અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ પેટ્રોલિંગમાં હતા તે સમયે અમરેલી એસટી બસ સ્ટેન્ડ ખાતેથી સાબરકાંઠાના તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનાના આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી લીધા હતા. જે બાદ તેમને આગળની કાર્યવાહી માટે તલોદ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા હતા. આ કામગીરી અમરેલી સિટી પીઆઈ ડી.કે.વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી સિટી પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવી હતી.