મહારાષ્ટ્ર પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની કસ્ટડી લંબાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે બોમ્બે હાઈકોર્ટે અનિલ દેશમુખને ૧૨ નવેમ્બર સુધી ઈડી કસ્ટડીમાં મોકલી દીધો હતો, જે પીએમએલએ કોર્ટે શુક્રવારે ૧૫ નવેમ્બર સુધી કર્યો હતો. તમને જણાવી દઈએ કે, અનિલ દેશમુખની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ પીએમએલએ કોર્ટે જ તેને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો, પaરંતુ હાઈકોર્ટે તે આદેશને રદ કરીને અનિલ દેશમુખને ૧૨ નવેમ્બર સુધી ઈડી કસ્ટડીમાં મોકલી દીધા હતા.
કોર્ટમાં સુનાવણી દરમિયાન અનિલ દેશમુખના વકીલે કહ્યું કે હાઈકોર્ટે તેમને ૧૨ નવેમ્બર સુધી કસ્ટડીમાં મોકલી દીધા છે, તો શું નીચલી કોર્ટ આ નિર્ણયમાં બંધનકર્તા છે? કોર્ટની કાર્યવાહી પૂરી થયા બાદ જસ્ટિસ એચએસ સથભાઈએ અનિલ દેશમુખની કસ્ટડી ૧૫ નવેમ્બર સુધી લંબાવી હતી. આ ઉપરાંત મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખના પુત્ર હૃષિકેશ દેશમુખની ધરપકડ પહેલા જોમીન અરજી પરની સુનાવણી પણ ૨૦ નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. આ મામલો ૧૦૦ કરોડ રૂપિયાની ખંડણીનો આદેશ આપવાનો છે, જેમાં અનિલ દેશમુખ મુખ્ય આરોપી છે. વાસ્તવમાં, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે અનિલ દેશમુખે અન્ય પોલીસ અધિકારી સચિન વાજેને મુંબઈના પબ અને બારમાંથી ૧૦૦ કરોડ રૂપિયા વસૂલવાનો આદેશ આપ્યો હતો. આ આરોપો બાદ સીબીઆઈએ કેસ નોંધ્યો અને ત્યારબાદ દેશમુખને ગૃહમંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા. આ સાથે જ આરોપ લગાવનાર પરમબીર સિંહને પણ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.