કોડીનારના ચરખડી ગામે આવેલી સ.નં.૬૩૭ વાળી જમીન ખેડૂતે નિયત રકમ ભરી પોતાના નામે નહી કર્યા બાદ આ જમીન સરકાર હસ્તક જ રહેવા પામી હતી. આ જમીનની ગુજરાત મેરીટાઈમ બોર્ડે માંગણી કરી હતી એ દરમ્યાન ખેડૂતના વારસદારોએ જમીન તેમને મળે તે માટે અરજદારોએ રાજુલા કલેકટરમાં દાદ માંગી હતી પરંતુ અરજદારોની અરજી નામંજૂર થઈ હતી.આમ છતાં અરજદારોએ જિલ્લાકક્ષાએથી અધિકારીઓ સાથે મીલીભગત કરી યેનકેન પ્રકારે જમીન પોતાના નામે ચડાવી મંજૂરી વગર વેચી પણ નાખી હોવાનુ સામે આવ્યુ છે. જેથી આ જમીનનો વિવાદ મહેસુલ કોર્ટ અમદાવાદ ખાતે ચાલી રહ્યો છે. તપાસ કરનાર અધિકારીઓએ ચરખડી ગામના ખેડૂતના નામે આટલી ઝડપથી ચડાવવાના જિલ્લાના અધિકારીઓની કામગીરીની ઝાટકણી કાઢી હતી.
જા ચરખડી ગામની સ.નં.૬૩૭ પૈકીની જમીન ખેડૂતના નામ કઈ રીતે ચડી તેની તટસ્થ તપાસ થાય તો અનેક અધિકારીઓને રેલો આવે તેવી સંભાવના વ્યકત કરાઈ રહી છે. જમીન ખેડૂતના નામે ચડાવવા માટે બેફામ ભ્રષ્ટાચાર થયો હોવાનુ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.