વિવિધ જાતોની ઓળખ માટે અગત્યના લક્ષણો અને પ્રકાર
હાલના હવામાનથી પાકને નુકસાની તો થશે પણ સેન્સેટીવ પાકોમાં ફૂગ આવવાની શક્યતા રહેશે તે માટે ફૂગનાશક દવાનો છંટકાવ અથવા પિયત સાથે આપી દેવું. રોગ-જીવાતનું ખાસ ધ્યાન રાખવું. હજુપણ શિયાળુ પાકો વાવી શકાય.
ઘઉંના દાણાના કાળા ટપકાંનો રોગ: રોગના લક્ષણો: આ રોગ મોટા દાણાવાળી ઘઉંની જાતમાં વિશેષ જોવા મળે છે. ખાસ કરીને મોડું વાવેતર (૧પ નવેમ્બર પછી ) કરવામાં આવે તો રોગ આવવાની શકયતા વધે છે. ઘઉંને થ્રેશર વડે કાઢવામાં ન આવે ત્યાં સુધી રોગના ચિન્હો દેખાતા નથી. ઘઉંના દાણાના
ભૃણના ઉપરના ભાગે કાળું ટપકું પડી જાય છે.
ઘઉંના દાણા કાળા પડવાથી દાણાની ચમક ઘટી જાય છે. આવા દાણા સારા દાણા સાથે ભળવાથી બજારમાં કિંમત ઓછી આવે છે. આ રોગ મુખ્યત્વે પાક જયારે પાક્વાની અવસ્થાએ હોય ત્યારે વધારે પ્રમાણમાં ઝાકળ આવવાથી કે બીનજરૂરી વધારાના પિયત આપવાથી આવતો હોય છે.
નિયંત્રણ: •મોટા દાણાવાળી જાતમાં રોગનું વિશેષ પ્રમાણ હોવાથી જયાં કાળા ટપકાનો રોગ વધારે આવતો હોય ત્યાં નાના દાણાવાળી જાતોનું વાવેતર કરવુ. • છેલ્લુ પિયત આપતી વખતે કયારામાં પાણી વધારે પડતું ભરાવા ન દેવું • રજકોઃ ઉપદ્રવની શરૂઆતમાં ઈયળો હાથથી વીણી લઈ કેરોસીનવાળા પાણીમાં નાખી નાશ કરવો. દિવેલાઃ ચાવીને ખાનારી જીવાતોનું નિયંત્રણઃ • દિવેલાની કાપણી બાદ હળની ઉંડી ખેડ કરવાથી જમીનમાં રહેલ ઘોડીયા ઈયળ, પાન ખાનારી ઈયળ અને કાતરાના કોશેટા જમીનની બહાર આવી જાય છે. જેથી સૂર્યના સખત તાપથી તેમજ પક્ષીઓના ખાઈ જવાથી નાશ પામે છે. • દિવેલાની વાવણી ઓગષ્ટના પ્રથમ પખવાડિયામાં કરવાથી ઘોડીયા ઈયળનો ઉપદ્રવ ઓછો રહે છે. • દિવેલાની ઘોડીયા ઈયળ, પાન ખાનારી ઈયળ અને કાતરાની પુખ્ત ફૂદીઓ પ્રકાશ તરફ આકર્ષાય છે. પ્રથમ વરસાદ બાદ ખેતરમાં પ્રકાશપિંજર ગોઠવીને ફૂદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને કેરોસીનવાળા કે જંતુનાશક દવાવાળા પાણીમાં ભેગી કરીને અથવા તાપણાં કરી નાશ કરી શકાય. • કાતરા અને સ્પોડોપ્ટેરાના ઈંડાં અનુક્રમે શેઢા-પાળા ઉપર ઉગેલ ઘાસ અને દિવેલાના પાન પર જથ્થામાં મુકાતા હોય છે. આથી ઈંડાંના સમૂહ તેમજ પ્રથમ અવસ્થાની ઈયળોના સમૂહ સાથે પાંદડાને વીણી લઈને નાશ કરવાથી વસ્તીમાં ધરખમ ઘટાડો કરી શકાય છે. પરિણામે તેનાથી થતું નુકસાન ઘટાડી શકાય છે. મોટા કદની ઘોડીયા ઈયળો અને લશ્કરી ઈયળોને શક્ય હોય ત્યાં સુધી હાથથી વીણી લઈ નાશ કરવો. • દિવેલાની ઘોડીયા ઈયળ પર ૨૭ પ્રકારના પરજીવીઓ નભતા હોય છે. તેમાં ટ્રાયકોગ્રામા ચીલોનીસ, ટ્રાયકોગ્રામા અકાઈ અને ટીલોનીમસ સ્પી. નામની ભમરીઓ ઘોડીયા ઈયળમાં પરજીવી તરીકે અગત્યની છે. ગુજરાત રાજ્યમાં આ પરજીવીઓથી ૪૪ થી ૧૦૦ ટકા પરજીવીકરણ નોંધાયેલ છે. ખેતરમાં ફૂદીઓની હાજરી જણાતા ટ્રાયકોગ્રામા નામની ભમરીઓ દર અઠવાડિયે એક લાખ પ્રમાણે હેકટર દીઠ છોડવાથી સારુ પરિણામ મળે છે. • બેસીલસ થુરેન્જીન્સીસ નામના રોગપ્રેરક જીવાણુંનો પાવડર ૧ થી ૧.૫ કિ.ગ્રા./હે જરૂરી પાણીના જથ્થામાં ઉમેરી બીજી કે ત્રીજી અવસ્થાની ઘોડીયા અને સ્પોડોપ્ટેરાની ઈયળો જોવા મળે ત્યારે છંટકાવ કરવો. • સ્પોડોપ્ટેરાનું ન્યુકિલઅર પોલીહેડ્રોસીસ વાયરસ ૨૫૦ ઈયળ એકમ જરૂરી પાણીના જથ્થામાં ઉમેરી હેકટર વિસ્તારમાં છાંટવાથી આવી ઈયળોમાં રોગ લાગુ પડતા સારુ નિયંત્રણ મળે છે. ઘોડીયા ઈયળ અને કાતરાના એન.પી.વી. થી પણ પ્રોત્સાહક પરિણામો મળેલ છે. • દિવેલાની ઘોડીયા ઈયળનું પ્રમાણ વધારે હોય ત્યારે ખેતરમાં કુદરતી રીતે પક્ષીઓથી તેનું ભક્ષણ થતું હોય છે. આમ આવા કીટકભક્ષી પક્ષીઓ જેવા કે મેના, વઈયા, કાળીયોકોશી વગેરે પક્ષીઓને આકર્ષવા લાકડાના ૮ થી ૧૦ ફૂટ લાંબા ૩૦ થી ૪૦ બેલાખડા પ્રતિ હેકટરે ખોડવા જોઈએ. • દિવેલાના પાકમાં ઘોડીયા ઈયળ તથા પાન ખાનારી ઈયળ (સ્પોડોપ્ટેરા)ના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ફેનવાલેરેટ ૨૦ ઈસી ૫ મિ.લિ. અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઈસી ૫ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩.૦ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસ.સી. ૫.૦ મિ.લિ. અથવા સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૨.૦ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબ્લ્યુ.જી. ૪.૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મેળવીને છંટકાવ કરવો. • ડોડવા કોરનારી ઈયળ તેમજ કાતરાનો ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો. • ડોડવા કોરનારી ઈયળનો વધારે ઉપદ્રવ હોય તો બઝારમાં મળતી નવી જંતુનાશકો જેવી કે ક્લોરાન્ટ્રાનિલિપોલ ૨૦ એસસી ૩ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી ૫ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી સારૂ નિયંત્રણ મેળવી શકાય. • લાલ કથીરીના નિયંત્રણ માટે ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા કલોરફેનાપાયર ૧૦ એસસી ૨૦ મિ.લિ. અથવા બાયફેનથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા સ્પાયરોમેસીફેન ૮ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
શાકભાજીઃ ટમેટા:લીલી ઈયળના વધુ ઉપદ્રવ વખતે ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૧૦ મિ.લિ. અથવા કલોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. ફ્લુબેન્ડીયા ૪૮૦ એસસી ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરો. લસણઃ વાવણી બાદ એક માસે હેકટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન તત્વ એટલે કે ૫૪ કિલોગ્રામ યુરિયા અથવા ૧૨૫ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું. જીરૂઃ કાળીયો / કાળી ચરમી ઃરોગની શરૂઆત થયેથી એઝોકસીસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૦ મિ.લિ. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૧૫ ગ્રામ અથવા મેટીરામ ૭૦ વેપા ૧૫ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા. વરિયાળી, ધાણા, મેથીઃ ભૂકી છારોઃ ઉગાવાના એક મહિના બાદ ટ્રાઈકોડર્માં હારજીયાનમ ૫ કિ.ગ્રા. ૧૦ કિલો રેતીમાં ભેળવી છંટકાવ કરવાથી સુકારાનું નિયંત્રણ મેળવી શકાય છે. ખેતરમાં અમુક છોડમાં લક્ષણો દેખાય કે તરત જ ૮૦ ટકા વેટેબલ સલ્ફર ૨૫ ગ્રામ અથવા ડીનોકેપ ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.












































