■ જમીનના પૃથક્કરણના ફાયદા:
૧) જમીનની ફળદ્રુપતાની કક્ષા જેવી કે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વોનું પ્રમાણ જાણી શકાય છે.
૨) જમીનમાં રહેલ દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ જાણી તે પ્રમાણે પાક અને તેની જાતની પસંદગી કરી શકાય છે.
૩) જમીનનો અમ્લતા આંક (પી.એચ.) જાણી શકાય છે.
૪) જમીનની ભૌતિક સ્તિથિ જાણી તેની સુધારણાનાં ઉપાય કરી શકાય છે.
૫) જમીન પૃથક્કરણના આધારે પાક આયોજન કરી શકાય છે.
૬) ખાતરોનું સમતોલપણું જાળવી શકાય છે.
૭) જમીનની ભાસ્કમિતાનું પ્રમાણ અને તેને સુધારવા માટે જીપ્સમનું પ્રમાણ જાણી શકાય છે.
૮) જમીનના જુદા-જુદા લભ્ય પોષક્તત્વોની માત્રા જાણી શકાય છે.
૯) જમીનમાં સેન્દ્રિય કાર્બનનું મહત્વ જાણી શકાય છે.
૧૦) પાકને ખાતરોની જરૂરીયાત નકકી કરી કેટલા પ્રમાણમાં આપવું તે જાણી શકાય છે.
૧૧) જમીનનું બંધારણ, નિતારશક્તિ, ભેજ સંગ્રહશક્તિ જેવા જમીનના ભૌતીક ગુણધર્મો જાણી શકાય છે.
૧૨) ઓછા ઉત્પાદનનું કારણ જાણી શકાય છે.
૧૩) જમીનનાં પૃથક્કરણનાં અવલોકન માત્રાથી જમીનની ઉત્પાદક્તાનો ખ્યાલ આવે છે.
૧૪) ખાતરની ભલામણ ઉપરાંત ખાતરની પસંદગી, ખાતર આપવાનો સમય અને રીત નકકી થઈ શકે છે.
■ જમીનનો પ્રતિનિધિત્વ ધરાવતો નમૂનો લેતી વખતે ખેડૂતે ક્્યાં ક્્યાં મુદાઓ ધ્યાનમાં રાખવા જોઈએ:
• જે જગ્યાએથી માટીનો નમૂનો લેવાનો હોય તે જગ્યાની સપાટી ઉપરથી ઘાસ, કચરો દૂર કરવા પરંતુ ઉપરની માટી ક્્યારેય ખસેડવી નહીં.
• ખેતરની બીન પ્રતિનિધિત્વ ધરાવતી જગ્યાઓ જેવી કે ખાતરના ઢગલાની નજીકથી, મકાન, રસ્તા, વાડ, પાળા, ઝાડની નીચેથી કે ધોરીયા નજીકથી માટીનો નમૂનો લેવો નહી.
• જમીનના પાકના મૂળની ઉંડાઈ પ્રમાણમાં તેટલી ઉડાઈના નમૂના લેવા, સામાન્ય રીતે ૦-૯ ઈંચની ઉંડાઇ સુધીના નમૂના લેવા. ઉંડા મૂળવાળા પાક જેવા કે કપાસ, શેરડી વિગેરે માટે ૦-૨૪ ઇંચ સુધીના નમૂના લેવા.
• માટીને સૂર્યના તાપમાં સુકવવી નહી પરંતુ છાયામાં સૂકવીને પ્રથમ પ્લાસ્ટિકની કોથળીમાં નમૂનો ભરીને પછી કાપડની કોથળીમાં મુકવી.
• ચોમાસા દરમ્યાન નમૂનો લેવો નહીં.
તલઃ
• પાનનો સુકારો માટે રોગની શરુઆતમાં પાન ઉપર આછા ભુખરા પાણીપોચાં ચાંઠા જાવા મળે છે. રોગનું પ્રમાણ વધતા પાન સુકાવા લાગે છે અને ખરવા માંડે છે. તલની શીંગો ચીમળાઈ જાય છે. દાણા બેસતા નથી. આ રોગની અસર ખાસ કરીને પાકની કુમળી અવસ્થાએ વધુ જોવા મળે છે.
• નિયંત્રણ – રોગની શરુઆત જણાય કે તુરંત જ ૩૦ ગ્રામ તાંબાયુકત ફુગનાશક દવા ૧૦ લિ. પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો ત્યારબાદ ૧પ દિવસ પછી બીજા છંટકાવ કરવો.
જમીનનું પ્રતિનિધિત્વ ધરાવતો નમૂનો લેવાની રીતઃ
રાસાયણિક પૃથક્કરણ માટે ખેતરમાંથી જમીનનો યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતો નમૂનો લેવાનો મુદ્દો રાસાયણિક પૃથક્કરણ જેટલો જ મહત્વનો છે કારણ કે જમીન સંબંધી જે કંઈ સલાહ સૂચનો આપવામાં આવે છે તે જમીનના નમૂનાના પૃથક્કરણને આધારે અપાય છે. આ નમૂનો જે તે ખેતરનું સાચુ પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જાઈએ. સામાન્ય રીતે એક હેકટર જમીનની ૧૫ સે.મી. ઉંડાઈ સુધીની માટીનું વજન ૨૨.૪૦ લાખ કિલો પ્રમાણે ગણતરીમાં લેવાય છે. તેમાંથી ફક્ત ૫૦૦ ગ્રામ જેટલી માટીનો નમૂનો રાસાયણિક પૃથક્કરણ માટે પ્રયોગશાળામાં મોકલવાનો થાય છે અને તેમાંથી પણ જે તે તત્વનું પ્રમાણ નક્કી કરવા માટે ૧ ગ્રામથી લઈને ૨૦ ગ્રામ સુધીની માટીની જરૂરીયાત રહેતી હોય તેથી જમીનનો નમૂનો કાળજીપૂર્વક લેવો ખૂબ જ જરૂરી છે કે જેથી તેના
પૃથક્કરણની વિગતો સાચી મળી શકે.
૧. દર બે હેક્ટર (પ એકરના) ના ખેતરમાંથી ૧૦ થી ૧૨ જગ્યાએથી એક મિશ્ર નમૂનો લેવો જાઈએ. જા ખેતર મોટા હોય તો પાક પદ્ધતિ, જમીનનો ઢાળ, જમીનનો રંગ, પ્રત વગેરે મુદ્દા ધ્યાનમાં લઈને મોટા ખેતરોને નાના-નાના ખેતરમાં વહેંચી નાખવા જાઈએ અને ત્યારબાદ દરેક પેટા ૧૦ થી ૧૨ જગ્યાએથી સર્પાકાર પદ્ધતિથી નમૂનો લઈ એક મિશ્ર નમૂનો તૈયાર કરવો.
૨. જમીનનો નમૂનો લેવા માટે ઉપરની જમીન (પાસ) દૂર કર્યા સિવાય ઉપરથી ઘાસ, કાંકરા કે કચરો દૂર કરી અને કોદાળી કે ખૂરપી વડે અંગ્રેજીના “ફ” આકારનો ખાડો કરવો તથા ખાડાની એક બાજુએથી ૨ થી ૩ ઈંચ જાડાઈનું માટીનું દળ ઉપરથી છેક નીચે સુધી ખાડામાં નીચે પાડી તે માટી તગારામાં એકઠી કરવી. આવી જ રીતે ૮ થી ૧૦ સ્થળેથી માટીના નમૂના લઇ, બધી માટીને ભેગી કરી સારી રીતે મિશ્રણ કરવું.
૩. જો માટી ભીની હોય તો ઝાડના છાયા નીચે સુકવીને ત્યારબાદ કાપડની પછેડી ઉપર બરાબર પાથરી તેના આંગળીથી ચોકડી મારી ચાર સરખા ભાગ પાડવા.
૪. તેમાંથી સામ સામેના બે ભાગની માટી દૂર કરી વધેલા સામ-સામેના બે ભાગની માટી એકત્ર કરવી. આવી રીતે અંદાજે ૫૦૦ ગ્રામ જેટલી માટી રહે ત્યાં સુધી પુનરાવર્તન કરવું.
૫. આ રીતે તૈયાર કરેલ મિશ્ર જમીનનો નમૂનો પ્રથમ પ્લાસ્ટિકની બેગમાં અને ત્યારબાદ તે કાપડની થેલીમાં મૂકી પૃથક્કરણ માટે તૈયાર કરવો. જો ખેતર મોટા હોય તો દરેક ખંડ માટે આવી રીતે અલગ-અલગ નમૂના તૈયાર કરવા.
૬. જમીનની સ્તિથિ અને પ્રકાર મુજબનો નમૂનો લેવાના યોગ્ય સાધન (ઓગર) ની પસંદગી કરવી જોઈએ. સામાન્ય રીતે કોશ, કોદાળી, ત્રિકમ, પાવડો અને તગારા જેવા સાધનો ઉપયોગમાં લઈ શકાય છે.
સજીવ ખેતી: લાંબા સમયથી ખેતી કરતા ખેડૂતોનો અનુભવ જણાવે છે કે સજીવ પદ્ધતિને સંપૂર્ણ અનુસરી ખેતી કરવાથી ઉત્પાદન ઘટતું નથી, ઉલટાનું વધે છે. આ ઘટના આજની આ પરંપરાગત ખેતીમાં ઉત્પાદન વૈશ્વીક લેવલે ઘટી રહ્યાની સામે સજીવ પધ્ધતિના અમલના લીધે ઉત્પાદન સ્થિર રહે છે. કારણ કે ઉત્તરોતર જમીનમાં હ્યુમસનું પ્રમાણ વધવાને લીધે જમીનની ફળદ્રુપતા અને જમીનની ભૌતિક અને રાસાયણિક સ્તિથિ અનુકૂળ બને છે.
મગ : શીંગ કોરી ખાનાર લીલી અથવા ગુલાબી ઈયળના નિયંત્રણ માટે કવીનાલફોસ ર૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
અડદઃ મગ, મઠ, અડદ, ગુવાર અને ચોળી પાકોમાં સફેદમાખીનો ઉપદ્રવ જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ ટકા અર્ક) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફુગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
શાકભાજીઃ ડુંગળીની સંગ્રહશક્તિ વધારવા માટે પાન પીળા પડી જાય અને ઉપરની ટોચનો ભાગ ઢળવા માંડે ત્યારે હાથથી છોડને ખેંચી લેવો. જરૂર પડે તો કોદાળી અથવા પાવડાનો ઉપયોગ કરી ઈજા ન થાય તે રીતે કાઢવો. ભીંડામાં ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળનાં નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ ૯ મિ.લિ./કિ.ગ્રા. પ્રામાણે પાણીમાં ભેળવી વાવણીના ૧૨ કલાક પહેલા બીજ માવજત આપવી.
■ બાગાયતી પાકો
■ આંબોઃ કેરી ખરી પડવાના કારણો
વધુ પ્રમાણમાં ફળો બેસવાના કારણે દરેક ફળને પોષણ પુરૂ પડતુ ન હોવાથી.
પ્રતિકૂળ વાતાવરણને કારણે રોગ-જીવાતનો ઉપદ્રવ વધે ત્યારે ફળ ખરણ વધારે જોવા મળે છે.
ફળ વિકાસના બધા જ તબકકાઓ પૈકી નાના ફળના તબકકામાં વધારે પ્રમાણમાં ખરણ જાવા મળે છે.
• પોષકતત્વોની ઉણપને કારણે.
• વધુ પડતા પવનના કારણે.
• ઓછા પાણી અથવા ભેજનું પ્રમાણ ઘટવાથી.
• જમીનમાં ઉડી ખેડના કારણે મૂળ તુટવાથી.
• વધુ પડતા નિદામંણને કારણે.
• અચોકકસ પરાગનયન ફર્ટીલાઈઝેશનને કારણે.
• મોર અવસ્થાએ વધુ પડતી કીટનાશક દવાઓ છાંટવાથી.
• વાતાવરણમાં અચાનક ફેરફાર થવાથી જેવા કે તાપમાન, ભેજ અને પવન
• અંતઃસ્ત્રાવ પ્રમાણ અનિયમીત થવાથી.
ફળો ખરતા અટકાવવા માટેના જરૂરી ઉપાયો
૧. આંબાવાડીયામાં મધમાખી ઉછેર
ર. પરાગસિચક ઝાડનો સમાવેશ જેમ કે આંબાની એક જ જાતને બદલે એક કરતા વધારે જાત વાવવી.
૩. કાર્બન – નાઈટ્રોજનનું સંતુલન જાળવવું.
૪. અંતસ્ત્રાવ છંટકાવ.
(૧) ફળો વટાણા જેવડા કે તેથી મોટા કદના થાય ત્યારે એન.એ.એ. ર૦ મિ.ગ્રા. પ્રતિ લિટર + ર % યુરીયાનું દ્રાવણ એટલે કે ૧૦૦ લિટર પાણીમાં ર ગ્રામ એન.એ.એ.+ ર કિલો યુરીયા ર૦ દિવસના અંતરે ર વખત છાંટવું.