(એ.આર.એલ),મુંબઇ,તા.૨
બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા આ દિવસોમાં લંડનમાં છે. આ કડીમાં એક્ટ્રેસે લંડનથી એક વીડિયો સોશિયલ મિડીયામાં શેર કર્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ ભગવાનના આશીર્વાદ લઇ રહી છે. એક્ટ્રેસ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શસનેસ (ઇસ્કોન) મંદિરે પહોંચી છે. આ દરમિયાન પરિણીતી ભગવાન કૃષ્ણનું ભજન ગાતી જાવા મળી રહી છે. આ વીડિયોમાં એક્ટ્રેસ ગૌ સેવાની ઝલક બતાવી રહી છે.પરિણીતી ચોપરાએ જે વીડિયો શેર કર્યો છે એની શરૂઆતમાં એક્ટ્રેસ મંદિરનાં અધિકારીઓની સાથે વાત કરતાં જાવા મળ્યા. ત્યારબાદ એક્ટ્રેસ મંદિરમાં નજરે પડી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસની સાથે એનો દોસ્ત રાજીવ અદાતિયા નજરે પડી રહ્યો છે. વીડિયોમાં બન્ને આંખો બંધ કરીને હાથ જાડીને કૃષ્ણજીનો જાપ કરતાં જાવા મળી રહ્યાં છે. કૃષ્ણ ભગવાનનું ભજન કર્યાં પછી એક્ટ્રેસે ગૌ સેવા પણ કરી. વીડિયોમાં પરિણીતી ગાયને ઘાસ ખવડાવતી જાવા મળી રહે છે.
આમ, પરિણીતી ચોપરાએ વીડિયોની ઝલક બતાવતાં લખ્યું કે, અહીંયા લંડનમાં ભારતીય સમુદાયની સાથે પ્રાર્થના અને જપ કરીને મારી આધ્યાત્મક આત્માને સુકુન મળ્યો. અભિનેત્રીએ આગળ લખ્યું કે, મારી યાત્રાને આટલી ખાસ બનાવવા ઇસ્કોનને બહુ-બહુ ધન્યવાદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષણ હરે હરે. હરે રામ હરે રામ રામ રામ હરે હરે. મારા મારે આ દિવસને નક્કી કરવા અને સ્પેશિયલ બનાવવા માટે રાજીવ અદાતિયાને ધન્યવાદ.ઉલ્લેખનીય છે કે, પરિણીતીએ ફિલ્મ ‘ચમકિલા’માં અમરજાત કૌરનું પાત્ર ભજવીને ઘણી વાહવાહી જીતી હતી. ઇમ્તયાઝ અલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પરિણીતીએ દિલજીત દોસાંઝ સાથે મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ પંજાબના દિગ્ગજ ગાયક અમર સિંહ ચમકીલાની સાચી વાર્તા પર બનાવવામાં આવી છે. જ્યારે પરિણીતી ચોપરા યશ રાજ ફિલ્મ્સ માટે પીઆર વર્ક કરી રહી હતી ત્યારે તેને રોમેÂન્ટક કોમેડી ‘લેડીઝ વર્સીસ રિકી બહલ’ની ઓફર મળી હતી. આ ફિલ્મમાં તે રણવીર સિંહ અને અનુષ્કા શર્મા સાથે જાવા મળી હતી.પરિણીતીએ ‘શુદ્ધ દેશી રોમાન્સ’, ‘હસી તો ફસી’, ‘જબરિયા જાડી’, ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’, ‘ગોલમાલ અગેઇન’, ‘સંદીપ ઔર પિંકી ફરાર’ અને ‘મિશન રાનીગંજ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.