(એ.આર.એલ),મુંબઇ,તા.૧૯
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકોને મનપસંદ શો છે. આ શો કોઈ ને કોઈ રીતે ચર્ચામાં રહેતો હોય છે. ક્યારેક ખરાબ કારણસર તો ક્યારેક સારા. એકવાર ફરીથી આ શો ચર્ચામાં છે. જેની પાછળ કારણ સારું નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જેઠાલાલાનું પાત્ર ભઝવતા દિલિપ જાશી અંગે મીડિયામાં રિપોર્ટ્‌સ આવ્યા જેમાં દાવો કરાયો કે શોના સેટ પર તેમના અને અસિત મોદી વચ્ચે ઝઘડો થયો. આ રિપોર્ટ્‌સ પર દિલિપ જાશીએ મૌન તોડ્યું છે. તેમણે ખુલાસો કરતા જણાવ્યું કે આ સમગ્ર મામલે શું સત્ય છે. પોતાના ૧૬ વર્ષના શો સાથેના જાડાણ અંગે પણ દિલિપ જાશીએ વાત કરી અને સ્પષ્ટ કર્યું કે તેઓ શો છોડીને જઈ રહ્યા નથી અને આવામાં અફવાઓ પર ધ્યાન ન આપવું જાઈએ.
દિલિપ જાશીએ એક નિવેદન બહાર પાડ્યું જેમાં કહ્યું કે, “હું બસ આ તમામ અફવાઓ વિશે બધુ સ્પષ્ટ કરવા માંગુ છું. મારા અને અસિતભાઈ વિશે મીડિયામાં એવી કેટલીક કહાનીઓ છે જે સંપૂર્ણ રીતે ખોટી છે અને આવી વાતો સાંભળીને મને ખરેખર દુખ થાય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે જે મારા અને લાખો પ્રશંસકો માટે ખુબ મહત્વ ધરાવે છે અને જ્યારે લોકો પાયાવિહોણી અફવાઓ ફેલાવે છે તો તેનાથી ફક્ત અમે નહીં પરંતુ અમારા વફાદાર દર્શકોને પણ દુખ થાય છે. કોઈ એવી ચીજ વિશે નકારાત્મકતા ફેલાતી જાવી નિરાશાજનક છે જેણે આટલા વર્ષો સુધી આટલા બધા લોકોને આટલી ખુશી આપી છે. દર વખતે જ્યારે આવી અફવાઓ સામે આવે છે ત્યારે એવું લાગે છે કે અમે સતત એવું સમજાવી રહ્યા છીએ કે તે સંપૂર્ણ રીતે ખોટી છે. આ થકાવી દેનારું અને નિરાશાજનક છે. કારણ કે આ ફક્ત અમારા વિશે જ નહીં- તે એવા પ્રશંસકો વિશે પણ છે જે શોને પસંદ કરે છે અને આવી વાતો વાંચીને પરેશાન થઈ જાય છે.”
આ અંગે વધુમાં દિલિપ જાશીએ કહ્યું કે “પહેલા તો મારા શો છોડવાની પણ અફવાઓ હતી, જે સંપૂર્ણ રીતે ખોટી છે અને હવે એવું લાગે છે કે થોડા અઠવાડિયે અસિતભાઈ અને શોને કોઈને કોઈ રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં માટે એક નવી કહાની આવી જાય છે. આવી ચીજાને વારંવાર સામે આવતી જાવી નિરાશાજનક છે અને ક્યારેક ક્યારેક પોતાની જાતને હું એ વિચારતા રોકી શકતો નથી કે શું કેટલાક લોકો ફક્ત શોની સતત સફળતાથી ઈર્ષા કરે છે. મને નથી ખબર કે આ કહાનીઓ ફેલાવવા પાછળ કોણ છે, પરંતુ હું એ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું. હું અહી છું, હું શો માટે દરરોજ એ જ પ્રેમ અને જૂનુન સાથે કામ કરું છું અને હું ક્યાંય જઈ રહ્યો નથી. હું આટલા લાંબા સમયથી આ અદભૂત યાત્રાનો ભાગ રહ્યો છું અને હું તેનો હિસ્સો બની રહીશ.”