કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે જોહેરાત કરી છે કે ૨૦૨૧ માટેનો ભારતીય ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ સુશ્રી હેમા માલિની અને શ્રી પ્રસૂન જોશીને એનાયત કરવામાં આવશે.
પુરસ્કારોની જોહેરાત કરતા શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે “મને વર્ષ ૨૦૨૧ના ભારતીય ફિલ્મ વ્યક્તિ તરીકે સુશ્રી હેમા માલિની, અભિનેત્રી, મથુરા, યુપીના સંસદ સભ્ય અને શ્રી પ્રસૂન જોશી, ગીતકાર અને અધ્યક્ષ,સીબીએફસીના નામની જોહેરાત કરતા આનંદ થાય છે. ભારતીય સિનેમાના ક્ષેત્રમાં તેઓનું યોગદાન દાયકાઓથી ફેલાયેલું છે અને તેમના કાર્યોએ પેઢીઓના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે. તેઓ ભારતીય સિનેમાના ચિહ્નો છે જેમની વિશ્વભરમાં પ્રશંસા અને આદર થાય છે. તેઓને આ સન્માન ભારતના ગોવામાં ૫૨મા આંતરરાષ્ટ્રિય ફિલ્મ ફેÂસ્ટવલમાં આપવામાં આવશે.”
૧૬ ઓક્ટોબર, ૧૯૪૮ના રોજ અમ્માનકુડી, તમિલનાડુમાં જન્મેલા, સુશ્રી હેમા માલિની એક ભારતીય અભિનેત્રી, લેખક, દિગ્દર્શક, નિર્માતા, નૃત્યાંગના અને રાજકારણી છે. તેણીએ ૧૯૬૩માં તમિલ ફિલ્મ ઇધુસાથિયમથી અભિનયની શરૂઆત કરી હતી અને પછીથી, ૧૯૬૮માં સપનો કા સૌદાગરના મુખ્ય અભિનેત્રી તરીકે હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી, તેણીએ ૧૫૦થી વધુ ફિલ્મો જેમકે શોલે, સીતા ઔર ગીતા, સત્તે પે સત્તા અને બાગબાન જેવી અન્ય ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે.
‘ડ્રીમ ગર્લ’ તરીકે પણ જોણીતા, સુશ્રી માલિનીએ અભિનય કૌશલ્ય માટે ઘણા પુરસ્કારો જીત્યા છે. તેણીને ૨૦૦૦માં ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૨માં, સર પદમપત સિંઘાનિયા યુનિવર્સિટીએ સુશ્રી માલિનીને ભારતીય સિનેમામાં તેમના યોગદાનની માન્યતામાં માનદ્‌ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી. તેણીએ રાષ્ટ્રિય ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષ તરીકે સેવા આપી છે. સુશ્રી માલિની, એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના, ભારતીય સંસ્કૃતિ અને નૃત્યમાં તેમના યોગદાન અને સેવા બદલ ૨૦૦૬માં સોપોરી એકેડેમી આૅફ મ્યુઝિક એન્ડ પર્ફો‹મગ આર્ટ્‌સ (સામાપા) વિતાસ્તા એવોર્ડ મેળવ્યો હતો. ૨૦૦૩-૨૦૦૯ સુધી, તેણીએ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત થયા બાદ રાજ્યસભામાં સંસદ સભ્ય તરીકે સેવા આપી હતી. ૨૦૧૪ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં, સુશ્રી માલિની મથુરા મતવિસ્તારમાંથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારથી, તે મથુરા મતવિસ્તારમાંથી લોકસભાના સભ્ય તરીકે સેવા આપવાનું ચાલુ રાખ્યું છે.
શ્રી પ્રસૂન જોશી કવિ, લેખક, ગીતકાર, પટકથા લેખક અને સંચાર નિષ્ણાત અને માર્કેટર છે. તેમણે ૧૭ વર્ષની ઉંમરે ગદ્ય અને કવિતાનું તેમનું પ્રથમ પુસ્તક પ્રકાશિત કર્યું. હાલમાં મેકકેન વર્લ્‌ડ ગ્રુપ ઇન્ડિયાના ચેરમેન એશિયા અને સીઈઓ છે.
એસ. એચ. જોશીએ ૨૦૦૧માં રાજકુમાર સંતોષીની લજ્જા સાથે ગીતકાર તરીકે ભારતીય સિનેમામાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી તેઓ વિવિધ અત્યંત સફળ બોલિવૂડ ફિલ્મોનો ભાગ રહ્યા છે. અને આજે તેઓ ઉત્તમ કવિતા અને સાહિત્યની મહાન પરંપરા અને જનચેતનામાં જીવંત રાખવા માટે દેશમાં વ્યાપકપણે ઓળખાય છે. તારે જમીન પર, રંગ દે બસંતી, ભાગ મિલ્ખા ભાગ, નીરજો અને મણિકર્ણિકા, દિલ્હી-૬ અને બીજી ઘણી ફિલ્મોમાં તેમના લેખન દ્વારા, તેમણે લોકપ્રિય શૈલીમાં ઉચ્ચ ક્ષમતાવાળા કામ દ્વારા સમાજને રચનાત્મક દિશા આપી શકે તેવો વિશ્વાસ પુનઃ જોગૃત કર્યો છે.શ્રી જોશી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૦ના ઉદઘાટન અને સમાપન સમારોહ માટે પસંદગીની ત્રણ સભ્યોની કોર ક્રિએટિવ એડવાઇઝરી કમિટીના એક ભાગ હતા.