સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસથી અમરેલી-વેરાવળ ટ્રેન આજથી સવારે પઃ૪૭ કલાકે ઉપડી સાંજે ૬ઃ૪૬ કલાકે પરત અમરેલી પહોંચે તે રીતે ચાલુ થશે અગાઉ આ અંગે અધિક માસમાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તે માટે ટ્રેનના સમયમાં ફેરફાર કરવા સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાની વિવિધ સંસ્થાઓએ પણ ટ્રેનના સમયમાં ફેરફાર થાય તેવી રજુઆત કરવાના પગલે સાંસદે આ અંગે રેલ્વે વિભાગની શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીને ધ્યાનમાં લઈ ટ્રેનના સમયમાં ફેરફાર કરવા જણાવ્યુ હતું. જેને લઈ રેલ્વે વિભાગ દ્વારા અમરેલીથી વેરાવળ જતી ટ્રેન સવારે પઃ૪૭ કલાકે ઉપડી બપોરે ૧૦ઃ૩૦ કલાકે પહોંચશે. ત્યારબાદ બપોરે રઃ૧૦ કલાકે વેરાવળથી ઉપડશે. અમરેલી જિલ્લાના શ્રદ્ધાળુઓ બે માસ સુધી આ સમય મુજબ સોમનાથ મહાદેવના દર્શનાર્થે જઈ શકશે. તેમ સાંસદ નારણભાઈ કાછડીયાની અખરાબી યાદીમાં જણાવવામાં આવ્યું છે.