અનન્યા પાંડે અભિનીત ફિલ્મ ‘કંટ્રોલ’ આજે, શુક્રવાર, ૪ ઓક્ટોબરે ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. ગઈકાલે રાત્રે મુંબઈમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું, જેમાં ઘણી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. અનન્યા પાંડેની ફિલ્મ જોવા માટે સ્ટારકિડ્સ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. અનન્યાની બેસ્ટ ફ્રેન્ડ એટલે કે શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન તેના ભાઈ આર્યન સાથે આ ફિલ્મ જોવા આવી હતી.
રિયા ચક્રવર્તી પણ ફિલ્મ ‘કંટ્રોલ’ જોવા આવી હતી. તેનો સ્ટાઇલિશ અવતાર ડેનિમ આઉટફિટ્સમાં જોવા મળ્યો હતો. આ સિવાય અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પણ તેના પતિ અને નિર્માતા જેકી ભગનાની સાથે આ ફિલ્મની સ્ક્રીનિંગમાં જોવા મળી હતી. બંનેએ મીડિયા સામે જોરદાર પોઝ આપ્યા હતા.
અનન્યાની ફિલ્મની સ્ક્રીનિંગમાં શાહરૂખ ખાનના બાળકો સુહાના ખાન અને આર્યન ખાને પણ હાજરી આપી હતી. અનન્યા પાંડે અને સુહાના ખાન બાળપણના મિત્રો છે. બંને ઘણીવાર પાર્ટી કરતા જોવા મળે છે. હવે જ્યારે અનન્યાની ફિલ્મ આવી રહી છે ત્યારે તેની ખુશીમાં સુહાના પણ જોડાઈ ગઈ.
આ સિવાય બોની કપૂર-શ્રીદેવીની દીકરી ખુશી કપૂર, અલાયા એફ, શનાયા કપૂર જેવા સ્ટારકિડ્સ પણ ફિલ્મ ‘કંટ્રોલ’ની સ્ક્રીનિંગમાં જોવા મળ્યા હતા. સલમાન ખાનની ભત્રીજી અને ફિલ્મ જગતમાં નવોદિત, અલીઝેહ અગ્નીહોત્રીએ પણ તેના દેખાવ સાથે સ્ક્રીનિંગમાં વશીકરણ ઉમેર્યું.
આ બધા સિવાય વેદાંગ રૈનાએ પણ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. વેદાંગની ફિલ્મ ‘જીગરા’ પણ આ મહિને આવી રહી છે, જેમાં તે આલિયા ભટ્ટ સાથે જાવા મળશે. ફિલ્મમાં વેદાંગ આલિયાના ભાઈની ભૂમિકામાં છે. અનન્યાની ફિલ્મ જોવા માટે સલમાન ખાનની બહેન અલવીરા પણ આવી હતી.