(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૮
આ વર્ષે ચોમાસામાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા ૨૦ ટકા ઓછો વરસાદ પડયો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. દેશનું કૃષિ ક્ષેત્ર જ્યારે વરસાદ પર આધારિત છે ત્યારે ઓછો વરસાદ દેશનાં કૃષિ ક્ષેત્ર માટે ચિંતાજનક Âસ્થતિ સર્જી શકે છે.હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ ૧ જૂનથી અત્યાર સુધીમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડયો છે.
દક્ષિણ ભારતનાં કેટલાક રાજ્યો સિવાય મોટાભાગના વિસ્તારોમાં ઓછો વરસાદ પડયો હતો. ઉત્તર-પશ્ચિમનાં કેટલાક રાજ્યોમાં હજી પણ ભીષણ ગરમીનો પ્રકોપ ચાલુ રહ્યો છે જે લોકોને પરેશાન કરી રહ્યો છે. આઇએમડીનાં અધિકારીએ કહ્યું હતું કે દેશમાં ચોમાસું હાલ નબળું પડયું છે જે આગામી સમયમાં આગળ વધીને વરસાદની ઘટ પૂરે તેવી આશા છે. સામાન્ય રીતે ૧ જૂનનાં રોજ કેરળથી દેશમાં ચોમાસાનો પ્રારંભ થાય છે અને ૮ જુલાઈ સુધીમાં દેશનાં તમામ વિસ્તારોને આવરી લે છે. જેને કારણે મહવનાં કૃષિ પાક જેવા કે ડાંગર, કપાસ, સોયાબીન અને શેરડી જેવા મહ¥વનાં પાકને ઉપયોગી પુરવાર થાય છે.ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ અને તેની આસપાસના ક્ષેત્રોમાં ભીષણ ગરમી જીવલેણ બની છે. લૂ અને ગરમીને કારણે અહીં સોમવારે કુલ ૧૫ લોકોના મોત થયા. પ્રયાગરાજમાં ૮ કૌશાંબીમાં પાંચ અને પ્રતાપગઢમાં બે મોત થયા. ઉત્તર ભારતનાં રાજ્યોમાં હજી કેટલાક દિવસ હીટવેવ ચાલુ રહેશે અને જુદાજુદા વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૨થી ૪૭.૬ ડિગ્રીની વચ્ચે રહેશે. દિલ્હીમાં હીટવેવનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. ૈંસ્ડ્ઢ દ્વારા દિલ્હી ઉપરાંત હરિયાણા, બિહાર, ઝારખંડ, યુપી તેમજ પંજાબમાં હીટવેવનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.વરસાદની ઘટને કારણેખેતપેદાશોને માઠી અસર થવાની સંભાવના છે. જે ભારતનાં આર્થિક વિકાસને ધીમો પાડી શકે છે. તાજેતરના વરસાદના આંકડા નિર્દેશ કરે છે કે દેશનાં મધ્યના વિસ્તારો કે જ્યાં સોયાબીન, કપાસ, શેરડી અને કઠોળ જેવા મહ¥વનાં પાક લેવાય છે ત્યાં વરસાદની ૨૯ ટકા ઘટ પડી છે. જ્યારે ડાંગરનો વધુ પાક લેતા દક્ષિણનાં રાજ્યોમાં ૧૯ ટકા વધુ વરસાદ છે. ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં વરસાદની ૨૦ ટકા જ્યારે ઉત્તર-પશ્ચિમમાં ૬૮ ટકા ઘટ પડી છે. ભારતની ૩.૫ ટ્રિલિયન રૂપિયાની ઇકોનોમી માટે સારો વરસાદ મહવનો છે.