લાઠીના અડતાળા ગામે રહેતા એક યુવકે ૧૫ વર્ષ જૂની માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પીધી હતી જેથી સારવાર અર્થે ખસેડાયો હતો. આ યુવકનું સારવારમાં મોત થયું હતું. અશોકભાઇ પોપટભાઇ કથીરીયા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, કિરીટભાઇ અશોકભાઇ કથીરીયા (ઉ.વ.૩૧)ને છેલ્લા ૧૫ વર્ષથી માનસિક બીમારી હતી. જેથી કંટાળી ઝેરી દવા પી’ જતા સારવાર દરમ્યાન મરણ પામ્યા હતા. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. એલ. ખેર વધુ તપાસ કરી રહ્યા છે.










































