બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાએ બુધવારે સવારે આત્મહત્યા કરી લીધી હતી. આ ખબર વાયુવેગે ફેલાઈ ગઈ હતી. આ ઘટનાથી મલાઈકા અરોરા અને તેના પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. જાણવા મળતી માહિતી અનુસાર અભિનેત્રી મલાઈકાના પિતાએ બુધવારે સવારે ૯ઃ૦૦ વાગ્યા આસપાસ બાંદ્રા સ્થીત તેમના ફ્લેટની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી.
અનિલ મહેતાનું મોત આત્મહત્યા છે કે કોઈ દુર્ઘટના થઈ તે અંગે કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી પરંતુ કેટલાક રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અનિલ મહેતાએ આ પગલું ભરતા પહેલા પોતાની બંને દીકરીઓ એટલે કે મલાઈકા અને અમૃતાને કોલ કર્યો હતો. જીવનની અંતિમ ક્ષણોમાં તેને પોતાની દીકરીઓને પોતાના દિલની વાત પણ કહી હતી અને પછી આ પગલું ભરી લીધું.
મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાની મામલે પોલીસ હજુ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જે વાત સામે આવી છે તે અનુસાર અનિલ મહેતાએ મૃત્યુ પહેલા પોતાની બંને દીકરીઓ સાથે ફોન પર વાત કરી હતી. તેણે અમૃતા અને મલાઈકા અરોરાને કોલ કર્યો ત્યારે તેમણે એવું પણ કહ્યું હતું કે તે બીમાર છે અને હવે તે થાકી ગયા છે. તેણે પોતાની દીકરીઓ સાથે વાતચીતમાં બીમારીથી પરેશાન હોવાનું કહ્યું હતું.
આ અંગે એવી વાત પણ સામે આવી છે કે અનિલ મહેતાએ છેલ્લે પોતાની નાની દીકરી અમૃતા અરોરા સાથે વાત કરી હતી. જાકે પરિવાર તરફથી આ અંગે કોઈ જ પૃષ્ટિ કરવામાં આવી નથી. જે સમયે મલાઈકાના પિતા અનિલ મહેતાએ છઠ્ઠા માળેથી કૂદી આત્મહત્યા કરી ત્યારે તેની માં જાયસ પણ તે ફ્લેટમાં જ હાજર હતી.
જ્યારે આ ઘટના બની ત્યારે મલાઈકા અરોરા મુંબઈમાં હાજર ન હતી. આ અંગે જાણકારી મળતા જ તે પુણે થી મુંબઈ માટે રવાના થઈ ગઈ હતી. આ ઘટના બન્યાની સાથે જ બોલીવુડ કલાકારો પણ મલાઈકાના ઘરે પહોંચી ચૂક્યા હતા. અનિલ મહેતા ના અંતિમ સંસ્કાર આજે સાન્તાક્રુઝ ના કરવામાં આવ્યા હતાં