તાલિબાનના શાસનમાં અફઘાનિસ્તાનમાં ભૂખમેરાની વધતી જતી પરિસ્થિતિ વચ્ચે ભારત હવે અફઘાનિસ્તાનમાં ૫૦ હજોર મેટ્રિક ટન ઘઉં મોકલી શકશે. વાસ્તવમાં પાકિસ્તાને ભારતને અફઘાનિસ્તાનમાં ઘઉં મોકલવાની મંજૂરી આપી છે. તાલિબાન સરકારના પ્રવક્તાએ કહ્યું છે કે, ભારત માટે હવે જમીન મારફતે ઘઉં મોકલવાનો રસ્તો સાફ થઈ ગયો છે. લગભગ એક મેહિના પછી પાકિસ્તાને તેને મંજૂરી આપી દીધી છે. તાલિબાનના પ્રવક્તાએ કહ્યું છે કે, હવે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે અને ભારત વાઘા બોર્ડર દ્વારા ઘઉં પાકિસ્તાન મારફતે અફઘાનિસ્તાનમાં મોકલશે.
તાલિબાન શાસન આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં ભારત તરફથી આ પ્રથમે સહાય હશે. અગાઉ, ઈરાન,UAE અને પાકિસ્તાન જેવા દેશો અફઘાનિસ્તાનમાં લોજિસ્ટિક્સ અને તબીબી પુરવઠો મોકલી ચૂક્યા છે. સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનમાં લગભગ ૪ કરોડ લોકો ભયંકર ખોરાકની કટોકટીનો સામેનો કરી શકે છે, જ્યારે લગભગ ૯ મિલિયન પહેલાથી જ ભૂખમેરાની આરે છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમેરાન ખાને કહ્યું છે કે પાકિસ્તાન તેના અફઘાન ભાઈઓની ભારત દ્વારા ઘઉં મોકલવાની અપીલ સાંભળશે. તમેને જણાવી દઈએ કે ગયા મેહિને પાકિસ્તાને ઘઉં મોકલવા માટે પોતાની જમીનનો ઉપયોગ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે, યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં આ વર્ષના અંત સુધીમાં લાખો બાળકો ભૂખથી મેરી શકે છે. તાલિબાન શાસન બાદ અફઘાનિસ્તાનમાં બગડતી પરિસ્થિતિ પર ડબ્લ્યુએચઓના નિવેદને ફરી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. સંગઠને કહ્યું છે કે શિયાળાની ઋતુમાં અફઘાનિસ્તાનમાં તાપમાન ઓછું રહેશે અને ભૂખથી રડતા બાળકો પોતાનો જીવ ગુમાવી શકે છે.
રિપોર્ટ અનુસાર WHOએ કહ્યું કે, વર્ષના અંત સુધીમાં લગભગ ૩૨ લાખ અફઘાન બાળકો તીવ્ર કુપોષણનો શિકાર બનશે. તેમાંથી લગભગ ૧૦ લાખ બાળકો ખરાબ રીતે મૃત્યુના જોખમેનો સામેનો કરી રહ્યા છે. સંગઠનના પ્રવક્તા માર્ગારેટ હેરિસે કહ્યું કે, દેશમાં ફેલાઈ રહેલા સંકટ વચ્ચે આ એક મોટી લડાઈ હશે.