અમરેલી,તા.ર૭
અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલુ ધારી તાલુકાનું દુધાળા ગામ વર્ષોથી વિકાસ ઝંખી રહ્યું છે. દુધાળાથી બીજા ગામ જવાના રસ્તા બિલકુલ બંધ થઈ ગયેલ છે. જેની રજૂઆત લાગતા વળગતા પદાધિકારી તેમજ જિ.પંચાયત અધિકારીને પણ કરેલ છે. જેનો ઉકેલ થતો નથી. દુધાળા ગામે પ્રાથમિક સારવાર કેન્દ્ર ચાલુ હતું પરંતુ તે સદંતર બંધ કરી દેવામાં આવેલ છે. વર્ષોથી ભાવનગર તુલસીશ્યામ બસ ચાલતી તે બંધ થયેલ છે. થોડા સમય પહેલા ગાંધીનગર તુલસીશ્યામ સેમી લકઝરી બસ ચાલુ કરેલ તેનું બુકીગ સારુ રહેતુ તે પણ અધિકારી રાજને હિસાબે બંધ કરી દેવામાં આવેલ છે. પાણી રોકવા બાબતે જિ.પંચાયત તથા સરકારી યોજના સ્ટેટ બંધારા બનેલ છે. જેમાં રીપેરીંગ બાબતે ખેડૂતોએ ધ્યાન દોરવા છતા આંખ આડા કાન કરવામાં આવે છે. બે બે વર્ષથી જે કામ મંજુર થયેલ છે. તે બાબતે પણ અધિકારી ધ્યાન આપતા નથી. દુધાળા ૬૬ કે.વી.સબસ્ટેશન આવેલ છે. જેની નીચે ઘણાં ગામડા આવે છે. જેથી નાના ખેતી વાડી ફોલ્ટ હોય તેનું રીપેરીંગ કરવા માટે હેલ્પરની નિમણૂંક થયેલ છે. હાલમાં પણ છે. છતાં સામાન્ય ફોલ્ટ રીપેરીંગ- કરવામાં ખેડૂતોએ પાંચ કલાક રાહ જોવી પડે છે. આ છે અધિકારી રાજ. આ બાબતે ધારાસભ્યને પણ રજૂઆત કરી હોવા છતા અધિકારી ધ્યાન આપતા નથી.
આ અંગે ધારાસભ્ય, સાંસદ અને જીલ્લા પંચાયતના પ્રમુખ સમક્ષ દુધાળા ગામના આગેવાન લાલબાપુ નાકરાણીએ અનેક વખત રજૂઆતો કરી છે, પણ કોઈજ નિરાકરણ આવતું નથી.