શુક્રવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું અને લાલ નિશાનમાં બંધ થયું. અઠવાડિયાના છેલ્લા દિવસે, તે ૨૦૦.૧૫ પોઈન્ટ (૦.૨૪%) ના ઘટાડા સાથે ૮૨,૩૩૦.૫૯ પોઈન્ટ પર બંધ થયો. એ જ રીતે, આજે એનએસઇનો નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૪૨.૩૦ પોઈન્ટ (૦.૧૭%) ઘટીને ૨૫,૦૧૯.૮૦ પોઈન્ટ પર બંધ થયો. આજે ખાસ કરીને આઈટી અને બેંકિંગ શેરોમાં વેચવાલી જાવા મળી. તમને જણાવી દઈએ કે ગઈકાલે, ગુરુવારે, સેન્સેક્સ ૧૨૦૦.૧૮ પોઈન્ટ (૧.૪૮%) ના વધારા સાથે ૮૨,૫૩૦.૭૪ પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી ૩૯૫.૨૦ પોઈન્ટ (૧.૬૦%) ના વધારા સાથે ૨૫,૦૬૨.૧૦ પોઈન્ટ પર બંધ થયો હતો.
આજે, સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૬ કંપનીઓના શેર લીલા રંગમાં અને બાકીની ૧૪ કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થયા. તેવી જ રીતે, આજે નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૨૬ કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને બાકીની ૨૪ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. સેન્સેક્સ કંપનીઓમાં, શુક્રવારે ઇટરનલના શેર સૌથી વધુ ૧.૩૮ ટકાના વધારા સાથે બંધ થયા અને ભારતી એરટેલના શેર ૨.૮૧ ટકાના ઘટાડા સાથે બંધ થયા.
આ ઉપરાંત, શુક્રવારે સેન્સેક્સ કંપનીઓમાં સમાવિષ્ટ હિન્દુસ્તાન યુનિલિવરના શેર ૧.૧૦ ટકા, એશિયન પેઇન્ટ્સ ૦.૯૮,આઇટીસી ૦.૮૦, ટાટા મોટર્સ ૦.૩૬,એનટીપીસી ૦.૩૫, ઇન્ડસઇન્ડ બેંક ૦.૨૬, નેસ્લે ઇÂન્ડયા ૦.૨૫, પાવર ગ્રીડ ૦.૨૩, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૧૯, મારુતિ સુઝુકી ૦.૧૩,આઇસીઆઇસીઆઇ બેંક ૦.૧૨, કોટક મહિન્દ્રા બેંક ૦.૦૮, ટાટા સ્ટીલ ૦.૦૬, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૦૧ અને અદાણી પોર્ટ્સના શેર ૦.૦૧ ટકાના વધારા સાથે બંધ થયા.
બીજી તરફ,એચસીએલ ટેકના શેર ૨.૧૪ ટકા, સ્ટેટ બેંક ઓફ ઈÂન્ડયા ૧.૯૬ ટકા, ઈન્ફોસિસ ૧.૪૬ ટકા, ટેક મહિન્દ્રા ૦.૭૯ ટકા, ટીસીએસ ૦.૫૦ ટકા, બજાજ ફિનસર્વ ૦.૪૨ ટકા, સન ફાર્મા ૦.૩૮ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૦.૩૬ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૩૧ ટકા, ટાઇટન ૦.૧૬ ટકા, બજાજ ફાઇનાન્સ ૦.૧૪ ટકા, એક્સિંસ બેંક ૦.૦૯ ટકા અને એચડીએફસી બેંક ૦.૦૧ ટકા ઘટ્યા હતા.