એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું છે કે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ તાકિદે જેલમાંથી બહાર આવશે અને પાર્ટી સુપ્રીમો શરદ પવારના આશીર્વાદથી એમવીએ સરકારમાં પોતાના ગત પદ પર બહાલ થઇ જશે જયારે આ વાત કરવામાં આવી રહી હતી તો શરદ પવાર ત્યાં હાજર હતાં. પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા પૂર્વ ઉડયન મંત્રીએ કહ્યું કે દેશમુખની વાપસીનો વિચાર પવારના મનમાં પણ હતો.તેમણે કહ્યું કે કોઇએ એ વિચારવું જોઇએ નહીં કે દેશમુખની ગેરહાજરીમાં મોટું ખાલીપન પેદા થઇ ગયું છે. અનિલ દેશમુખની ગેર હાજરીને લઇ પવારે કહ્યું કે આજે અનેક વર્ષોમાં પહેલો દિવસ છે જયારે હું નાગપુર આવ્યો છું અને અનિલ બાબુ અહીં મારી સાથે નથી અમે અનેક વર્ષોથી સાથે કામ કરી રહ્યાં હતાં પરંતુ આવું પહેલા કયારેય બન્યું નથી.
શરદ પવારે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે જે લોકોએ અનિલ દેશમુખને જેલ મોકલવામાં ભૂમિકા ભજવી છે તેમને તેની કિંમત ચુકવવી પડશે પવારે નાગપુરમાં એક રેલી દરમિયાન દેશમુખને નિર્દોષ બતાવતા આ વાત કહી હતી.
એ યાદ રહે કે અનિલ દેશમુખની મની લોન્ડ્રીંગ કેસમાં પ્રવર્તન નિદેશાલયે ધરપકડ કરી છે.અને હાલ તે ન્યાયિક હિરાસતમાં છે એટલું જ નહીં પવારે અનિલ દેશમુખ પર અનેક આરોપ લગાવનારા મુંબઇ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહના ગુમ થવા પર પણ સવાલ ઉઠાવ્યા પરમબીર સિંહના આરોપો બાદ જ અનિલ દેશમુખને મંત્રીપદેથી રાજીનામુ આપવું પડયુ હતું.પવારે કહ્યું કે અમે અનિલ બાબુનો કેસ જોયો છે.તેમનો અપરાધ શું છે.તમે બધા સારી રીતે જોણો છે.એક દિવસે પરમબીર સિંહ મને મળવા આવ્યા અને કહ્યું કે તેમણે મુખ્યમંત્રીથી દેશમુખની ફરિયાદ કરી છે જયારે મેં તેમને પુછયું કે આ ફરિયાદ કંઇ બાબતે છે તો તેમણે કહ્યું કે દેશમુખે તેમને ખંડણી કરવાનો નિર્દેશ આપ્યો હતો ત્યારે મેં પરમબીરને પુછયું કે શું તેમણે નિર્દેશ માન્યા તેમણે નામાં જવાબ આપ્યો.સમજમાં આવતું નથી કે દેશમુખનો અપરાધ શું હતો શું તેમના કહેવાતા નિર્દેશનું પાલન ન થવુંં