લીલીયા તાલુકાના ભેંસવડી ગામના સરપંચ અને સરપંચ એસોસિએશનના પ્રમુખ મંજુલાબેન ઠુંમરે તાલુકા મામલતદારને પત્ર લખીને અતિવૃષ્ટિથી થયેલ ખેતી નુકસાનીનો સર્વે કરાવી વળતર ચૂકવવાની માંગણી કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ,
અતિવૃષ્ટિના કારણે તાલુકાના તમામ ગામોમાં કપાસ, મગફળી, સોયાબીન અને કઠોળ જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતો હાલ મોંઘવારી અને આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. દિવાળી નજીક હોવા છતાં પાક નિષ્ફળ જવાથી ખેડૂતો તહેવારની ઉજવણી કરી શકે તેવી સ્થિતિમાં નથી. સરપંચે પત્રમાં વધુમાં જણાવ્યું કે, કુદરતી આપત્તિ સામે ખેડૂતો લાચાર બન્યા છે. આ પરિસ્થિતિમાં સરકાર તરફથી તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને સહાય મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે.