ભારતના પહેલા મુખ્ય રક્ષા અધ્યક્ષ(સીડીએસ) જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને ૧૧ અન્ય સૈન્ય કર્મીઓના તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે(૮ ડિસેમ્બર)ના રોજએક હેલિકાપ્ટર દૂર્ઘટનામાં મોત થઈ ગયા. ત્રણ સેનાઓના પ્રમુખ ૬૩ વર્ષીય જનરલ બિપિન રાવતને આ મહિનાના અંતે નવા પદ પર બે વર્ષ પૂરા થઈ જતા પરંતુ એ પહેલા આ દુઃખદ દૂર્ઘટના બની ગઈ. પીટીઆઈ સમાચાર એજન્સી સાથે વાત કરીને બિપિન રાવતના જિજોજી યશવર્ધન સિંહે કહ્યુ કે જનરલ બિપિન રાવત જોન્યુઆરી, ૨૦૨૨માં મધ્ય પ્રદેશના શહડોલમાં પોતાની પત્ની મધુલિકાના પૈતૃક ઘરે આવવાના હતા. તેમણે કહ્યુ કે શહડોલમાં સૈનિક સ્કૂલ બનવાથી વંચિત છાત્રોને સશ† બળોમાં શામેલ થવા માટે ખુદને તૈયાર કરવામાં મદદ મળતી પરંતુ સીડીસી બિપિન રાવતની આ ઈચ્છા અધૂરી રહી ગઈ.
જનરલ બિપિન રાવતને જિલ્લા શહડોલ સાથે એક મજબૂત બંધન અને લગાવ હતો. બિપિન રાવતે ૧૯૮૬માં શહડોલ જિલ્લાના સોહાગપુર ગઢીના દિવંગત કુંવર મૃગેન્દ્ર સિંહની દીકરી મધુલિકા સાથે લગ્ન કર્યા હતા. બુધવારે મધુલિકા પણ સૈન્ય હેલિકાપ્ટરમાં હતી જે તમિલનાડુમાં કુન્નૂર પાસે દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હતુ. એક દિવસ પહેલા થયેલ હેલિકાપ્ટર દૂર્ઘટનામાં જીવિત બચેલા એકમાત્ર કેપ્ટન વરુણ
સિંહ છે જે વર્તમાનમાં વેલિંગટનની એક સૈન્ય હોસ્પિટલમાં પોતાના જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ઘટના અંગે મધુલિકા રાવતના ભાઈ યશવર્ધન સિંહે કહ્યુ કે તેમને ફોન પર હેલિકાપ્ટર દૂર્ઘટનાની સૂચના મળી હતી. એ વખતે તેઓ ભોપાલમાં હતા. તે બાદમાં ભારતીય સેના દ્વારા આયોજિત એક વિશેષ ઉડાનમાં દિલ્લી માટે રવાના થયા છે. યશવર્ધન સિંહે કહ્યુ, ‘મારી મા, જે ઘણા વૃદ્ધ થઈ ચૂક્યા છે અને શહડોલમાં છે, તે પણ જબલપુરના સેનાના અધિકારીઓ સાથે મોડી રાતે દિલ્લી માટે રવાના થશે. અત્યાર સુધી તેમને આ દુઃખદ ઘટના વિશે ખબર નથી અને નજીકના સંબંધી જલ્દી દૂર્ઘટના વિશે જણાવવા માટે અમારા પૂર્વજોના ઘરે પહોંચશે.’
જનરલ રાવતને જીજોજી યશવર્ધન સિંહે કહ્યુ, ‘હું તેમને છેલ્લી વાર દશેરા ઉત્સવ પર મળ્યો હતો જ્યારે મારી દીકરી બાંધવી, પેરુ, દક્ષિણ આફ્રિકાથી વિશ્વ શૂટિંગ ચેમ્પયનશિપમાં ભાગ લઈને પાછી આવી હતી. એ વખતે તેમણે વચન આપ્યુ હતુ કે તે જોન્યુઆરી, ૨૦૨૨માં શહડોલ આવશે અને જિલ્લામાં એક સૈનિક સ્કૂલ આપવાનુ પણ આશ્વાસન આપ્યુ કારણકે અહીં આદિવાસી વસ્તીની એક મોટી સંખ્યા છે. તેમણે(જનરલ રાવત) મને સ્થાનિક સાંસદ અને મંત્રીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે કહ્યુ હતુ જેથી આના પર કામ કરી શકાય.’
ઉત્તરાખંડના પૌડીના રહેવાસી જનરલ બિપિન રાવત છેલ્લી વાર ૨૦૧૮માં પોતાના ગામ ગયા હતા. પીટીઆઈ સાથે વાત કરીને તેમના એક સંબંધીએ જણાવ્યુ કે તેમની પોતાના રિટાયરમેન્ટ બાદ ત્યાં(પૌડી)માં એક ઘર બનાવવાની યોજના હતી. બિપિન રાવતના ૭૦ વર્ષીય કાકા ભરત સિંહ રાવત કોઈ કામથી કોટદ્વાર ગયા હતા પરંતુ જેવા તેમને દૂર્ઘટનાના સમાચાર મળ્યા તે પાછા આવી ગયા. બિપિન રાવતના પરિવારના લોકો દ્વારીખાલ ખંડના સાઈના ગામમાં રહે છે. બિપિન રાવતના કાકા ભરત સિંહ રાવતે જણાવ્યુ કે આસપાસના ગામોના લોકો આંસુભરી આંખોથી પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરવા માટે પહોંચી રહ્યા છે. તેમણે કહ્યુ કે બિપિન રાવતે ૨૦૧૮માં ગામમાં પોતાના ગયા પ્રવાસ દરમિયાન કુળદેવતાની પૂજો પણ કરી હતી.