ત્રણ વર્ષથી ટીવી સ્ક્રીન પર પ્રસારિત થઈ રહેલા શો અનુપમામાં છેલ્લા કેટલાક દિવસથી જબરજસ્ત ટિવસ્ટ અને ટર્ન્સ જોવા મળી રહ્યા છે. એક તરફ માલતી દેવી અનુપમાથી નારાજ છે, કારણ કે તે પોતાની દીકરી અનુના કારણે તેમની ડાન્સ એકેડેમીને સંભાળવા માટે અમેરિકા ન ગઈ. આ વાત કારણથી તેઓ બદલો લેવાના છે. બીજી તરફ એક નવો પ્રોમો સામે આવ્યો છે, જે જોઈને દર્શકોના હોશ ઉડી જશે. એક એવો વળાંક જે અનુપમાના જીવનને ધરમૂળથી બદલી નાખશે. નવા પ્રોમો પ્રમાણે, અનુપમા ડરેલી હાલતમાં શાહ હાઉસ થાય છે. તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તે દરેક વ્યક્તિને પૂછે છે કે ‘મારો સમર ક્યાં છે?’ પરંતુ કોઈ જ જવાબ આપી રહ્યું નથી. છેલ્લે તે તોષુને પૂછે છે જ્યારે તે જવાબ નથી આપતો ત્યારે તેનો કોલર પકડે છે અને ફરીથી સમર વિશે પૂછે છે, ત્યારે તે કહે છે ‘મમ્મી સમર આપણી વચ્ચે નથી રહ્યો’. આ સાંભળી તે માનસિક અને ભાવનાત્મક રીતે ભાંગી જશે. અનુપમા પોતાના દીકરા સમરના મોતનું સપનું જોઈ રહી છે કે પછી સાચેમાં તેવું થવાનું છે, એ આવનારા એપિસોડમાં જ જાણ થશે. અનુપમાના શનિવારના એપિસોડમાં જોવા મળશે કે, અનુપમા માલતી દેવીની માફી માગશે પરંતુ ગુરુ મા તેના પર સહેજ પણ દયા નહીં દાખવે. અનુપમા તેમની એકેડેમી પર જાય છે અને માલતી દેવી સોન્ગ વગાડે છે અને તેને ડાન્સ કરવા માટે કહે છે. માલતી દેવી વારંવાર સોન્ગ બદલે છે અને તેને નાચતા રહેવાનું કહેશે. ત્યારે નકુલ માલતી દેવીને તેઓ અનુપમાને સજા નહીં પરંતુ અપમાન કરી રહ્યા હોવાનું કહેશે. બીજી તરફ અનુજ અને શાહ પરિવારના દરેક સભ્યો પરેશાન છે કે માલતી દેવી અનુપમા સાથે ખબર નહીં કેવું વર્તન કરી રહ્યા હશે. બાપુજી કહેશે કે, જો અનુપમા લીલાનું દિલ પીગળાવી શકે છે તો માલતી દેવીનું પણ દિલ જીતી જ લેશે. અનુપમા માલતી દેવીના કહેવા પર અટક્યા વગર ડાન્સ કરશે અને અચાનક તે પડી જશે. જે બાદ માલતી દેવી હજી પણ માફી જોઈએ છે તેમ અનુપમાને પૂછશે. અનુપમા કહેશે કે, તે માફી માટે કંઈ પણ કરી શકે છે. ગુરુ મા તેને ચેતવણી આપતા યાદ કરાવશે કે ગુરુકુળ તેમના માટે ભગવાન છે અને તેઓ તેમના ભગવાનનું ક્યારેય અપમાન કરતાં નથી. માલતી દેવી અનુપમાને તેના પરિવારનું બલિદાન આપવા કહેશે. તેઓ અનુપમાને ત્યારે જ માફ કરશે જ્યારે તે પોતાના પરિવારનો પૂરી રીતે ત્યાગ કરશે અને પોતાની પ્રતિભા માટે બાકીનું જીવન પસાર કરશે. આ સાંભળીને અનુપમા ચોંકી જશે. માલતી દેવી અનુપમાને ઘસેડીને ગુરુકુળથી બહાર ફેંકી દેશે અને તેના મોં પર દરવાજા બંધ કરી દેશે.