• ૨૦ મે પહેલા મગફળીનું વાવેતર કરવું નહિ.
• વરસાદ ૧ જૂન પહેલા પડે તો વેલડી તેમજ અર્ધ વેલડી જાતો વાવવી. ઉભડી મગફળી અને કોઈ પણ અન્ય ટૂંકા ગાળાના પાકનું વાવેતર ન કરે.
• આગોતરુ વાવેતર કરવા માંગતા ખેડૂતોએ વેલડી જાતો જેવી કે, જીએયુજી- ૧૦, જીજી-૧૧, જીજી-૧ર, જીજી-૧૩, જીજેજી -૩૯, ટીપીજી-૪૧ અથવા જીજેજી-૧૭ તેમજ જીજેજી- ૩૨ માહેની કોઈ એક જાતનું વાવેતર કરવું.
• સમયસરના વરસાદમાં ઉભડી, અર્ધ વેલડી માહેની કોઈપણ પ્રકારની જાતો વાવી શકાય. જેમાં અર્ધ વેલડી જાત જીજી-ર૦, જીજેજી-રર અથવા જીજી-૨૩ ગીરનાર-૪, ૫ ને પ્રાધાન્ય આપવું.
• વરસાદ ખેંચાય તો ફકત ઉભડી જાતો જીજી-ર, જીજી-પ, જીજી-૭ અથવા જીજેજી-૯, ટીજી-૩૭, જીજી-૩૫ નું વાવેતર કરવું.
• ડીએપી અને યુરીયા ખાતરને બદલે સીંગલ સુપર ફોસ્ફેટ અને એમોનીયમ સલ્ફેટ ખાતર વાપરવાથી ગંધકની અછત વાળી જમીનમાં અલગથી ગંધકની માવજત આપવી પડતી નથી. કારણ કે સીંગલ સુપર ફોસ્ફેટમાં ૧૬ ટકા ફોસ્ફરસ ઉપરાંત ૧પ ટકા કેલ્શીયમ, ર૦ ટકા ગંધક અને જસત તેમજ મોલીબીડેનીયમ જેવા સુક્ષ્મ તત્વો હોય છે.
• હેકટર દીઠ ૮ થી ૧૦ ટન સારુ ગળતીયુ ખાતર અથવા ૧ ટન દિવેલીનો ખોળ પાયામાં આપવા. જો કાચું ખાતર ખેતરમાં નાખશો તો ફૂગ આવવાની શક્યતા રહેશે.
• ખરીફ પાકને હેકટર દીઠ ૧ર.પ કિ.ગ્રા. નાઈટ્રોજન અને રપ.૦ કિ.ગ્રા. ફોસ્ફરસ તેમજ પોટાશ ૨૦.૦૦ કિ.ગ્રા. આપવો. જો રાઈઝોબીયમ કલ્ચરની માવજત કરી હોય તો આ ખાતરો અડધા આપવા.
• જમીનમા ગંધકની ઉણપ હોય તો હેકટર દીઠ ર૦ કિ.ગ્રા. સલ્ફર આપવું. ક્ષારીય જમીનમાં સેલીનીટી/સોડીસીટીના પ્રશ્નો હોય ત્યાં ખાસ કરીને જીપ્સમનો ઉપયોગ કરવો. જે પાક ફૂલ ઉઘડવાની અવસ્થામાં હોય ત્યારે આપવો. જેથી સૂયા બેસતા છોડ ઉપયોગ કરે.
* કપાસ
• વરસાદ પડયો હોય ત્યાં ખેતરમાં નિંદામણ ઉગ્યું હોય તેમાં રાપ ચલાવી જમીન તૈયાર કરવી. જમીનને તપવા દેવી. વાવેતર જૂન માસમાં જ કરવું.
જાતની પસંદગી:
• ભારત સરકાર દ્વારા જુદી જુદી કંપનીની આશરે ૫૦૦થી વધુ બીટી કપાસની જાતોને વાવેતર માટે માન્યતા આપવામાં આવે છે તેમાંથી આપણા વિસ્તારને અનુરૂપ હોય તેવી જાતોની વાવેતર માટે પસંદગી કરવી જોઈએ.
બાગાયત
* આંબોઃ
• ફળમાખીના નિયંત્રણ માટે આંબાવાડી ફરતે તેમજ આંબાવાડીયામાં શ્યામ તુલસીનું વાવેતર કરવું અને તેના ઉપર એપ્રિલ મહિનાથી નિયમીત રીતે કલોરપાયરીફોસ ર૦ ટકા ઈ.સી. ર૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મેળવી છંટકાવ કરવો. મિથાઈલ યુજીનોલ ટ્રેપ ૧પ થી ર૦ પ્રતિ હેકટર મુકવા.
* નાળીયેરી:
જીવાત:- સફેદ માખી (રૂગોસ સ્પાયરેલીંગ વ્હાઈટફ્‌લાય):
સફેદ માખી (રૂગોસસ્પાયરેલીંગ વ્હાઇટ ફ્‌લાય)ની પાંખો ભૂરાશ પડતા સફેદ રંગની અને તેના પર ભૂખરા રંગના ડાઘા આવેલા હોય છે. આ જીવાતના પુખ્ત કિટક સામાન્ય સફેદ માખી કરતાં ત્રણ ગણા મોટા અને સુસ્ત હોય છે. આ જીવાતનાં બચ્ચા તથા પુખ્ત કિટક નાળીયેરીના પાનમાંથી રસ ચૂસીને નુક્સાન કરે છે. ઉપદ્રવ વધારે હોય ત્યારે શરૂઆતમાં પાંદડાં પીળા પડી જાય છે ત્યારબાદ ઉપદ્રવ વધતા પાંદડાં કાળા થઈને સુકાઈ જાય છે જેને લીધે નાળીયેરીના ઉત્પાદન પર માઠી અસર જોવા મળે છે.
સંકલિત વ્યવસ્થાપન
• બગીચામાં ચોખ્ખાઈ રાખવી અને રોગકારક કે જીવાત વાળા ધરુંનું પ્રત્યારોપણ ન કરવું.
• જીવાતોની મોજણી માટે પીળા ચીકણાં પીંજર (૧૫ ટ્રેપ/એકર) ઝાડનાં થડ પર લગાવવા.
• ઉપદ્રવિત પાનને કાપી તેનો નાશ કરવો જોઈએ.
• દાળિયા, લીલી ફૂદડીના સંવર્ધનના ઉપાયો કરવાથી આ જીવાતનું નિયંત્રણ કરી શકાય છે.
• જૈવિક જંતુનાશક દવાઓ જેવી કે બ્યુવેરીયા બાસીયાના ૧.૧૫ વે.પા. ૮૦ ગ્રામનો છંટકાવ ૧૦ દિવસના અંતરે કરી શકાય. નાળીયેરીના પાન પર કાળી ફૂગના વિકાસને અટકાવવા માટે ૧% સ્ટાર્ચના દ્રાવણનો છંટકાવ કરી શકાય.
• વધુ પડતો ઉપદ્રવ હોય તો જ રસાયણિક દવાનો ઉપયોગ કરવો જોઈએ. પ્રાથમિક અખતરાઓને આધારે ડાયફેન્થીયુરોન ૫૦ ડબ્લ્યુપી (૧૦ ગ્રામ/૧૦ લિટર) અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી (૧૦ મિ.લિ./૧૦ લિટર) અથવા પાયરીપ્રોક્ષીફેન + બાયફેન્થ્રીન (૨૦%) ૧૨-૧૫ મિ.લિ. પ્રતિ પંપમાંથી કોઈ પણ એક રાસાયણિક દવા પાણીમાં ભેળવી સમગ્ર ઝાડ આવરી લેવાય તે રીતે છંટકાવ કરી શકાય.
આટલુ કારો.
• આગલા-પાછલા/આંતરપાકની પસંદગીઃ જો આગલા કે આંતરપાક તરીકે કઠોળ વર્ગના પાકની પસંદગી કરી હોય તો નાઈટ્રોજનયુકત ખાતરો ઓછા પ્રમાણમાં જોઈશે, પરંતુ અગાઉ જુવાર, મકાઈ કે ઘાસચારા જેવા પાકની પસંદગી કરેલ હોય તો તે પછીના પાકમાં ખાતરનું પ્રમાણ વધારે રાખવું પડે. જમીન ચકાસણી કરાવવાથી આપણી જમીનમાં જુદા જુદા પોષક તત્વોનું પ્રમાણ અને કોઈ તત્વની ઉણપ છે કે કેમ તે જાણી શકાય અને હોય તો નિવારણના ઉપાયો કરી શકાય.
• ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કરવું.
• પાકની પસંદગી બાદ આપણા વિસ્તાર, જમીન અને વાતાવરણ અનુરૂપ ભલામણ થયેલ
તથા વધુ ઉત્પાદન આપતી જાતની પસંદગી કરવી.
• હંમેશા સરકારી કંપની દ્વારા બનાવેલ રાસાયણિક ખાતર વાપરવાનો જ આગ્રહ રાખવો. રાસાયણિક ખાતર ભેજરહિત અને વજન ચકાસણી કરીને ખરીદવું. તેમજ પાક ભલામણ મુજબ રાસાયણિક ખાતરની ખરીદી કરવી અને પાકું બીલ ખેડૂત/મિત્રોએ વિક્રેતા પાસેથી લેવું.
• રોગ-જીવાત સામે પ્રતિકાર ધરાવતી જાત પસંદગી કરવી.
• બિયારણ ખરીદતી વખતે પેકિંગ સાઈઝ, વજન, જાતનું નામ, સર્ટીફાઈડ ટેગ, ભાવ અને ભેજ રહિત છે કે નહી તે ચકાસણી કરીને લેવું. તેમજ પાકું બીલ વિક્રેતા પાસેથી લેવું. તેમાં પોતાનું નામ, બિયારણનો પાક, જાત, લોટ નંબર, વજન અને ભાવ યોગ્ય જગ્યાએ લખાયેલ છે તેનો વિક્રેતા પાસે આગ્રહ રાખવો.
• જંતુનાશક દવા ખરીદતી વખતે પાકમાં આવતાં રોગ-જીવાત માટે ભલામણ કરેલ દવાની વિક્રેતા પાસેથી ખરીદી કરવી. તેમજ જંતુનાશક દવા એક્સ્પાયર થયેલ છે કે નહી તે ચકાસણી કરવી તેમજ જંતુનાશક દવાનું પાકું બીલ લેવું જેમાં ખેડૂતનું નામ, ગામ, જંતુનાશક દવાનું નામ, બેચ નંબર, પેકિંગ સાઈઝ, વજન/લિટર, ભાવ બીલમાં યોગ્ય જગ્યાએ લખાવવા.
• ખરીફ સિઝનની શરૂઆત થતાં પહેલાં આપણા વિસ્તાર, જમીન અને વાતાવરણને અનુકૂળ પાક પસંદગી કરવી.
• ક્ષાર સહનશીલ પાકો:- જુવાર, ટમેટા, રીંગણા અને ભીંડો.
• ક્ષાર સંવેદનશીલ પાકો:- શેરડી, શાકભાજી, આંબો.
જમીનની ફળદ્રુપતા વધારવી
• એકલા પાકનું વાવેતર ન કરતાં આંતરપાક તરીકે કઠોળ વર્ગનાં પાકોનું વાવેતર કરવું જોઈએ.
• જૈવિક કલ્ચવરો જેવા કે એઝેટોબેકટર, રાઈઝોબીયમ કલ્ચરર, ફોસ્ફો બેકટેરિયા(પીએસબી), પોટાશ બેકટેરિયા (કેએસબી) અને જીવામૃતનો ઉ૫યોગ કરવો જોઈએ.
• શકય હોય તો ચોમાસામાં શણ અને ઉનાળામાં ઈકકડનો લીલો ૫ડવાશ કરવો જોઈએ.
• પાકની ફેરબદલી કરવી જોઈએ.
• દેશી છાણિયુ ખાતર/સેન્દ્રીય ખાતર/વર્મીકમ્પોસ્ટક/દિવેલીનો ખોળ/મરઘા બતકાની ચરક વગેરે ખાતરો ભલામણ મુજબ જમીનમાં ઉમેરવા જોઈએ.
પશુઓ માટે મિનરલ મિક્ષ્ચર:
• મિનરલ મિક્ષ્ચર એટલે ખનીજ તત્વોનું મિશ્રણ. જેમાં પશુઓના શરીરમાં જરૂરી એવા બધા જ ખનીજ તત્વો યોગ્ય માત્રામાં ઉપલબ્ધ હોય. દુધાળા પશુઓ જેવા કે ગાયો- ભેંસોના શરીરની આંતરિક ક્રિયાઓ વ્યવસ્થિત રીતે ચલાવવામાં ખનીજ તત્વોનું યોગ્ય પ્રમાણ ખુબ જ મહત્વનું છે. જે પશુઓના શરીરના વિકાસમાં, તેની કાર્યક્ષમતામાં અને તેની પ્રજનન ક્રિયામાં પણ મહત્વનો ભાગ ભજવે છે.