અમરેલી એસપી સંજય ખરાતે જિલ્લામાં ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપ્યું છે. જે અંતર્ગત સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ મુજબના કામનો આરોપી કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતો હતો. આ અંગે ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. લાલસિંહ રેમુભાઇ ડાવર (ઉ.વ.૨૧ રહે.પાનગોલા, તા.જોબટ, જિ.અલીરાજપુર મધ્યપ્રદેશ હાલ રહે.નારણપુર ગામની સીમ, તા.જિ.જામનગર)ને પકડી પાડી આગળની કાર્યવાહી માટે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો હતો.