિસબર્ગ
પાકિસ્તાન છેલ્લા ૫ મેચમાંથી ત્રણમાં અફઘાનિસ્તાન સામે હારી ગયું છે છેલ્લા કેટલાક વર્ષોમાં અફઘાનિસ્તાને ટી ૨૦ આંતરરાષ્ટ્રીયમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. જા આપણે પાકિસ્તાન સામેની તેમની છેલ્લી ૫ મેચના રેકોર્ડ પર નજર કરીએ, તો તેઓ તેમાંથી ત્રણ જીતવામાં સફળ રહ્યા છે. અત્યાર સુધીમાં, બંને ટીમો વચ્ચે કુલ ૯ મેચ રમાઈ છે, જેમાંથી પાકિસ્તાને ૫ જીતી છે જ્યારે અફઘાનિસ્તાને ચાર વખત જીત મેળવી છે.