બોલિવૂડ સેલેબ્સ મોંઘા વાહનોનો શોખ ધરાવતા હોય છે. આ સેલેબ્સની યાદીમાં અભિનેત્રી અદિતિ રાવ હૈદરીનું પણ નામ સામેલ થઈ ગયું છે. અદિતી રાવ હૈદરી પણ લક્ઝરી કાર્સ ધરાવે છે. તાજેતરમાં જ અદિતી રાવ હૈદરીએ એક નવી Audi Q7 SUV કાર ખરીદી છે. મુંબઈમાં તેની કિંમત અત્યારે લગભગ એક કરોડ રુપિયા છે. જ્યારે એક્સ શોરુમની કિંમત લગભગ ૮૮.૩૩ લાખ રુપિયા છે. ઓડીના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ તસવીર શેર કરવામાં આવી છે જેમાં અદિતી રાવ હૈદરી કારની ચાવી લઈને ઉભી જણાઈ રહી છે. અદિતિ રાવ હૈદરીએ કાર લીધા પછી શોરુમમાં જ પૂજો પણ કરી હતી. કારની સાથે સાથે તેને એક ગિફ્ટ હેમ્પર પણ મળ્યુ હતું. પૂજોની થાળી લઈને અભિનેત્રીએ કાર પર તિલક કર્યું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી શનાયા કપૂર, અથિયા શેટ્ટી, એસ.એસ.રાજોમૌલી સહિતના સેલેબ્સે કાર ખરીદી છે. આ સિવાય જો ટીવી ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો તેજસ્વી પ્રકાશ અને અશનૂર કૌરે પણ લક્ઝરી કાર ખરીદી છે. રિપોર્ટ અનુસાર, અદિતિ રાવ હૈદરી પાસે અન્ય બીજી લક્ઝરી કાર્સ પણ છે. જેમાં Mercedes GLE 250 અને Ford Endeavour સહિત અન્ય ઘણી કાર્સ છે. નેટવર્થની વાત કરીએ તો, ૨૦૨૦માં અદિતિ રાવ હૈદરીની નેટ વર્થ લગભગ ૬૦ કરોડ રુપિયા હતી. અદિતિ રાવ હૈદરી માત્ર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહીં, સાઉથની ફિલ્મોમાં પણ કામ કરે છે. તેણે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે પોતાના કરિયરની શરુઆત ભરતનાટ્યમ ડાન્સર તરીકે કરી હતી. તે લીલા સૈમસનના ડાન્સ ગ્રુપમાં કામ કરતી હતી. અદિતી રાવ હૈદરીએ ૨૦૦૬માં મલયાલમ ફિલ્મ પ્રજોપતિ સાથે એક્ટિંગ ડેબ્યુ કર્યુ હતું. તેણે વર્ષ ૨૦૦૯માં દિલ્હી ૬ ફિલ્મ સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તાજેતરમાં જે તે તમિલ ફિલ્મ હે સિનામિકામાં જોવા મળી હતી, જેમાં તેની સાથે દુલકર સલમાન લીડ રોલમાં હતા.