આપણે જાણીએ છીએ કે આ વખતે ચોમાસુ વહેલા આવવાની શક્યતા પૂરેપૂરી છે આ વખતે જૂનના પહેલા વીકમાં વરસાદ આવવાની શક્યતા રહે છે તો એ પ્રમાણે વાવેતર કરવું જોઈએ અને એમાં પણ ખાસ કરીને જોઈએ તો ટૂંકા ગાળાના પાકો બને ત્યાં સુધી ૧૫ જૂન પહેલા ટૂંકા ગાળાના પાકો વાવવા જોઈએ નહીં અત્યારે એક જૂન થી ૧૫ જૂન ની વચ્ચે ખાસ કરીને આપણે મગફળી, કપાસ આ પાકોનું વાવેતર કરવું જોઈએ બીજું અત્યારે માવઠાને કારણે ઘણા ખેડૂતોએ વાવેતર કરી દીધું છે પણ આ વાવેતર હજુ વહેલા થશે.
કપાસ:
• ચોમાસાની અનીશ્રિતતા અને રોગ જીવાતના વધુ ઉપદ્રવને કારણે પાક નિષ્ફળ જાય તેવા સંજોગોમાં કપાસ આધારિત પાક પધ્ધતિઓ જેવી કે આંતરપાક પદ્ધતિ ખેડૂતો અપનાવવી જોઈએ.
• સામાન્ય રીતે વાવણીલાયક વરસાદ થયેથી જુન મહિનાના બીજા અઠવાડીયાથી જુલાઈના પ્રથમ અઠવાડીયા સુધીમાં કપાસનું વાવેતર કરી શકાય. તેનાથી વહેલું વાવેતર કરવાથી કપાસમાં જીંડવાની ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધે છે, તેથી કપાસનું ઉત્પાદન ઘટે છે.
• કપાસની તમારા વિસ્તાર માટે પ્રચલિત જાતનું વાવેતર કરવું.
• કપાસના બિજને વાવતા પહેલા પેકેટ દીઠ ૪૦ ગ્રામ એઝેટોબેકટર અને ૪૦ ગ્રામ ફોસ્ફરસ સોલ્યુલીલઈઝિંગ બેકટેરીયા
• (પી.એસ.બી) કલ્ચરનો પટ્ટ આપી ૩૦ મીનીટ સુધી છાયડામાં સુકવીને વાવણી કરો.
• એરડીયા ખોળનો ઉપયોગ કરવો.
• હેક્ટર દીઠ રાસાયણિક ખાતર ૧૮૦ – ૩૭.૫૦ – ૧૧૨.૫૦ કિલો એન.પી.કે. આપવું. ઉપરાંત ઝીંક સલ્ફેટ આપવું જોઈએ
• ભાષ્મિક અને ખારી ભાષ્મિક જમીનમાં કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ અને ડીએપી ખાતર આપવાથી ફાયદો થાય છે.
• માઇક્રોરાઇઝાનો ઉપયોગ કરો
સોયાબીન:
• બિયારણનો દર ૫૦ થી ૬૦ કિલો હેક્ટર દીઠ રાખવો
•ઓછા વરસાદવાળા વિસ્તારમાટે સોયાબીન-૧,૨,૩ નું વાવેતર કરવું.
• સોયાબીન – જીએસ-૪, એન.આર.સી.-૩૭, અહલ્યા-૪, ગુ.સો.-૧, જીજેએસ-૩ દ.ગુ. માટે ગુ.સો- ૨,૩ કે ડીએસ-૩૪૪નું વાવેતર કરો.
• હેક્ટર દીઠ રાસાયણિક ખાતર ૩૦ -૬૦ – ૨૦ કિલો એન.પી.. કે. આપવું.
• વધુ ઉત્પાદન મેળવવા માટે ૨૫ કિ.ગ્રા. બિયારણ દીઠ ૨૫૦ ગ્રામ રાઈઝોબિયમ કલ્ચરની માવજત આપવી જરૂરી છે.
• સોયાબીન-દિવેલા રીલે પાક પધ્ધતિ અપનાવી જોખમ ધટાડો.
બાજરી:
• ચોમાસુઃ મોડી પાકતીઃ જીએચબી-પપ૮, ૭૩ર
• મધ્યમ પાકતીઃ જીએચબી-૭૪૪, ૯૦પ
• વહેલી પાકતીઃ જીએચબી-પ૩૮, ૭૧૯
• જસતની ઉણપવાળી જમીનમાં વાવણી સમયે ર૦ કિ.ગ્રા. ઝીંક સલ્ફેટ પ્રતિ હે. આપવા ભલામણ કરવામાં આવે છે.
• લોહ અને જસતની ઉણપ ધરાવતી જમીનમાં પાયાના ખાતર સાથે ૧પ કિ.ગ્રા. ફેરસ સલ્ફેટ પ્રતિ હેકટરે આપવં. અથવા ગર્વરમેન્ટ નોટીફાઈટ ગ્રેડ-૪ ના ૧% નાં દ્બાવણને વાવણી પછી ર૦,૩૦ અને ૪૦ દિવસે છંટકાવ કરવો.
શાકભાજી: • આનંદ દુધી -૧, પૂસા સંકર-૩, પંજાબ ગોળ, અર્કા બહાર, પૂસા નવીનમાંથી કોઈ એક દુધીની જાતનું વાવેતર કરવું.
• ગુજરાત ભીંડો – ૬, ગુજરાત સંકર ભીંડો – ૨, ગુજરાત જૂનાગઢ ભીંડો-૩ અને ૪ નું વાવેતર કરવું. ચોમાસુ ભીંડાનાં પાકમાં રાસાયણિક ખાતર ૭૫-૨૫-૨૫ એન.પી.કે. આપવું.
• જી-ટી-૯ અન્ય માટે ગુ.ટમેટી-૧,૨,એમએચ-૬,એનએ-૫૦૧,૬૦૧,જૂનાગઢ ટમેટા -૩,આણદ ટમેટા- ૩ અને ૪. પૂસા ગૌરવ, પૂસા રૂબી,પૂસા હાઈબ્રીડ–૨ તથા ૪ વગેરે ટામેટાની જાતોનું વાવેતર કરવું. . એક હેક્ટર વાવેતર માટે ૧૫૦ ચો.મી.ઘરુવાડિયાની જરૂર પડે છે તેમાં હાઈબ્રીડ જાત માટે ૧૫૦ થી ૨૦૦ ગ્રામ તેમજ અન્ય જાત માટે ૩૦૦ થી ૩૫૦ ગ્રામ બીજ્ની જરૂર પડે છે. રાસાયણિક ખાતર ૭૫-૩૭.૫-૬૨.૫ એન.પી.કે. આપવું.
• સુરણઃ જી એ એફ વાય-૧ (સ્વાગત) નું વાવેતર કરો
બાગાયત:
આંબામાં ચીપિયા કલમ અથવા નુતન કલમનો ઉપયોગ કરો:
• રોપણી વખતે આ કલમો ફક્ત એક ડાળીવાળી હોવાથી રોપ્યા પછી ઈચ્છિત ઉંચાઈએથી કેળવણી અને છટણી કરી કેનોપી મેનેજમેન્ટ કરી શકાય છે.
• રોપણી વખતે કલમો એકસરખી ઉંચાઈની હોવાથી વાડી એકસરખી બને છે જે ઘનિષ્ઠ વાવેતર માટે અગત્યનું પરિબળ છે.
• ભેટ કલમ કરતા કિમત લગભગ અડધી કે તેથી ઓછી અને ઘનિષ્ઠ વાવેતરમાં એકમ વિસ્તાર દીઠ વધુ કલમો આવતી હોવાથી કલમ રોપણીનો ખર્ચ ઘણો ધટે છે.
• કલમ કતરી વખતે મુલકાંડને ઓછું નુકસાન થાય છે. આ કારણથી રેતાળ,ડુંગરાળ જેવા વિસ્તાર કે પછી જ્યાં ખુબ પવન આવતો હોય તેવા વિસ્તારમાં આ કલમોની રોપણી કરવાથી ધોરી મૂળ જમીનમાં નીચે ઉતરી કલમને પકડી રાખે છે. અને ઝાડ ઢળી પડતા નથી.
• આંબામાંથી ફળ ઉતારી લીધા બાદ ઝાડ ઉપર યુરિયા ૨% ના છંટકાવ કરવો, સુકી ડાળીઓ માલ ફોરમેશન વગેરે કાપીને નાશ કરવો.
• આંબામાં છટણી કરવાનો સમય ફળ ઉતાર્યા બાદ તુરંતનો સારો ગણાય છે. પરંતુ ચોમાસાની ઋતુ અને ઝાડના વિકાસને ધ્યાનમાં રાખી ઓક્ટોબર-નવેમ્બર માસમાં ત્રણથી ચાર મીટરની ઉંચાઇએ છત્રી આકારે હેડીંગબેક પધ્ધતિથી છટણી કરવી.
• જામફળ: લખનૌ -૪૯ (સરદાર) જાતનું વાવેતર કરવું.
• ચીકુ: કાળીપતી,પીળીપતી તેમજ પીકેએસ-૩,૫ નું વાવેતર કરવું.
• પ્રથમ વર્ષે વાવેતર કરેલ ચીકુના ઝાડ દીઠ ૫ કિ.ગ્રા. છાણિયું ખાતર જૂન માસમાં અને પૂર્તિખાતર તરીકે ૧૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૫૦ ગ્રામ ફોસ્ફરસ અને ૫૦ ગ્રામ પોટાશ બે સરખા હપ્તામાં જૂન અને ઓકટોબર માસમાં આ૫વું.
• ચીકુ ફળોને ઉતાર્યા બાદ ૧૫૦ પી.પી.એમ. જીબ્રેલીક એસિડના દ્રાવણમાં ૮ થી ૧૦ મિનિટ બોળ્યા બાદ કાગળના બોક્ષમાં ભરવાથી તેની ટકાઉશકિત વધે છે.
• લીબુંનાં પાનની કાળી માખીના નિયંત્રણ માટે ઈમિડાકલોપ્રિડ ૪ મિલિ/ ૧૦ લિટર પાણીમાં નાખી જીવાતનો ઉપદ્રવ ચાલુ થાય ત્યાર પછી ૧૫ દિવસ પછી છંટકાવ કરવો.
• કેળ માટે ગ્રાન્ટનૈન જાતનું વાવેતર કરવું. કેળના રોપા તૌયાર કરવા માટે મેક્રો પ્રોપોગેશન પધ્ધતિનો ઉપયોગ કરવો.
• દાડમ: ધોળકા, ભાવનગરી,જી-૧૩૭,ભગવો જાતનું વાવેતર કરવું.
• બોર: ગોલાં તથા સુરતીકાઠા જાતનું વાવેતર કરવું.
• ગુલછડી સિંગલ જાતના ફૂલ સફેદ રંગના, પાંદડાઓની એક હારવાળા હોય છે. બીજી જાતની સરખામણીમાં ફૂલમાં સુગંધનું પ્રમાણ વિશેષ હોય છે. જેમાં પ્રજવલ, શૃંગાર, ફુલે રજની, અર્કા નિરંતરા, હૈદરાબાદ સિંગલ વગેરે મુખ્ય જાતો છે.
સજીવ ખેતીમાં પોષણ વ્યવસ્થા:
• સજીવ ખેતીમાં જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા ટકાવી રાખવા માટે જમીન ભુખી ન રહેવી જોઈએ. પુરા વૈજ્ઞાનિક અભિગમથી વિવિધ સેન્દ્રીય ખાતરો ખેતરમાં આપવા જોઈએ. તે માટે ગળતીયું છાણીયું ખાતર, કેમ્પોષ્ટ, અળસિયાનું ખાતર, મરઘાં-મતકાંની ચરક, વિવિધ પ્રકારના ખોળ, રોક ફોસ્ફેટ, લીલો પડવાશ, પાક અવશેષોને જમીનમાં દાટીને, પાક અવશેષોનું આવરણ તરીકે ઉપયોગ કરીને, એઝોલા, વિવિધ જૈવિક ખાતરો, ગોબરગેસ પ્લાન્ટની રબડી વગેરેનો ઉપયોગ કરવો અને વધારેમાં વધારે કાર્યક્ષામતાથી પોષક તત્વોનો ઉપયોગ થાય તેનું વૈજ્ઞાનિક રીતે આયોજન કરી ધ્યાન રાખવું જોઈએ.
ઘાસચારોઃ
• અંજાન ઘાંસજાતોમાંગુજરાત આણંદ અંજાન ઘાસ-૧, પુસા યલો અંજાન, સીએઝેડઆરઆઈ-૭૫ (મારવાડ અંજાન), સીએઝેડઆરઆઈ-૭૬ (મારવાડ અંજાન), આઈજીએફઆરઆઈ-૩૧૦૮વરસાદ આધારિત પ્રથમ કા૫ણી વાવણી ૫છી ચાર મહિને લેવી. બે થી ત્રણ કા૫ણી આખા વર્ષ દરમ્યાન લઈ શકાય છે. પિયત છ થી સાત કા૫ણી લઈ શકાય છે.
આટલું અવશ્ય કરો.
રાસાયણીક ખાતરનો સમજ્ણ પુર્વક ઉપયોગ કરવો
• જમીનની તૈયારી કરતી વખતે સારું કહોવાયેલું છાંણીયુ ખાતર અને વર્મીકમ્પોસ્ટનો ઉપયોગ કરીયેતો જીવાતોનો ઉપદ્રવ ઓછો રહે
છે. મહુવા, લીંબોડી અને દિવેલીના ખોળનો ઉપયોગ કરવાથી જીવાતો કાબુમાં રહે છે અને રાસાયણીક ખાતરોનો ઉપયોગ ભલામણ મુજબ કરવો જોઇએ.
• કપાસનાપાકમાં નાઇટ્રોજનયુક્ત ખાતરોનો નિયંત્રિત ઉપયોગ કરવાથી મોલો , તડતડીયા અને સફેદ માખીનો ઉપદ્રવ ઘટે
• શેરડીના પાકમાં નાઇટ્રોજનયુક્ત ખાતરનું નિયમન કરવાથી સફેદમાખીનું નિયંત્રણ થાય છે.
• ડાંગરના પાકમાં સુપરફોસ્ફેટ આપવાથી મૂળના ચાંચવાનો ઉપદ્રવ ઘટે છે.
• રીંગણ પાકમાં વધુ નાઇટ્રોજન યુક્ત રાસાયણીક ખાતર વાપરવાથી પાન કથીરીનો ઊપદ્રવ વધે છે.
• ડાંગર પાકમાં વધુ નાઇટ્રોજન યુક્ત રાસાયણીક ખાતર વાપરવાથી ભુરાં ચુસીયાનો ઊપદ્રવ વધે છે.
• ખરીફ સીઝનની શરૂઆત થતાં પહેલાં આપણા વિસ્તાર, જમીન અને વાતાવરણને અનુકુળ પાક પસંદગી કરવી.
• બિયારણને વાવેતર પહેલા ફૂગનાશક દવાનો પટ આપવો.
• ભાસ્મિકતાવાળા પાણીમાં પિયત હેઠળની જમીનમાં જીપ્સમ ઉમેરવું તેમજ સેન્દ્રીય ખાતર આપવું.
• જમીનનું ધોવાણ અટકાવવા ઢાળની વિરુધ્ધ દિશામાં ખેડ તેમજ પાકનું વાવેતર કરો.
પાકમાં રાસાયણિક ખાતરનો જથ્થો નીચેની બાબતો ઉપર આધાર રાખે છે.
• ૧) પાક અને તેની જાતઃ પોષક તત્વોની જરૂરિયાતનો મોટો આધાર પાક અને તેની જાત ઉપર રહે છે. કઠોળ વર્ગના પાકોમાં નાઈટ્રોજનની જરૂરિયાત ઓછી અને ફોસ્ફરસની જરૂરિયાત વધુ હોય છે. જયારે ધાન્ય વર્ગના પાકોમાં નાઈટ્રોનની જરૂરિયાત વધુ હોય છે. લાંબા ગાળાના અખતરીઓના પરિણામો ઉપરથી એ સ્પષ્ટ થયું છે કે કપાસમાં ફોસ્ફરસની જરૂરિયાત અન્ય પોષક તત્વો અને પાકોની તુલનાએ ઘણી ઓછી છે. આવુ જાત બાબતમાં પણ છે. કપાસની સંકર જાતોની નાઈટ્રોજનની જરૂરિયાત દેશી જાતો કરતાં ઘણી વધારે છે. જયારે બી.ટી. જાતોની નાઈટ્રોજનની માંગ સંકર જાતો કરતાં પણ વધારે છે. તેજ રીતે મકાઈની સંકર જાતો માટે ૧૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજનની છે. જયારે સ્થાનિક જાતો માટે ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પૂરતો છે.
• સામાન્ય રીતે ટુંકા ગાળે પાકતાં પાકો માટે ખાતરનો ઓછો જથ્થો જોઈએ, જયારે લાંબા ગાળે પાકતાં પાકો માટે ખાતરનો વધુ જથ્થો જોઈએ. દા.ત. ડાંગરની વહેલી, મધ્યમ મોડી અને મોડી પાકતી જાતો માટે અનુક્રમે ૮૦, ૧૦૦ અને ૧ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજનની ભલામણ કરવામાં આવે છે.
• ર) જમીનમાં લભ્ય પોષકતત્વોનું પ્રમાણઃ જમીનમાં રાસાયણિક પૃથ્થકરણના આધારે જમીનમાં લભ્ય પોષક તત્વોનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે. જે તે જમીનમાં પોષક તત્વોની લભ્યતા ઓછી, મધ્યમ કે વધારે નકકી કર્યા બાદ જ ખૂટતાં પોષક તત્વોનો જથ્થો અનુકૂળ સ્ત્રોતથી આપવાનો થાય. જમીનમાં પોષક તત્વોની લભ્યતા જમીનમાં ભેજનું પ્રમાણ, જમીનનો અમ્લતા આંક અને જમીનમાં ક્ષારનું પ્રમાણ પર આધારીત છે.
• ૩) આગલા-પાછલા/આંતરપાકની પસંદગીઃ જો આગલા કે આંતરપાક તરીકે કઠોળ વર્ગના પાકની પસંદગી કરી હોય તો નાઈટ્રોજનયુકત ખાતરો ઓછા પ્રમાણમાં જોઈશે, પરંતુ અગાઉ જુવાર, મકાઈ કે ઘાસચારા જેવા પાકની પસંદગી કરેલ હોય તો તે પછીના પાકમાં ખાતરનું પ્રમાણ વધારે રાખવું પડે.
• ૪) પોષકતત્વોના પ્રકારઃ સામાન્ય રીતે મુખ્ય પોષક તત્વોનો જથ્થો વધારે અને સુક્ષમ તત્વોનો જથ્થો ઘણો ઓછો હોય છે. જમીન ચકાસણી અહેવાલના આધારે ખુટતાં પોષક તત્વો આપવા જોઈએ.