લાઠીમાં અપંગ પરીવાર કલ્યાણ કેન્દ્રની ૪૫મી સાધારણ સભા યોજાઈ હતી. તેમાં ડોનેશન કમિટી ચેરમેન મનસુખભાઇ કનેજીયા દ્વારા દાતા પરેશભાઈ અનુવાડિયા, મુંબઈની ઉપસ્થિતિમાં તેમજ રિધ્ધિ બેન અનોવાડિયા,ભાવનગર તેમજ અમદાવાદ, સ્વ કુમુદબેન ચંદ્રવદન મોહનલાલ અખીયાનીયાનાં સહયોગથી દિવ્યાંગ વિદ્યાર્થીને તેમજ દિવ્યાંગ માતા પિતાનાં બાળકોને ફૂલ સ્કેપ નોટબુક વિતરણ તેમજ મન ભાવન ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યું હતું.







































