લાઠીના અડતાળા ગામે વેવાઈએ રોકાવાની ના પાડતાં વેવાઈએ ગાળો આપી, ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. તેમજ વેવાણે વેવાઈની આંગળીએ બટકું ભર્યુ હતું. બનાવ અંગે મહુવાના મોદા ગામે રહેતા ઉકાભાઈ ગોવિંદભાઈ કુંભાણી (ઉ.વ.૬૦)એ લાઠીના અડતાળા ગામે રહેતા વેવાઈ અશોકભાઈ પોપટભાઈ કથીરિયા તથા વેવાણ રમીલાબેન અશોકભાઈ કથીરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા સાહેદો તેમના વેવાઈના ઘરે ગયા હતા. જે બાદ તેમણે અમારે ઘરે જવું છે તેમ કહેતા આરોપીએ આજે અહીંયા રોકાઈ જાવ તેમ કહેતા તેમણે ના પાડી હતી. જેથી આરોપીએ તેમને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. જ્યારે વેવાણે સાહેદને આંગળીએ ભટકું ભર્યુ હતું. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એલ.ખેર વધુ તપાસ કરી રહ્યા છે.