દેશમાં બનતા દુષ્કર્મ અને તેના જેવી ધૃણાસ્પદ ઘટનાઓમાં આરોપીઓને તાત્કાલીક ફાંસીના માચડે ચડાવવા સહીતની માંગ સાથે વધતા જતાં જનઆક્રોશ સામે એક તરફ પોલીસદળ અને સરકાર પર દબાણ વધે છે અને ન્યાયતંત્ર સામે પણ ઝડપથી ન્યાયની આશા રખાય છે. તેની સામે રૂક-અર્થ જેવા વિધાનમાં કોલકતા હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તાત્કાલીક ન્યાય આપી શકાય તેવી કોઈ જાદુઈ છડી અદાલતો પાસે નથી.
પ.બંગાળનાં જાયનગરમાં બે દિવસ પૂર્વે ‘ગુમ’ થયેલી ધોરણ ૪ માં અભ્યાસ કરતી એક બાળાનો મૃતદેહ ખુબ જ ખરાબ હાલતમાં મળ્યો હતો તેની હત્યા કરવામાં આવી હતી અને સંભવીત દુષ્કર્મ પણ થયુ હોવાનું જણાયુ હતું. જેમાં સ્થાનિક લોકોએ આક્રોશ દર્શાવીને દેખાવ-ધરણા કરતાં અને તોડફોડ ચાલૂ કરતાં પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.
પોલીસે એક ૧૯ વર્ષનાં સ્થાનીક યુવક મોસ્તકીન સરદારની આ કેસમાં હત્યાનાં આરોપમાં ધરપકડ કરી પણ દુષ્કર્મ અંગે મેડીકલ પુરાવા મેળવવા અને બાળાના કુટુંબીજનોની વાત મુજબ મેજીસ્ટ્રેટની હાજરીમાં પોસ્ટમોર્ટમ વિ.ની પ્રક્રિયામાં સ્થાનીક ટ્રાયલ કોર્ટે મંજુરી નહી આપતા હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને માંગ કરી કે સ્થાનીક કોર્ટનાં આદેશને રદ કરવામાં આવે.
હાઈકોર્ટનાં ન્યાયમુર્તિ તિર્થકર ઘોષે રવિવારે ખાસ સુનાવણી રાખીને મેજીસ્ટ્રેટની હાજરીમાં પોસ્ટમોર્ટમમાં કોઈ સમસ્યા નહીં હોવાનું જણાવી મંજુરી આપી હતીર પણ પોલીસે આ કેસમાં પોકસોની કલમ ન ઉમેરી તેની ટીકા કરતા જણાવ્યુ છે ઈન્કવેસ્ટની તપાસના પુરાવામાં આ શકયતા દર્શાવાઈ છે. પોલીસે હવે ઓટોપ્સીની રાહ જોવી જોઈએ નહિં અને આરોપીને પોકસો હેઠળ ચલાવવા આદેશ આપ્યો હતો.
જોકે હાઈકોર્ટમાં બાળાના કુટુંબીજનોની માંગણી પર પ્રતિભાવ આપતા કહ્યું કે હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સમક્ષ લોકો તાત્કાલીક ન્યાય ઝંખે છે તેઓ જેની અપરાધી માનતા હોય તેને અમો તુર્તજ શિક્ષા કરીએ તેવી ઈચ્છા હોય છે પણ અમારી પાસે તાત્કાલીક ન્યાયની કોઈ જાદુઈ છડી નથી. ન્યાય એ એક તબકકાવારની પ્રક્રિયા છે.
કોર્ટનું કામ તેની સમક્ષ રજુ થતા રેકોર્ડ પુરાવા વિ. પર આધારીત છે અને અરજદાર કે બચાવ કરનારા સાથે અદાલતની કોઈ વ્યકિતગત લીંક હોતી નથી તે સમજવુ જોઈએ. હાઈકોર્ટે બાદમાં પોલીસને પોકસો કલમ ઉમેરવા અને આરોપીને રેગ્યુલર નહી પોકસો કોર્ટમાં રજુ કરવા આદેશ આપ્યો હતો.