લાઠી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. સોનીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા લાઠી પો.સ્ટે.માં પાર્ટ એ. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૪૨૫૦૧૭૫/ ૨૦૨૫ મ્દ્ગજી કલમ- ૧૩૭(૨), ૮૭ ૬૪(૨), (એમ) ૬૫(૧) તથા પોક્સો એક્ટ કલમ-૪, ૬, ૮, ૧૮ મુજબના ગુનામાં ભોગ બનનારને કાયદાના સઘર્ષમાં આવેલ બાળ કિશોર સાથે શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ, અમરેલી વિભાગની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.