અમરેલી તાલુકા પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીની ઓળખ રોહિતનાથ શાંતિનાથ ઉર્ફે ધનજીનાથ નાથજી (ઉ.વ. ૨૬, રહે. ભંડારિયા, તા. પાલિતાણા) તરીકે થઈ છે. પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરી આરોપીને ઝડપી પાડ્‌યો હતો.