મગફળી પાકમાં મોલો-મશી, લીલી પોપટી તેમજ થ્રીપ્સના જીવાતના અસરકારક અને અર્થક્ષામ નિયંત્રણ નીચેની કોઈ એક દવાનો છંટકાવ કરવો
• ઈમીડાકલોપ્રીડ ૬૦૦ એફએસ ૩ ગ્રામ/ કિલો બીજ અથવા
• થાયોમેથોક્ષામ ૭૦ ડબલ્યુ એસ ૧ ગ્રામ/ કિલો બીજ પ્રમાણે બીજ માવજત
• ડાયમિથોએટ ૩૦ ઈસી ર મિલી પ્રતિ લીટર અથવા
• પ્રોફેનોફોસ ૪૦ ટકા સાયપરમેથ્રીન ૪ ટકા ૦.૦૪૪ ટકા (પોલીટ્રીન-૧૦ મિ.લી/૧૦ લી.) અથવા
• થાયોમિથોક્ષામ રપ ડબલ્યુ જી ૦.૦૦૬ ટકા (ર.૪ મિ.લી/૧૦ લી.) અથવા
• ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસ એલ ૦.૦૦પ ટકા (ર.૮ મિ.લી/૧૦ લી.) અથવા
• મિથાઈલ- ઓ- ડિમેટોન રપ ઇસી ૦.૦રપ ટકા (૧૦ મિ.લી/૧૦ લી.)
• પાણીમાં ભેળવી વાવેતર પછી ૧પ અને ૩૦ દિવસના અંતરે બે છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. મગફળીના છોડ લોહ તત્વની ઉણપને લીધે પીળા પડી જતા હોય તો ૧૦ લીટર પાણીમાં ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકસી) અને ૧૦ ગ્રામ લીંબુના ફૂલ દ્રાવણ નો છંટકાવ કરવો
• મગફળીના થડ અને ડોડવાના સડાનાં અસરકારક નિયંત્રણ માટે ને ૧૨૫ કી.ગ્રા.દિવેલીના ખોળમાં ભેળવી વાવેતર સમયે ચાસમાં આપવું અને તેટલો જ જથ્થો વાવેતરના એક મહિના પછી થડની પાસે વેરીને આપવો.
લશ્કરી ઈયળ (પ્રોડેનીયા): મિથોમાઈલ ૦.૦પ% (૧ર.પ ગ્રામ) અથવા કલોરપાયરીફોસ ૦.૦પ% (રપ મિ.લિ. ) અથવા ડાયકલોરવોશ ૦.૦પ%
(પ મિ.લિ.) અથવા કવીનાલફોસ ૦.૦પ% (ર૦ મિ.લિ. )અથવા એન્ડોસલ્ફાન ૦.૦૭% (ર૦ મિ.લિ.), ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા મિથાઈલ પેરાથીઓન ર ટકા ભૂકી હેકટરે રપ કિલો પ્રમાણે છાંટવી. પુખ્ત ઉંમરની ઈયળ દિવસ દરમ્યાન જમીનમાં સંતાયને રહેતી હોય, તેના નિયંત્રણ માટે ૧૦ કિલો ઘંઉ કે ચોખાના ભુસા સાથ કલોરપાયરીફોસ ર૦ ટકા ઈસી પ૦૦ મિ.લિ. દવા અથવા રપ૦ ગ્રામ મિથોમાઈલ અથવા પ૦૦ ગ્રામ કાર્બાંરીલ અને ર કિલો ગોળની રબડી ભેળવી ઝેરી પ્રલોભીકા બનાવી છોડના થડ પાસે છાંટવી.
કપાસ:
• ગુલાબી ઈયળનાં નિયંત્રણ માટે કપાસ જ્યારે ૨૫-૩૦ દિવસનો થાય ત્યારે પ્રથમ ડોઝ કેમિકલ દવા ને બદલે જૈવિક દવા જેવીકે બીવેરીયા બાઝીયાના ૧૦૦ગ્રામ /પંપ અથવા એક્ઝામેક્ટીન ૧૫૦૦ પીપીએમ ૬૦ મિલિ/પંપ નાખી છંટકાવ કરવો
• પાક ૨૦-૨૫ દિવસનો થાય ત્યારે એન્ટોમોપેથોઝીનીક નેમેટોડ (EPN) એકર દીઠ ૧ાખ્ત નું પંપ માં નાખી ડ્રેન્સિંગ કરવાથી ગુલાબી સિવાય અન્ય ઈયળ નો પણ નાશ થાય છે
• થ્રીપ્સ, સફેદમાંખી, તડતડીયાનાં નિયંત્રણ માટે મોજણી અને નિગાહ કરતા આ જીવાતોનુ પ્રમાણ વધારે જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા બ્યુવેરીયાબાસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફુગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. અથવા
• સફેદમાખી અને થ્રીપ્સનો ઉપદ્રવ વધારે જણાય તો એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ટ્રાઈઝોફોસ ૪૦ ઈસી ૨૫ મિલી અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિલી પ્રતિ ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો
• તીતીઘોડોનાં નિયંત્રણ માટે સાયપરમેથીન ૧૦ ટકા શેઠા પાળા પર છંટકાવ કરવો અથવા ક્લોરપાઈરીફોસ ૪ લીટર રેતી સાથે મિશ્રણ કરી એક હેક્ટરમાં ઉભા પાકમાં પૂંકી દેવું.
મગફળી:કપાસના પાકમાંથી રસ ચૂસીને નુકશાન કરતી જીવાતો:
આ ચુસીયા પ્રકારની જીવાતો પાનની નીચેની સપાટીએ રહીને પાનમાંથી રસ ચૂસીને નભે છે. પરિણામે છોડની વૃધ્ધિ પર અસર થાય છે અને ફૂલ, કળી અને જીંડવા પૂરતા પ્રમાણમાં બેસતા નથી, પરિણામે ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
બાજરીઃ • બાજરામાં ૮૦-૪૦-૦ ના.ફો.પો. તથા ઝીંક સલ્ફેટ અને ફેરસ સલ્ફેટ ૨૦ કિલો/હે. આપવું.
• બિયારણનો દર ૫ કિ.ગ્રા. / હે પ્રમાણે રાખવો. પારવણી કરાવી અને ખલા પુરાવા.
અડદઃ
• ચણા-મગ તથા અન્ય પાકમાં મૂળખાઈ – સુકારા માટે ટ્રાઈકોર્ડમાં વીરીડી અથવા ટ્રાઈકોર્ડમાં હરજીયાનમ નો ઉપયોગ કરો
ભૂકીછારો:
• કોઈપણ પાકમાં આ રોગમાં પાનની સપાટી પર સફેદ પાવડર છાંટયો હોય તેમ અનિયમિત આકારના ધબ્બા જોવા મળે છે. ભૂકીછારા રોગના ચિહનો જોવા મળે કે તુરત જ વેટેબલ સલ્ફર પ૦ ટકા (૩૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા ડીનોકેપ ૪૮ ઈ.સી. (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા ટાઈડેમોર્ફ ૮૦ ઈ.સી. (પ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા કાર્બેન્ડીઝમ પ૦ ટકા વેટેબલ પાવડર (પ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા હેકઝાકોનાઝોલ પ ઈ.સી. (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી)નો જરૂર મુજબ છંટકાવ કરવો.
શાકભાજી:ગીર સાવજ એમ.ડી.પી. (રીંગણની ડુંખ અને ફળ કોરી ખાના૨ ઇયળ) (રૂ. ૧૦૦૦/- પ્રતિ ૧૦૦ ગ્રામ ટ્યુબ) ગી૨ સાવજ એમ.ડી.પી. પેસ્ટ ઉપ ગ્રામ પ્રતિ વીઘા (એકસરખા ૧૬) ટપકા) અથવા ૪૦૦ ગ્રામ પ્રતિ હેક્ટ૨ મુજબ (એકસ૨ખા ૧૦૦૦ ટપકા) છોડના ઉ૫૨ના ભાગથી નીચે બે ડાળીની વચ્ચે ચણાની દાળ જેવડા ટપકા મુકવા. આ પેસ્ટનો ઉપયોગ કપાસની સીઝન દ૨મ્યાન ફૂલ અવસ્થાથી ૪૦ દિવસના અંતરે ત્રણ વા૨ ક૨વો
બાગાયતઃ કેળઃ
• ભલામણજાતોઃ ગ્રાન્ડ નાઈન, બરસાઈ, શ્રોમંતિ, લોખંડી, રોબસ્ટા વગેરે અને વાવેતર સમયઃ ૧૫ જુન થી ૧૫ ઓગસ્ટ
• અંતરઃ ૧.૮*૧.૮ મી. અથવા ૧*૧.૨*૨.૦મિ.ના જોડિયા હારમાં કેળ સાથે હળદર તેમજ શાકભાજીના આંતરપાક તરીકે લઇ શકાય
• કેળની નેઇન જાત માટે ૩૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૪ કિલો વર્મીકમ્પોસ્ટ, એક સરખા ચાર હપ્તે આપવું. ઉપરાંત ૯૦ ગ્રામ ફોસ્ફરસ અને ૨૦૦ ગ્રામ ફેર રોપણીના ત્રીજા મહિને આપવું.
• ફળ પાકો ઉમર માંનાના હોયત્યારે ખરીફ તેમજરવી ઋતુ શાકભાજી જેવા આંતર પાકો લઈ વધારાની આવક મેળવવી.
જામફળ:
• જામફળનાં ઝાડ દીઠ ૩૭૫-૧૮૮-૧૮૮ ગ્રામ એન.પી.કે. દ્રાવ્ય ખાતર ચાર સરખા હપ્તામાં આપવું.
આંબાઃ આંબાની ડાળીઓના રોગ:
કાળી ડાળીનો રોગ / શ્યામ પ્રકાંડ:
• ફૂગથી થતો આ રોગ શરૂઆતમાં કુમળી ડાળીઓ પર અને ત્યારબાદ પરીપકવ ડાળી પર જોવા મળે છે. શરૂઆતમાં ડાળીની ફરતે સફેદ ફૂગનું આવરણ જોવા મળે છે જે સમય જતાં સંપૂર્ણ કાળો રંગ ધારણ કરે છે. ડાળીઓના જોડાણના ભાગે વધુ સ્પષ્ટ રીતે આ ચિહ્નો જોવા મળે છે. પાનની નીચેની બાજુએ મધ્ય શિરા પર પણ આ રોગ જોવા મળે છે. રોગની વધુ તીવ્રતાથી ઝાડની કુમળી ડાળીઓ સુકાઈ જાય છે. જાડી ડાળીઓ ઉપર આવું કાળું આવરણ આખું વર્ષ્ા જોવા મળે છે. ધનિષ્ઠ રોપણી પધ્ધતિથી કરવામાં આવેલ આંબાવાડિયામાં સૂર્યપ્રકાશ ઓછો મળતો હોય તેવા ઝાડમાં, લંગડા જેવા ઘટાદાર ઝાડમાં, નિચાણવાળા નદીકાંઠાના વિસ્તારની વાડીઓમાં રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. ચોમાસામાં જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમ્યાન આ રોગનો ફેલાવો ઝડપથી થાય છે.
નિયંત્રણ:આબાંના થડ અને ડાળીઓ ઉપરનાં કાળા ટપકાંઓ કાથી વડે ઘસી નાખીને બોર્ડો પેસ્ટ (૧ કિ.ગ્રા. મોરથુથુ + ૧ કિ.ગ્રા. કળી ચૂનો + ૧૦ લિટર પાણી ) અથવા બોર્ડો મિશ્રણ ૧% (મોરથુથુ ૧૦૦ ગ્રામ + કળી ચૂનો ૧૦૦ ગ્રામ + ૧૦ લિટર પાણી નો છંટકાવ કરવો.
• કોપર ઓકઝીકલોરાઈડ પ૦% વે.પા. (૪૦ ગ્રામ / ૧૦ લિટર પાણી ) અથવા કાર્બેન્ડેઝીમ પ૦% વે.પા. (૩૦ ગ્રામ / ૧૦ લિટર પાણી ) નો છંટકવા કરવો.આબામાં નવીનીકરણ અપનાવો તેમાં જુના આંબાની તેની ડાળીઓ દુર કરો.૩ વર્ષમાં કોમર્શિયલ ઉત્પાદન આપતો થશે.
કેળ – પૈપૈયા:
• કેળ-પૈપૈયાની એકાંતરે હાર રોપણી પધ્ધતિ થી વાવેતર કરો.
પપૈયાઃ • પપૈયામાં ૬ કિલો છાણીયું ખાતર, ૧૫૦ ગ્રામ નાઈટ્રોજન, ૨૦૦ ગ્રામ ફોસ્ફરસ અને ૨૫૦ ગ્રામ પોટાશ છોડ દિઠ રોપણી બાદ બીજા, ત્રીજા અને ચોથા મહિનો એક સરખા હપ્તામાં આપવું.
શક્ય હોય તો જમીનમાં હ્યુમિક એસિડ, સામુદ્રિક સેવાળ અને નીમ ના ગુણો થી ભરપુર (દાણાદાર).
ઓર્ગેનિક દવાનો ઉપાયો કરવો જોઈએ તે * ૧૦૦% ઓર્ગેનિક * ૧૦૦% વોટર સોલ્યુબલ * જમીનનાં સ્વાસ્થ્યમાં સુધારે કરે છે * મૂળના વિકાસમાં મદદરૂપ * પ્રાકૃતિક વૃધ્ધિ અને હોર્મોન્સને પ્રોત્સાહન આપે છે * તાણ (જીંિીજજ) સામે રક્ષણ આપે છે જમીન કરે જીવંત, પાક ને આપે પ્રાકૃતિક વિકાસ અને રક્ષક શક્તિ. જમીનમાં રહેલા જીવાણુઓને પોષણ આપે છે પાણીની ધારણ ક્ષમતા વધારે છે. તત્કાલ દ્રાવ્ય થતું નથી, પાણી આપ્યા બાદ ધીમે ધીમે ભળે છે. બધા પ્રકારના પાકો માટે યોગ્ય તેમાં અલવેરી-જી કે તેના જેવી કોઈ પણ નો ઉપયોગ કરી શકો શરૂઆતમાં નાના પાયા ઉપર લઇ પરિણામ મળે તો વધુ ઉપયોગ કરી શકાય.
પશુપાલનઃ
• મે માસમાં બાકી રહેલ જાનવરોમાં ગળસુંઢા તથા ગાંઠીયા તાવનું રસીકરણ કરાવી લેવું.
• ખરવા – મોવાસાની દર છ માસે આપવાની થતી રસી અપાવવી.
• જાનવરોને હવા ઉજાસવાળા ઠંડા શેડમાં રાખવા. જેથી ગરમીના સમયે આરામદમયક રોગ માટેની વધારાની રસી મુકાવવી.
પશુપાલનમાં ચાફ કટરની અગત્યતાઃ
• પશુઓના નિભાવ માટે આપણે ત્યાં ખેતીની આડ પેદાશો જેવી કે, બાજરી, જુવાર, ડાંગર મકાઈના પૂળા તેમજ ઘઉંનું ભૂસુ, મગફળી તથા ચણા જેવા કઠોળ પાકોનું ગોતર વગેરેનો ઉપયોગ થાય છે.
• ઉનાળાની ઋતુમાં લીલા ચારાની ઘણી અછત હોય છે. તે ઉપરાંત સુકા ચારાના ભાવ પણ આસામને પહોંચે છે.
• આવી પરિસ્થિતીમાં પશુઓ દ્વારા થતો ચારાનો બગાડ આપણને પરવડે તેમ નથી.
• ઉપરોક્ત મસ્યાઓના ઉકેલ માટે આર્થિક રીતે પરવડે એવી અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી સરળ ભૌતિક પધ્દતી ચાફ કટર છે.
• ચાફ કટર અપનાવવાથી પશુ ઉત્પાદન, નિભાવ તેમજ ઉછેર સરળ બની શકે છેઅને ખર્ચમાં પણ ૨૫ – ૩૦ ટકા જેટલો ઘટાડો થાય છે.













































