(એ.આર.એલ),મુંબઇ,તા.૭
મુંબઈમાં ગણેશ ચતુર્થીની ઉજવણી ખૂબ જ ભવ્ય છે. દર વર્ષે આ ખાસ અવસર પર મુંબઈમાં લાલબાગચા રાજાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે પણ તેની ઝલક ભવ્ય અંદાજમાં સામે આવી છે. લાલબાગચા રાજાના દર્શન કરવા લોકો દૂર-દૂરથી આવે છે. ફિલ્મ સ્ટાર્સ પણ પંડાલમાં બાપ્પાના દર્શન કરવા આવે છે. પ્રતિમાની સ્થાપનાનું આ ૯૧મું વર્ષ છે. આજે એટલે કે શનિવારે સવારે ૪ વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા શરૂ થઈ છે અને સામાન્ય નાગરિકો માટે સવારે ૬ વાગ્યે દર્શન શરૂ થઈ ગયા છે. આ વર્ષે ગણપતિની મૂર્તિ એકદમ ભવ્ય છે અને તેને સોનાના ઝવેરાત અને મુગટથી શણગારવામાં આવી છે. સિંહાસન પર બિરાજમાન બાપ્પા મરૂન વેલ્વેટ વ†ોમાં સજ્જ છે. આ વર્ષે મૂર્તિમાં જે વસ્તુ સૌનું ધ્યાન ખેંચી રહી છે તે છે બાપ્પાનો મુગટ. હવે અમે તમને જણાવીએ કે આ તાજમાં શું ખાસ છે અને કોણે આપ્યો છે.
લાલબાગચા રાજાના મસ્તક પર શણગારવામાં આવેલો ભવ્ય ૨૦ કિલોનો સોનાનો મુગટ સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. તેની કિંમત લગભગ ૧૬ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ તાજ બીજા કોઈએ નહીં પણ અંબાણી પરિવારના પ્રિય નાના પુત્ર અનંત અંબાણીએ ઓફર કર્યો છે. આ તાજને બનાવવામાં બે મહિનાનો સમય લાગ્યો છે અને તેને ખૂબ કાળજીથી તૈયાર કરવામાં આવ્યો છે. અનંત અંબાણીએ આપેલો આ તાજ લાલબાગચા રાજા સમિતિ સાથેના તેમના લાંબા સમયથી ચાલતા સંબંધોનો પુરાવો છે.તમને જણાવી દઈએ કે, આ વર્ષે મહિલાઓ અને બાળકોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મેડિકલ સેન્ટર અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. બાપ્પાના દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં આવે છે અને ઘણા બધા પ્રસાદ પણ ચઢાવવામાં આવે છે, જેનો ઉપયોગ સામાજિક કાર્યોમાં થાય છે. મુકેશ અંબાણીનો પરિવાર વર્ષોથી સમિતિ સાથે જાડાયેલો છે. આ વર્ષે અનંત અંબાણીએ માત્ર તાજ જ નહીં પરંતુ અન્ય વસ્તુઓનું પણ યોગદાન આપ્યું છે. અનંતે બોર્ડને અનેક મેડિકલ મશીનો આપ્યા છે. લાલબાગ ટ્રસ્ટે અનંત અંબાણીને મુખ્ય સલાહકાર સમિતિના સભ્ય બનાવવાનો નિર્ણય કર્યો છે.તમને જણાવી દઈએ કે, આખા અંબાણી પરિવારની જેમ અનંત અંબાણી પણ ધાર્મિક કાર્યક્રમોમાં ખાસ રસ ધરાવે છે. તેઓ દરેક તહેવારને ભવ્ય શૈલીમાં ઉજવે છે. ગત સાંજે તેમણે એન્ટલિયામાં ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત પણ કર્યું હતું. એન્ટલિયામાં બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આખો અંબાણી પરિવાર બાપ્પાના સ્વાગતમાં વ્યસ્ત જાવા મળ્યો હતો. નવી નાની વહુ રાધિકા મર્ચન્ટ પણ અનંત અંબાણી સાથે બાપ્પાના દર્શન માટે ઉભી જાવા મળી હતી.