• બિયારણને પટ્ટ આપીને જ વાવેતર કરવું.
• ખેતરમાં મગફળીમાં મુંડા આવતા હોય તો કલોરપાયરીફોસનો અથવા તેને લાગતી બજારમાં મળતી કોઈ પણ દવાનો પટ્ટ આપીને જ પછી વાવેતર કરવું.
• ચોમાસું સમયસર હોવાથી તમે વાવેતર માટે નક્કી કરેલ પાકનું વાવેતર કરવું.
• વધુ વરસાદ અને વાવાઝોડા વાળા વિસ્તારમાં ખાસ તકેદારી રાખવી. ઝાડ જો નામી ગયા હોય તો પવનની ગતિ ધીમી પડે પછી ઝાડના થડની પાછળની સાઈડથી માટી કાઢી ઝાડને ઉભું કરી ટેકો આપવો.
• ધોવાણ ઓછું થાય તે મુજબ વાવેતર અને પાળા બનાવવા.
મગફળીનો વાવેતર સમય:
• ચોમાસુ વાવેતર માટે વાવેતર સમયના ત્રણ તબકકામાં વાવેતર થાય છે.
• ખૂબ સારુ ઉત્પાદન મેળવવા ચોમાસામાં વરસાદ થાય તે પહેલા એટલે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં પિયત આપીને મગફળીનું આગોતરુ વાવેતર કરવું હોય તો જીએયુજી-૧૦ અથવા જીજી-૧૧ અથવા અથવા જીજી-૧૩ અથવા જીજેજી-૧૭ જેવી મોડી પાકતી વેલડી મગફળીનું વાવેતર કરવું.
• ૧પ-જૂનથી ૩૦ જૂન સુધીમાં વરસાદ થાય તો સમયસરના વાવેતર માટે ઉભડી અથવા અર્ધવેલડી અથવા વેલડી એમ કોઈપણ પ્રકારની મગફળીની જાતનું વાવેતર કરી શકાય. જેમા અર્ધવેલડી, જીજી-ર૦, ૨૨ અને જીજેજી-ર૩, ૩૯ ને પ્રાધાન્ય આપવું.
• જુલાઈ માસમાં મોડો વરસાદ થાય તો વહેલી પાકતી જીજી-ર અથવા જીજી-પ અથવા જીજી-૭, ૩૧ અથવા જીજેજી-૯ જેવી ફકત ઉભડી જાતોનું વાવેતર કરી શકાય. આમ આગોતરું, સમયસરનું અને મોડું એમ ત્રણ પ્રકારનુ વાવેતર મગફળીમાં થાય છે.
જૈવિક નિયંત્રણ
• રાસાયણિક દવાઓના આડેધડ ઉપયોગથી પર્યાવરણના વિવિધ ઘટકો પર થતી આડઅસરોથી લોકો
જાગૃત થયા છે. તેથી જમીન, પાણી, સુક્ષ્મજીવો અને ખોરાક વગેરેને ઓછામાં ઓછું નુકસાન થાય તેવી જોખમ રહિત પદ્ધતિઓ તરફ વૈજ્ઞાનિકો અને લોકોનું ધ્યાન ખેંચાયું છે.
• ખેતરમાં ઉંડી ખેડ કરવી,
• ઉનાળામાં જમીન તપાસવી, લીલો પડવાશ કરવો,
• પાકની ફેરબદલી કરવી,
• ચાસમાં સેન્દ્રીય ખાતર, સેડવેલ ખોળ નાખવો. તે બધી બિનજોખમકારક પદ્ધતિઓ જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે તેથી પાકની તંદુરસ્તી સારી રહે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.
• આ બધી પદ્ધતિઓ જૈવિક નિયંત્રણનો એક ભાગ છે. પરંતુ તેમાં કઈ પ્રક્રિયાઓને લીધે પાકની રોગપ્રતિકારક શક્તિ વધે છે તેની જાણકારી ઓછી છે.
જૈવિક નિયંત્રણ એટલે શું ?
“જીવો જીવસ્ય ભોજનમ”નામની ઉક્તિ પ્રમાણે કુદરતી રીતે નિયંત્રણમાં રહેતી રોગકારકોની સંખ્યાને નજર સમક્ષ રાખી આવી પ્રક્રિયાને વ્યવસ્થિત સુચારૂ સ્વરૂપમાં ઉપયોગ કરીને વધારે પ્રમાણમાં તેનો ફાયદો લઈ રોગકારકોને બીજા સુક્ષ્મજીવો દ્વારા નિયંત્રણમાં લેવામાં આવે તેને જૈવિક નિયંત્રણ કહેવાય.
જૈવિક નિયંત્રણ શા માટે ?
(૧) ઓછુ ખર્ચાળ છે.
(૨) એક કરતા વધારે રોગ સામે અસરકારક છે.
(૩) જમીનની ફળદ્રુપતા વધારે છે.
(૪) જમીન બગડતી અટકે છે.
(૫) પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય છે.
(૬) રોગનું નિયંત્રણ લાંબા સમય સુધી કરી શકાય છે.
બિયારણ ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ ઃ-
(૧) વાવેતર માટે કૃષિ યુનિવર્સીટી અને ખેતીવાડી ખાતાએ ભલામણ કરેલ સુધારેલ / સંકર જાતોનું જ બીજ ખરીદવું.
(૨) સુધારેલ/ સંકર જાતોનું બિયારણ હંમેશા ગુજરાત રાજ્ય બીજ નિગમ કે ગુજરાત રાજ્ય બીજ નિગમના માન્ય ડીલર પાસેથી જ ખરીદવું.
(૩) બિયારણના પેકિંગ ઉપર બીજ પ્રમાણિત એજન્સીનું લેબલ તપાસીને પછી જ ખરીદી કરવી.
(૪) શક્ય હોય ત્યા સુધી ટ્રુથ ફુલ બિયારણને બદલે સર્ટિફાઈટ બિયારણ જ ખરીદવું.
(૫) બિયારણના પેકિંગ પર ઉત્પાદન કોણ છે તે તપાસીને જ ખરીદવું.
(૬) બિયારણ ખરીદતી વખતે પેકિંગ પર બીજના સ્ફુરણના ટકા દર્શાવેલ હોય તેમજ તે કઈ સાલનું ઉત્પાદન છે તે પણ દર્શાવેલ હોય તે જોઈ ચકાસીને ખરીદવું.
(૭) સુધારેલ જાતોના બીજ ખેડૂત પોતે જ કાળજી રાખી તૈયાર કરી શકે છે. તેથી દર વખતે સુધારેલ જાતોનું બિયારણ ખરીદવાની જરૂર રહેતી નથી.
(૮) સંકર જાતોના બિયારણો દર વર્ષે નવા જ ખરીદવાના હોય છે. તેથી જે તે ખેડૂતે તેમના ખેતર પર વાવવામાં આવેલ આવા સંકર પાકોના બીજનો ઉપયોગ બીજા વર્ષે કરવો નહિ.
(૯) બિયારણની થેલી ઉપર સીલ/ટેગ લગાવેલ છે કે નહિ તે ચકાસી લેવું જોઈએ.
ખાતરની ખરીદી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ:-
(૧) જે તે પાકની પોષક તત્વોની જરૂરીયાત ધ્યાને રાખી ખાતરની ખરીદી કરવી.
(૨) મિશ્ર ખાતરોની પસંદગી વખતે ભરોસાપાત્ર કંપનીઓના ખાતર ખરીદવા.
(૩) ખારી – ભાસ્મિક જમીન માટે ભલામણ થયેલ ખાતરની પસંદગી કરવી.
(૪) પોષક તત્વની એકમ કિંમત જે ખાતરમાં ઓછી હોય તેવા ખાતરો પસંદ કરવા.
(૫) જો બે કે તેથી વધારે ખાતરો એક સાથે પહેલા ભેગા કરી, જમીનમાં આપવાના હોય તો તેના મિશ્રણનો ચાર્ટ જોઇને ખાતરની પસંદગી કરવી.
(૬) ખાતરની થેલી પરની વિગત જેમ કે કંપનીનું નામ પોષક તત્વોના ટકા, ટેગીંગ અને તારીખ, વજન, કિંમત, લાયસન્સ નંબર વગેરે ચકાસીને પસંદ કરવું.
(૭) પૂર્તિ ખાતર પાકને આપવાનું હોય ત્યારે સહેલાઈથી દ્રાવ્ય થતા ખાતરો જ પસંદ કરવા.
(૮) ખાતરની ભૌતિક સ્થિતિ પણ પસંદગીમાં ધ્યાને રાખવી જોઈએ.
(૯) જમીનના પ્રતના આધારે ખાતરની પસંદગી કરવી જોઈએ.
(૧૦) ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ સોઈલ હેલ્થ કાર્ડમાં દર્શાવ્યા પ્રમાણે જે તે પાકની જરૂરીયાત મુજબના ખાતરો ખરીદવા જોઈએ.
આંબા:
▼ ઘનિષ્ઠ વાવેતર માટે અનુકૂળ આંબાની જાતો:-
કેસર, દશેરી, હાફૂસ, તોતાપુરી, મદ્રાસી, આફૂસ, બનેશાણ, માનકુરાડ, નીલમ.
હાઈબ્રીડ જાતો:-આમ્રપાલી, સોનાપરી, મંજીરા, રત્ના, પૂસા અરુનીમાં
ઘનિષ્ઠ વાવેતર માટે આંબાની જાતમાં નીચે દર્શાવેલા ગુણો હોવા ઈચ્છનીય છે.
• ઝાડ કુદરતી રીતે ઠીંગણા રહેતા હોય.
• ડાળીઓનો વિકાસ એકસરખો થતો હોય.
• નિયમિત રીતે દર વરસે એક ચોક્કસ ગાળામાં નવા પાન આવવાની ક્રિયા થતી હોય.
• નિયમિત છટણી સહન કરી શકે છે.
ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિમાં કલમનો પ્રકાર:
ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ દરમ્યાન કેનોપી મેનેજમેન્ટ કરવાનું હોવાથી, ભેટ કલમની સરખામણીએ એપીકોટાઈલ (ચીપીયા કલમ) કે નૂતન કલમનો ઉપયોગ કરવો હિતાવહ છે.
નારીયેળીના નવા વાવેતર કરેલ બગીચામાં નારીયેળીના રોપની વૃદ્ધિ ધીમી હોય માટે શરૂઆતના ૭ વર્ષ દરમિયાન (જાત પ્રમાણે) નારીયેળીના બગીચામાં ૧૦૦ % સૂર્યપ્રકાશ, હવા, જમીનનો ભેજ ફાજલ પડેલ હોય છે. આ કુદરતી વસ્તુઓનો સદુપયોગ કરી બાગયાતદાર વધારાની સારી આવક મેળવી શકે છે.તેમજ રોજગારીની નવી તકો ઉભી થાય છે. જેમાં નીચે પ્રમાણેના પાકો આંતર પાક તરીકે લઇ શકાય છે.
► ફળ પાકોઃ- જે ફળપાકોનું જીવન ૧ થી ૨ વર્ષમાં પૂર્ણ થતું હોય તેવા કેળ, પપૈયા જેવા પાકો લઇ શકાય
► શાકભાજીના પાકોઃ- વેલાવાળા શાકભાજી સિવાય ઋતુ પ્રમાણેના શાકભાજીના પાકો લઇ શકાય.
► ઘાસચારાના પાકો:- જુવાર, બાજરી, મકાઈ, ગીની ઘાસ, રજકો વગેરે લઇ શકાય.
► રોકડિયા પાકોઃ- શેરડી, કપાસ જેવા પાકો લઇ શકાય.
► ધાન્ય પાકોઃ- બાજરી, જુવાર, મકાઈ અને ગૌણ ધાન્ય પાકો લઇ શકાય.
► તેલીબીયા પાકોઃ- મગફળી, સૂર્યમુખી, તલ, રાયડો, સોયાબીન વગેરે
► ફૂલછોડ પાકોઃ- ગુલાબ, મોગરા, ગલગોટા, ગાદ્‌લીયા, રજનીગંધા, ગુલચડી બટન ફ્‌લાવર વગેરે
► અન્ય પાકોઃ- ઔષધિય અને મસાલાના પાકો (કુંવરપાઠું, મેથી, જીરું, ઇસબગુલ, ધાણા, રાઈ).
નારીયેળીના બગીચામાં (૮ થી ૨૫ વર્ષની ઉમરનાં) આંતર પાકોઃ-
૧) આદુ: વાવેતર સમયઃ- મે-જૂન માસ (વરસાદ આધારિત) ફેબ્રુઆરી-માર્ચ પિયત પાક માટે
૨) હળદર: વાવેતર સમયઃ- એપ્રિલ- મે
▼ નારીયેળીના બગીચામાં ( ૨૫ વર્ષથી વધુ ઉમરનાં) આંતર પાકોઃ-
૧) કાળા મરી: વાવેતર સમયઃ- જૂન-જુલાઈ માસમાં ૨-૩ મૂળના કટકા ખાડામાં રોપવા
૨) એલચી: વાવેતર સમયઃ- જૂન-જુલાઈ માસમાં ખાડા ઉપર ટેકરો બનાવી રોપવા
૩) વેનીલા: વાવેતર સમયઃ- જૂન-જુલાઈ માસમાં ૬૦ સે.મી. લંબાઈના વેલા રોપવા
૪) તજ: વાવેતર સમયઃ- જૂન-જુલાઈ માસમાં એક થી બે વર્ષના રોપ વાવવા
૫) લવિંગ: વાવેતર સમયઃ- જૂન-જુલાઈ માસમાં એક થી દોઢ વર્ષના રોપ વાવવા
૬) જાયફળ: વાવેતેર સમયઃ- જૂન-જુલાઈ માસમાં રોપ રોપવા
૭) નારીયેળીની નર્સરી: નારીયેળીની બે હાર વચ્ચે ક્યારા બનાવીને નારીયેળીના રોપ ઉછેરી શકાય
૮) ફૂલછોડ રોપ ઉછેર: ફૂલછોડના બીજ રોપી કે કટકા કલમથી ધરું કે રોપ તૈયાર કરી શકાય છે.
:: મગફળી પાકની અગત્યતા:: મગફળી છોડની ખાસ કરીને વેલડી પ્રકારની જાત જમીન પર પથરાઈ જતી હોઈ સુકા અને અર્ધ-સુકા વિસ્‍તારના ઢાળવાળા ખેતરોની જમીનનું ધોવાણ અટકાવે છે અને પાણીને વહી જતું રોકે છે. આ પાક વધારે વરસાદ કે વાવાઝોડામાં અન્‍ય પાકો માફક ઢળી પડતો નથી.
ઉંચી માત્રામાં (પ૦%) ખાદ્યતેલ ધરાવતો અગત્‍યનો પાક છે, જેમાંથી વનસ્‍પતિ ઘી બનાવી ઘી ની ગરજ પણ સારી શકાય છે. મગફળી તેલમાંથી બનતા વેજીટેબલ ઘી માંથી અનેક પ્રકારના ફરસાણ અને મીઠાઈઓ બને છે. મગફળી તેલ ઉત્તમ પ્રકારનું ખાદ્યતેલ હોવા ઉપરાંત, લાંબો સમય સંઘરી શકાય છે.
કઠોળ વર્ગનો પાક છે તેથી છોડની મૂળ ગંડીકાઓમાં રાઈઝોબીયમ બેકટેરીયાને લઈ હવાનો નાઈટ્રોજન ખેંચી તેને સિ્‍થર કરી પોતાનો વિકાસ કરે છે અને વધારાનો નાઈટ્રોજન જમીનમાં ઉમેરે છે તેથી જમીન ફળદ્રુપ બને છે.
છોડ નાનો હોઈ અન્‍ય બીજા કેટલાયે પાકો સાથે મિશ્ર પાક કે આંતર પાક તરીકે વાવી શકાય છે અને બે પાકોથી વધુ ઉત્પાદન લઈ શકાય છે તેમજ, મુખ્‍યત્‍વે વરસાદ આધારીત ચોમાસુ પાક હોઈ ખેતીનું જોખમ ઘટાડી શકાય છે. તુવેર, કપાસ, એરંડા, તલ વગેરે સાથે વાવી શકાય છે.
મગફળી ખોળ ઢોર અને મરઘા બતકા માટે શકિતવર્ધક અને રુચીવાળો પાચ્‍ય ખોરાક છે. ઉપરાંત સેન્‍દ્રીય ખાતર તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે
ઘાસચારો:
• ઘાસચારામાં જીંજવો ઘાસ, એન.બી-૨૧, સીઓ-૧, ૩, પૂસાજાયન્ટ, પીબીએન-૮૭ નેપીયાર ઘાસ વાવો.
• જુવાર સુકી ખેતીવાળાએ જી.એન.જે.-૧નું વાવેતર કરવું. વધુ વરસાદવાળા વિસ્તારમાં ગુ.જુવાર – ૪૨ તેમજ જી.એફ.એસ.-૪, જી.એફ.એસ.-૫ અને સી.એસ.વી.૨૧ એફ નું વાવેતર કરવું
• ઘાસચારાની મકાઈ માટે જાત ગંગા સફેદ-૨, ૫ ફાર્મ સમેરી ગુ. મકાઈ-૧, ૨, ૩, ૪ અને આફ્રિકન ટોલનું વાવેતર કરવું.
• ઘાસચારાની જુવાર માટે છાસટીપો, કે જીએફએસએચ-૧, ૪, ૫ પાયોનીય એક્સ-૯૮, એસ-૧૦૪૯નું વાવેતર કરવું.
• ઘાસચારા માટે ગંગા સફેદ -૨, ગંગા-૫, આફ્રિકન ટોલ, ગુજરાત મકાઈ -૧, ૨, ૩, ૪ વાવો.
• ઘાસચારા માટે જાયન્ટ બાજરી, રજકા બાજરી, એલ-૭૨,૭૪, ગુ.ધા.બાજરી-૧ વાવો.
• મારવેલ (જીંજવો) માટે ગુજરાત મારવેલ – ૧, મારવેલ – ૮, આઈજીએફઆરઆઈ- ૪૯૫-૧ વાવો.