કોડીનાર તાલુકાના અડવી ગામે ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહયોગથી ગામની દરેક શેરીઓમાં સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. ડોળાસા નજીક આવેલા અડવી ગામે ચોમાસાની શરૂઆત પહેલાં ગામની દરેક શેરીઓમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનને અડવી ગ્રામ પંચાયત અને ગામલોકોના સહયોગથી સફળતા મળી હતી. આ તકે અડવી ગામના સરપંચ મનુભાઈ ડોડીયા, ઉપસરપંચ અજીતભાઈ પરમાર અને ગ્રામ પંચાયતના સદસ્યો ગામલોકો સાથે ઉપÂસ્થત રહ્યા હતા. મનુભાઈએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન ગામમાં કોઈપણ પ્રકારનો રોગચાળો ન ફેલાય તે અંગે તકેદારીના ભાગરૂપે સંપૂર્ણ ગામમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરવામાં આવશે.