♦ ઉનાળું મગફળીઃ
• યુનિવર્સિટીનું મગફળી અને સોયાબીનનું બિયારણ મેળવવા માટે વેબસાઈટ ુુ.દ્ઘટ્ઠે.ૈહ ઉપર છેલ્લી તા.૨૪/૦૪/૨૦૨૪ સુધીમાં ઓનલાઇન અરજી કરવી.
♦ ઉનાળું કઠોળ:
• મગના બિયારણના ઉત્પાદકોને સલાહ આપવામાં આવે છે કે, બિયારણ સંગ્રહ માટે કઠોળના ભોટવાના નિયંત્રણ માટે, શીંગો પાકવાની અવસ્થાએ ઇન્ડોકઝાકાર્બ ૧૪.૫ એસસી, ૦.૦૧૨ % (૮ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવાથી બે માસ સુધી આ જીવાતનો ઉપદ્રવ બિયારણના સ્ફુરણને આડઅસર થયા વગર અટકાવી શકાય છે.
• છોડમાં ફુલ આવવા અને શીંગોમાં દાણા ભરાવાની અવસ્થાએ આવે ત્યારે પૂર્તિ ખાતરનો બીજા હપ્તો હેકટર દીઠ ૩૦ કિલોગ્રામ નાઈટ્રોજન તત્વ એટલે કે ૬૬ કિલોગ્રામ યુરિયા અથવા ૧૫૦ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું.
• પાક તૈયાર થયે સમયસર કાપણી કરી લેવી.
• બાજરીના કુતુલ (તળછારા) રોગમાં રોગિષ્ટ છોડના ડૂંડા પર દાણાની જગ્યાએ નાના-નાના વાંકડીયા લીલા પાન જેવી ફૂટ નીકળે છે જેને લીધે ડૂંડાનો દેખાવ સાવરણી જેવો અથવા સાધુ – બાવાની દાઢી જેવો લાગે છે તેથી આ રોગને ઘણી વખત ખેડૂતો ‘બાવાનો રોગ’, ‘ડાકણની સાવરણી’, ‘જાગીડો’ કે ‘ખોડીયો’ જેવા નામે ઓળખે છે.
♦ શેરડીઃ
• શેરડીમાં ભીંગડાવાળી જીવાત અને ચીટકો જીવાતના નિયંત્રણ માટે પાળા ચડાવતી વખતે ઈમામેક્ટીનબેન્ઝોએટ ૫ ટકા જમીનમાં આપવું.
♦ જુવારઃ
• ઘાસચારાની જુવારની કાપણી ફૂલ આવતી વખતે કરવી.
•જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસ અને
પોટાશને લભ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરવા અનુક્રમે ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝીંગ બેકટરીયા અને પોટાશ સોલ્યુબિલાઇઝીંગ બેકટરીયાનો ઉપયોગ કરવો.
♦ શાકભાજીઃ
• શાકભાજી પાકોનું તંદુરસ્ત ઘરૂવાડિયુ.
• સારા નિતારવાળી, ફળદ્રુપ અને નીંદણ મુક્ત જમીન પસંદ કરવી.
• જમીનમાં રહેલ કોશેટા, જીવાણું, ફુગ, કૃમિ તેમજ નિંદામણના બીજનો નાશ કરવા માટે રાહ્નીંગ અથવા
સોઈલ સોલરાઈઝેશન કરવું.
• ૧૦ થી ૧૫ મીટર લાંબા, ૨ થી ૨.૫ મીટર પહોળા અને ૧૦ થી ૧૫ સે.મી. ઉંચા ગાદી કયારા બનાવવા,
♦ ૧ હેકટરની રોપણી માટે જરૂરી બિયારણઃ
• (૧) રીંગણ: ૨૫૭ થી ૩૦૦ ગ્રામ (૨) મરચી: ૨૫૦ ગ્રામ (૩) ટામેટી: ૨૦૦ થી ૨૫૦ ગ્રામ (૪) ડુંગળી: ૮ થી ૧૦ કિ.ગ્રા (૫) કોબીજ । ફૂલકોબી: ૩૦૦ થી ૪૦૦ ગ્રામ
• પારાયુક્ત દવા થાયરમ કે કેપ્ટાન ૩ ગ્રામ/ ૧ કિલો બીજ પ્રમાણે પટ આપવો.
• બીજની વાવણી પછી સુકું ઘાસ કે પાંદડા અથવા એગ્રીરોડ નેટનું આવરણ કરી ઝારાથી પાણી આપવું.
• ઘરૂના કોહવારા, જીવાણુથી થતો સુકારો તેમજ ચૂસિયાં પ્રકારની જીવાતો માટે ભલામણ મુજબ
દવાઓ છાંટવી.
• રીંગણના ઘરૂ ૩૦ થી ૩૫, ટામેટી ૨૦ થી ૨૫, મરચી ૩૫ થી ૪, કોબીજ(ફૂલકોબી ૨૦ થી ૩૦ અને ડુંગળી ૪૦ થી ૪૫ દિવસે ફેરરોપણી લાયક થઈ જાય છે.
• શાકભાજી ઉતરતા ન હોય તેવા પાકમાં મોલોમશી જાવા મળે તો મગફળી પાકમાં જણાવ્યા મુજબ દવા છાંટવી અને શાકભાજી ઉતરતા હોય તેવા પાકોમાં શાકભાજી ઉતારી લીધા બાદ ૧૦ લિટર પાણીમાં ક્લોરાનટ્રાનીલીપ્રોલ ૩-૪ મિ.લિ. દવાનો છંટકાવ કરવો.
• મરચીમાં કાલવર્ણના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૭૫ વેપા ૩૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા ૨૭ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂરીયાત મુજબ છંટકાવ કરવો.
♦ પાકની કટોકટી અવસ્થાઓઃ
જુવારઃ ઘુંટણની ઊંચાઈ, ધ્વજ પર્ણ, ફૂલ અવસ્થા
મકાઈઃ ચમરી અવસ્થા, દાણા ભરાવા
બાજરીઃ ફૂટ અવસ્થા, ધ્વજ પર્ણ, ફૂલ અવસ્થા
મગફળીઃ ડાળી પડવી, ફૂલ બેસવા, સુયા બેસવા, ડોડવા ભરાવા
તલઃ ફૂલ અવસ્થા, ઘેટામાં દાણા બેસવા
ડુંગળીઃ દડા ભરાવા, દડા વિકાસ, પાકતા પહેલા
♦ ડુંગળીઃ
• પાકેલા લોથા વાઢી લીધા પછી ખળામાં ૧૫ થી ૨૦ સેન્ટીમીટરના થર બનાવી સુકાવવા.
• બીજને ૭% ભેજ રહે તે રીતે સુકવણી કરવી કે જેથી સંગ્રહ દરમ્યાન બીજમાં ઉગવાની શÂક્ત અને જુસ્સો જળવાઈ રહે.
• બીજને હવાની અવરજવરવાળી અને ભેજરહિત ઠંડકવાળી જગ્યાએ સંગ્રહ કરવો.
• ડુંગળીના છોડની ટોચ નમી ન જાય ત્યાં સુધી એટલે કે, અપ્રિલ-મે માસ દરમિયાન ખેતરમાં જ રહેવા દેવામાં આવે છે. કાપણી સમયસર કરવી, મોડી કાપણી કરવાથી કાંદાની ગુણવત્તા બગડે છે.
♦ સંગ્રહ માટે ડુંગળીની પસંદગી ઃ
• ડુંગળીના કંદ વજનમાં ભારે તેમજ નકકર હોવા જોઈએ.
• બેતાળા કે મોગરાવાળા કંદ પસંદ ક૨વા નહીં.
• કાપણી સમયે ઈજા પામેલા, રોગિષ્ટ, અપરિપકવ તથા નાના કંદનો સંગ્રહ ન કરવો.
• કંદ તંતુ રહિત તથા માટી રહિત હોવા જોઈએ.
• કંદનું ઉપરનું પડ સંપૂર્ણ સુકાયેલ તેમજ ઢંકાયેલ હોવું જોઈએ.
• વધુ તીખાશવાળી અને માવાવાળી ડુંગળીનો સંગ્રહ લાંબા સમય માટે સારી રીતે થઈ શકે છે.
♦ બાગાયતી પાકોઃ
♦ આંબાઃ
• દ્યનિષ્ઠ વાવેતર પધ્ધતિ દરમ્યાન કેનોપી મેનેજમેન્ટ કરવાનું હોવાથી, ભેટ કલમની સરખામણીએ એપીકોટાઈલ (ચીપીયા કલમ) કે નૂતન કલમનો ઉપયોગ કરવો હિતાવહ છે.
• ઉનાળામાં ખાડા- ૧ ટ ૩ અંતર રાખવું, ચોમાસા અથવા ઉનાળા પહેલાં રેપણી કરવી, રોપણી બાદ ખામણા કરવા, ટેકા આપવા, ટપક પધ્ધતિ મુકવી, છોડને રક્ષણ આપવું.
♦ પપૈયાઃ
• નવું વાવેતર કરવા માટે એક એકરે ૧૦૦ ગ્રામ સારી જાતનું બીજ પસંદ કરી ધરૂવાડિયું તૈયાર કરવું.
• પપૈયાની સારી જાતો જેવી કે જીજેપી-૧, વોશિંગ્ટન, મધુબિંદુ, કોઇમ્બતુર, પૂસા-ડેલીસીયસ જેવી જાતો પસંદ કરવી.
♦ દાડમઃ
• જીવાતથી નુક્સાન પામેલ ફળોનો નાશ કરવો.
• ફળ કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૫૦ ઇ.સી. ૧૫ મિ.લિ. અથવા ક્વીનાલફોસ ૨૫ ઈ.સી. ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
♦ ચીકુઃ
• ૫ થી ૬ દિવસે નિયમિત પિયત આપવું. વધુ પડતી ગરમીથી ફુલ ખરી જતાં હોય તો પિયતનો ગાળો ઘટાડવો. કળી કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૫૦ ઇ.સી. ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• ચીકુ ઉષ્ણકટિબંધનો પાક છે. દરિયા કિનારાનું ગરમ અને ભેજવાળું હવામાન ખુબ માફક આવે છે.
• સારા નિતારવાળી ઉંડી ગોરાળુ, બેસર કે મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ છે. નદી કે દરિયા કિનારાની ઉંડી કાંપાળ જમીન ચીકુના ઝાડ માટે ઉત્તમ છે.
♦ વ્યાપારીક જાતો: કાલી પત્તી, પીળી પત્તી, ક્રિકેટ બોલ, પી.કે.એમ.-૧
♦ વર્ધન: ભેટ કલમ અથવા નૂતન કલમ પધ્ધતિ ધ્વારા
♦ રોપણીઃ ૧૦ ટ ૧૦ મીટરના અંતરે માર્ચ-એપ્રિલ માસમાં ૧ ટ ૧ ટ ૧ મીટરના ખાડા બનાવી મે-જૂન માસમાં
ખાડા દીઠ પ કિલો છાણિયું ખાતર, ર૦૦ ગ્રામ ડી.એ.પી. અને પ૦ ગ્રામ ઉધઈ નાશક ર ટકા પેરાથીયોન પાઉડર નાખી ઓગષ્ટમાં કલમો રોપવી.