કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ મેઘાલયમાં ટીએમસીમાં જોડાનારા કોંગ્રેસના ૧૨ ધારાસભ્યો માટે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે આ બધું પ્રશાંત કિશોર અને ટીએમસી નેતા લુઈઝિન્હો ફાલેરો કરી રહ્યા છે. તેમણે આ અંગે જોગૃત રહેવાનું પણ કહ્યું છે.કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, જો મમતા બેનર્જી હવે સોનિયા ગાંધીને મળશે તો પીએમ મોદી
ગુસ્સે થઈ જશે. તેના ભત્રીજોને ઇડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા પછી તરત જ તેની ક્રિયાઓ બદલાઈ ગઈ. આ પહેલા તેમણે સોનિયા ગાંધીને પત્ર લખીને ભાજપ વિરુદ્ધ એક સાથે લડવાની વાત કરી હતી.
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ મેઘાલયમાં ટીએમસીમાં જોડાનાર ૧૨ કોંગ્રેસના ધારાસભ્યો પર કહ્યું, “કોંગ્રેસને તોડવાનું આ ષડયંત્ર માત્ર મેઘાલયમાં જ નહીં, પરંતુ સમગ્ર પૂર્વોત્તરમાં થઈ રહ્યું છે. હું સીએમ મમતા બેનર્જીને પડકાર આપું છું કે તેઓ પહેલા ટીએમસીના સિમ્બોલ પર ચૂંટણી લડે અને પછી તેમનું પાર્ટીમાં ઔપચારિક સ્વાગત કરે.
મેઘાલયમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ  એ બુધવારે મોડી રાત્રે દાવો કર્યો હતો કે રાજ્યમાં કોંગ્રેસના ૧૮માંથી ૧૨ ધારાસભ્યો પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસ છોડીને જનારાઓમાં પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમાનું નામ પણ સામેલ છે. મમતા બેનર્જીની વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતના કલાકો બાદ જ આ ઘટનાક્રમ સામે આવ્યો છે.
આ સાથે ટીએમસી હવે મેઘાલયમાં મુખ્ય વિરોધ પક્ષ બની ગયો છે, એવો દાવો ટીએમસીના વરિષ્ઠ નેતાએ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ ધારાસભ્યોએ શિલોંગમાં ટીએમસીનું સભ્યપદ લીધું છે. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય એચએમ શાંગપ્લિયાંગે રાજ્યમાં પાર્ટીના ૧૨ ધારાસભ્યો ટીએમસીમાં જોડાવાની વાત કરી હતી.