જાફરાબાદના માછીમાર મનોજભાઇ બાંભણીયા અઠવાડિયા પૂર્વે માછીમારી દરમિયાન દરિયામાં લાપતા થયા બાદ આજે શોધખોળ દરમિયાન જાફરાબાદથી ૧૦ નોટિકલ માઇલ દૂર તેમની લાશ મળી આવી હતી. તેઓ લાપતા થયાના સમાચાર મળતા જ હીરાભાઇ સોલંકી, સંદીપભાઇ શિયાળ સહિત તેમની ટીમે જાફરાબાદ મરીન પોલીસને સાથે રાખી દરિયામાં શોધખોળ હાથ ધરી હતી. દરમિયાનમાં આજે તેમનો
મૃતદેહ તરતો જાવા મળ્યો હતો. મૃતકના મૃતદેહને જાફરાબાદ જેટી પર લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરી જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે.