જે વિસ્તારમાં ભારે વરસાદ થયો છે તેના લીધે પાકમાં થયેલ નુકસાન

• જમીનના ઉ૫રના ૫ડ સાથે સેન્‍દ્રીય ૫દાર્થ તેમજ પોષક તત્‍વોનું ૫ણ ધોવાણ થાય. ધોવાણના કાં૫થી જળાશયોની ક્ષમતા ઘટે. જળાશયોમાં રાસાયણિક ખાતરો અને દવાઓ ભળતાં પાણી દુષિત થાય, જેથી પાણી પીવાલાયક રહે નહીં અને જળસૃષ્ટિ માટે ઘાતક બને.
• ધોવાણ સાથે આવેલ કાં૫-નિક્ષેપને લીધે ચેકડેમ અને તળાવ જેવા જળાશયોનું અનુશ્રવણ ઘટે જેથી ભૂગર્ભ જળનું રિચાર્જ ઘટે.
• અતિવૃષ્ટિથી નદીમાં પૂર આવે અને કાંઠા વિસ્‍તારમાં ધોવાણ તેમજ જાન-માલનો વિનાશ થાય.
• આ૫ણાં રાજયમાં વરસાદના પાણીના સંગ્રહ માટે ચેકડેમ, અનુશ્રવણ તળાવો, ખેત તલાવડી વગેરેનું ખુબ જ સારૂં કાર્ય થયેલ છે. ૫રંતુ તે અનાવૃષ્ટિને અનુલક્ષીને બનાવવામાં આવેલ હોઈ, ભારે વરસાદના પાણીને સમાવી શકે તેમ નથી.
• ભારે વરસાદને લીધે જમીન ૫ર પાણી ભરાઈ રહેવાથી પાકની વૃદ્ધિ અને વિકાસ ૫ર માઠી અસર થાય જેથી પાક ઉત્પાદન ઘટે અને ઘણીવાર પાક બળી ૫ણ જાય.
• પાણી ભરાઈ રહેવાને કારણે જમીનમાં ઓકિસજન, કાર્બન ડાયોકસાઈડ જેવા વાયુઓનું પ્રમાણ ઘટી જવાથી મૂળનો વિકાસ, જમીનના સુક્ષ્મ જિવાણુઓની વસ્‍તી તેમજ ક્રિયાશિલતા, ઉત્‍સેચકો અને પોષક તત્‍વોના રૂપાંતરણની પ્રક્રિયા ૫ર માઠી અસર થાય.
• આ૫ણાં વિસ્‍તારમાં વવાતાં પાકો મોટે ભાગે પાણી ભરાઈ રહેવાની ૫રિÂસ્થતિ સામે પ્રતિકારકશકિત ધરાવતાં ન હોઈ, ઊત્પાદનમાં ઘટાડો થાય.
• એક અંદાજ અનુસાર કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ૫૫૦ પીપીએમ થાય તો ડાંગર, ઘઉં, તેલિબીયા અને કઠોળ પાકોના ઉત્પાદનમાં ૧૦-ર૦% વધારો થઈ શકે.
• કાર્બન ડાયોકસાઈડની તીવ્રતા વધતાં પ્રકાશ સંશ્લેષણનો દર વધે, હવા તથા છોડના છત્રનું ઉષ્‍ણતામાન વધે, મૂળઃપ્રકાંડનો ગુણોત્તર વધે, છોડની ફુટ શકિત વધે અને પાકનું ઉત્પાદન વધે.
• વાદળછાંયા હવામાનને લીધે સોર કિરણોત્‍સર્ગમાં ઘટાડો થવાથી પાક ઉત્પાદન ૫ર માઠી અસર થાય છે.
• આકાશ ચોખ્‍ખુ હોય ૫રંતુ હવામાં હરિતગૃહ વાયુઓનું પ્રમાણ વધવાથી પાકની વૃદ્ધિની ચોકકસ અવસ્‍થાઓએ સૂર્યપ્રકાશના કલાકો ઘટવાથી ઉત્પાદન ઓછું થાય.
• ધાન્‍ય પાકોમાં છ અઠવાડિયે ડુંડીની શરૂઆત થતી હોય ત્‍યારે સૂર્યપ્રકાશ ઓછો હોય તો ફુલ અવસ્‍થામાં અનિયમિતતા થાય, દાણાંની સંખ્‍યા ઘટે અને ઉંબીની વંધ્યતા અને ખાલી ઉંબીની સંખ્‍યા વધે.
• મગફળીના પાકની ફૂલ અવસ્‍થાથી ડોડવા ભરાવાની અવસ્‍થા દરમ્‍યાન વાદળછાંયુ હવામાન હોય તો ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થાય.

કપાસના પાકમાં મૂળનો કોહવારો
– આ રોગનું ખાસ લક્ષાણ એ છે કે છોડ એકાએક ચીમળાઈ જાય છે. ખેતરમાં રોગ ગોળાકાર વિસ્તારમાં વધે છે જેને ‘ કંડી ‘ કહેવાય છે.
– રોગિષ્ટ છોડ સહેલાઈથી ખેંચી કાઢી શકાય છે. આવા છોડનું નિરીક્ષણ કરતાં મૂળ સડેલા માલુમ પડે છે.
– આદીમૂળ સિવાયના અન્ય મૂળ વધારે કોહવાયેલાં તેમજ તૂટી ગયેલ દેખાય છે. આદીમૂળ ભીનાં અને ચીકણાં હોય છે અને તેની છાલ
પીળી અને વિચ્છેદિત જણાય છે. રોગની તીવ્રતા વધારે હોય ત્યારે છાલ બદામી અને કથ્થાઈ રંગની થઈ જાય છે.
– નિયંત્રણ માટે ડાયથેન એમ-૪પ, ૦.ર % (૧૦ લિટરમાં ર૭ ગ્રામ) અથવા કોપર ઓકઝીકલોરાઈડ ૦.ર % (૧૦ લિટરમાં ૪૦ ગ્રામ)નું મિશ્રણ સુકાતા છોડ તથા તેની આજુબાજુના તંદુરસ્ત છોડના થડ પાસે રેડવુ તથા ૪ થી પ દિવસ પછી યુરિયા / એમોનિયમ સલ્ફેટ આપવું.
કપાસમાં સુકારો:
– ષ્પુખ્ત છોડના નીચેના પાન બરછટ, જાડા અને છેલ્લે મુરઝાયેલા હોય છે. રોગ ધીમે ધીમે ટોચ તરફ આગળ વધે છે.
– સુકાતા છોડ તથા તેની આજુબાજુના તંદુરસ્ત છોડના થડ પાસે કાર્બેન્ડેઝમ ૦.૧ %( ર૦ ગ્રામ/૧૦ લિટરમાં) અથવા કોપર ઓકઝીકલોરાઈડ ૦.૩ % (૧૦ લિટરમાં ૬૦ ગ્રામ મિશ્રણ) રેડવું.
કપાસની મૂળખાઈ
– રોગગ્રસ્ત છોડની ફરતે મેન્કોઝેબ ર૬ ગ્રામ અથવા
– કોપર ઓકિઝકલોરાઈડ ૪૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં ઓગાળી રેડવું.

 

 

કપાસનાં પેરા વિલ્‍ટ/ સુદાન વિલ્‍ટ/ ન્‍યુ વિલ્‍ટનાં લક્ષણો
– ખૂબ વરસાદ અથવા વધારે પિયત આ૫વાથી પાણી ભરાતુ હોય અથવા જીંડવા બેસતી વખતે ખાતર અને પાણીની ઉણ૫ને કારણે છોડ સુકાતા જાવા મળે છે તેમજ ઉષ્‍ણતામાન ૩૫-૪૦ત્ર્ સે. કરતા વધુ હોય ત્‍યારે છોડ સુકાતા હોય છે.
–  વધુ વરસાદ બાદ વરાપે ખેડ કરવાથી અથવા છોડનાં મૂળ વિસ્‍તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરી આ૫વાથી ફાયદો થાય છે.
ષ્ છોડ ઉ૫ર ફુલભમરી અને જીંડવાઓ બેઠા હોય,
પાણી અને પોષક તત્‍વોની અછત હોય ત્‍યારે ટુંકા ગાળે પિયત આપી ભેજની અછત ટાળવી તથા છંટકાવ માટેનું ૧૯-૧૯-૧૯ ખાતર ૧૦૦ ગ્રામ માઈક્રોમિકસ ગ્રેડ-૪, ર૫ ગ્રામ એક પંપમાં નાખી ૧૦ દિવસના અંતરે ૩ છંટકાવ કરવા તેમજ
પોટેશીયમ નાઈટ્રેટ ૩ % નું દ્રાવણ છાંટવાથી અથવા યુરિયાનું ૧% નું દ્રાવણ છોડના થડ ફરતે રેડવાથી સુકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે.
– કોબાલ્‍ટ કલોરાઈડ ૧૦ ઁઁસ્ એટલે ૧૦૦
આભાર – નિહારીકા રવિયા લિટર પાણીમાં
૧ ગ્રામ નાખી દ્રાવણ બનાવવું અને તાત્‍કાલીક છંટકાવ કરવો.

મગફળીમાં પીળાશનું નિયંત્રણ
– સામાન્ય રીતે મગફળીના પાનમાં પીળાશ પડવા માટે મુખ્યત્વે લોહની ઉણપ, જસતની ઉણપ, ગંધકની ઉણપ અથવા રેચક જમીન અથવા તાજા સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કે રોગ જીવાતની અસરની
પરિસ્થિતી જવાબદાર છે. જા લોહતત્વની ખામી હોય તો મગફળીનો
પાક પીળો દેખાય ત્યારે નિયંત્રણ માટે
– ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ(હીરાકસી)ની સાથે ૧૦ ગ્રામ સાયટ્રીક એસિડ(લીંબુના ફુલ) ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજા છંટકાવ ૮ થી ૧૦ દિવસના અંતરે કરવો.

મગફળીમાં થડ / ડોડવાનો સડો
– વણી બાદ પણ ઉભા
પાકમાં થડની પાસે રેતી કે સેન્દ્રીય ખાતરમાં ભેળવી ટ્રાયકોર્ડમાંની માવજત આપી શકાય.
– આ ઉપરાંત અન્ય પાકોમાં પણ પાણી ભરાવાને કારણે ઘણી નુકસાની થાય છે.