• ચોમાસુ મગફળીઃ દરિયાઈ વનસ્પતિ પ્રવાહી ખાતર ૩.૫% નો છંટકાવ વાવણી પછી ૧૫, ૩૦ અને ૪૫ દિવસે કરવો.
• મગફળીમાં ઘૈણ નિયંત્રણ માટે ફીપ્રોનીલ ૪૦ ટકા, ઈમીડાક્લોપ્રીડ ૪૦ ટકા અથવા થાયામિથોકઝામ ફીપ્રોનીલ ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
• મગફળીનાં ઉગાવા બાદ પણ જા સુકારો દેખાય તો ટ્રાઇકોડ્રર્મા હારજીયમનું થડ પાસે ડ્રેન્ચીંગ કરવું.
• સૌ પ્રથમ પહેલો સારો વરસાદ થયા પછી સંધ્યા સમયે જમીનમાંથી નીકળીને ખેતરના શેઢા – પાળા પર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના ડાળા હલાવી નીચે પાડી વીણાવી લઈ નાશ કરવો.
• કેળમાં જમીનમાં પૂર્તિનો મિક્ષર ગ્રેડ – ફ ૨૦ ગ્રામ પ્રતિ છોડ મુજબ આપવું અથવા જમીનમાં૪૦ ગ્રામ ફે૨સ સલ્ફેટ તથા ૨૦ ગ્રામ ઝિંક સલ્ફેટ પ્રતિ છોડ આપવું.
ખેતી પાકોમાં જીવાત (કીટક)થી થતું નુકસાન ખેડૂતોને સહેલાઈથી નજરે પડે છે. જીવાતની વિવિધ અવસ્થાઓ (ઈંડાં, ઈયળ, બચ્ચાં, કોશેટા, પુખ્ત વગેરે)થી થતું નુકસાન, હગાર વગેરે નરી આંખે જાઈ શકાય છે. જયારે રોગ થવા માટે જવાબદાર રોગકારક / વ્યાધીજન નરી આંખે દેખાતા નથી. તેને જાવા માટે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે છે. પરંતુ વનસ્પતિમાં તેનાથી ઉદ્દભવતા નુકસાનના લક્ષણોને આધારે જે તે રોગની ઓળખ થઈ શકે છે. ચોકકસ પ્રકારના લક્ષણોને આધારે જે તે રોગના ખાસ નામ આપવામાં આવે છે જેમ કે સુકારો, મૂળખાઈ, ગુંદરીયો, આંજીયો, ઝાળનો રોગ વગેરે. મોટા ભાગના કિસ્સામાં વનસ્પતિમાં જાવા મળતા આવા રોગના લક્ષણો લગભગ એકસરખા હોય છે. આવા લક્ષણો અને રોગકારકના જીવનક્રમને ધ્યાનમાં રાખી જે તે રોગના નિયંત્રણ માટે યોગ્ય પાક–સંરક્ષણના પગલાં સૂચવવામાં આવતા હોય છે. ખેતી પાકોમાં જાવા મળતા આવા ખાસ લક્ષણો વિષે ખેડૂતોમાં પ્રાથમિક જાણકારી હોવી જરૂરી છે.
વરીયાળીઃ
• જુલાઈના પ્રથમ અઠવાડિયામાં મગ અથવા ચોળીને ૯૦ સેમીના અંતરે આંતરપાક તરીકે વાવેતર કરી વરીયાળીને ઓગષ્ટના પ્રથમ પખવાડિયામાં ૧ઃ ૧ ની હાર વ્યવસ્થામાં ફે૨રોપણી કરવાથી વધુ ઉત્પાદન અને ચોખ્ખો નફો મળવાની સાથે જમીનની ફળદ્રુપતા પણ સુધરે છે.
પાકમાં આવનાર ફૂગનું નિયંત્રણ કરો
બ્યુવેરીયા બેસીયાના (સફેદ રોગકારક ફૂગ)
• આ ફુગ ‘વ્હાઈટ મસ્કાર્ડીયન ફુગ’ તરીકે પણ ઓળખાય છે. આ ફુગને પ્રયોગશાળામાં મોટા પાયા પર ઉછેરી શકાય છે અને તેથી વ્યાપારી ધોરણે તેનું ઉત્પાદન થઈ શકે છે. બજારમાં તે બાયોસોફ્ટ, બાયોગાર્ડ, લાર્વેસેલ, બાયોરીન, બાબા – બેઝીના, બાયોકેર, બાયોપાવડર, ડિસ્પેલ, બીયુશÂક્ત, ટોકિઝનકિઝન, બેવેરોઝ, દમણ વગેરે જેવા જુદા જુદા વ્યાપારી નામે મળે છે. આ ફુગ પાકને નુકસાન કરતી ચુસિયા પ્રકારની જીવાતો અને ઈયળોનું નિયંત્રણ કરે છે. આ ફુગ પાન વાળનાર ઈયળ, ગાભમારાની ઈયળ, શેરડીના ફુદફુદીયા, મગફળીના સદેફ મુંડા, નાળિયેરીનું ગેંડા કીટક, હિરાફૂદાંની ઈયળ, કપાસની ગુલાબી ઈયળ, તમાકુ અને સૂર્યમુખીના પાન ખાનાર ઈયળ વગેરેનુ નિયંત્રણ કરે છે. આ જૈવિક કીટનાશક વેટેબલ પાઉડર અને પ્રવાહી સ્વરૂપે મળે છે. તેમાં પ્રતિ ગ્રામ / મિ.લિ. દીઠ ઓછામાં ઓછા ૨ ટ ૧૦૮ જેટલા સ્પોર હોવા જરૂરી છે. આ જૈવિક કીટનાશકનો ૪૦ ગ્રામ / મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી જીવાતનું નિયંત્રણ મેળવી શકાય છે.
વર્ટીસીલીયમ લેકાની
• આ ફૂગ જીવાતના શરીરમાં ખોરાક સાથે અથવા શરીરના સીધા સંપર્ક દ્વારા પ્રવેશ મેળવી, યજમાનની દેહગૃહામાં બીજાણું તેમજ ઝેરી દ્રવ્યો ઉત્પન્ન કરે છે અને ચારથી પાંચ દિવસમાં જીવાત મૃત્યુ પામે છે. આ ફૂગ મુખ્યત્વે મોલો – મશી, સફેદમાખી, થ્રીપ્સ, ચીકટો, ભીંગળાવાળી જીવાત અને અન્ય ચુસીયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કરે છે. આ જૈવિક કીટનાશક વેટેબલ પાઉડર અને પ્રવાહી સ્વરૂપે મળે છે. તેમાં પ્રતિ ગ્રામ / મિ.લિ. દીઠ ઓછામાં ઓછા ૨ ટ ૧૦૮ જેટલા સ્પોર હોવા જાઈએ. સામાન્ય રીતે આ જૈવિક કીટનાશકનો ૪૦ ગ્રામ / મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
મેટારીઝીયમ એનીસોપ્લી (લીલી રોગકારક ફુગ)
• આ ફુગ જીવાતના શરીરમાં પ્રવેશ મેળવી ડીસ્ટ્રકસીન નામનું ઝેર ઉત્પન્ન કરે છે જે ઘણા પ્રકારની જીવાતના નિયંત્રણમાં અગત્યનો ભાગ ભજવે છે. યજમાન શરીર પર લીલા રંગની ફુગનો ઉગાવો જાવા મળે છે અને આ રોગ પામેલ જીવાત અન્ય જીવાતના સંપર્કમાં આવતા તેને પણ રોગ થાય છે. આ જાતિની ફુગને પ્રયોગશાળામાં ઉછેરી શકાય છે અને તેથી વ્યાપારી ધોરણે તેનું ઉત્પાદન થાય છે. બજારમાં તે મેટાસોફ્ટ, બાયોમેટ, બાયોસ્ટોર્મ, બ્રિગેડ – એમ, બાયોમેજીક, મેટાકેર, કાલીચક્ર, બાયોકીંગ વગેરે વ્યાપારી નામે મળે છે. આ પ્રકારની ફુગ મગફળીના પાન ખાનાર ઈયળ, નાળિયેરીના ગેંડા કીટક, ચોખાના બદામી ચુસીયા, શેરડીના વેધકો, હીરાફુદાંની ઈયળ, ચુસીયા પ્રકારની જીવાત વગેરેનું નિયંત્રણ કરે છે. આ જૈવિક કીટનાશક વેટેબલ પાઉડર અને પ્રવાહી સ્વરૂપે મળે છે. તેમાં પ્રતિ ગ્રામ / મિ.લિ. દીઠ ઓછામાં ઓછા ૨ ટ ૧૦૮ જેટલા
આભાર – નિહારીકા રવિયા સ્પોર હોવા જાઈએ. આ જૈવિક કીટનાશકનો ૪૦ ગ્રામ / મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
• યુરિયા ખાતરની ક્ષમતા વધારવા માટે એક થેલી (પ૦ કિલો ગ્રામ) યુરિયામાં સલ્ફર યુકત પાવડર ૧-ર કિલો ગ્રામ કે એરંડીનો ખોળ પાંચ કિલો પટ આપવાથી યુરિયાનો વ્યય અટકાવી શકાય છે. સામાન્ય રીતે યુરિયા ખાતર વાપરવાથી ૩૦ થી ૪૦ ટકા નુકસાન જતુ હોય છે.
• સેન્દ્રિય ખાતર નાખવાથી જમીનની ફળદ્રુપતા તથા રાસાયણિક ખાતરો તથા સૂક્ષ્મ જીવાણુ ખાતરોની ક્ષમતામાં વધારો થાય છે, અને છોડને મુખ્ય અને ગૌણ તત્વો ધીમે ધીમે અને લાંબા સમય સુધી મળે છે.
• વિષાણુજન્ય રોગનો ફેલાવો ચૂસિયાં પ્રકારની જીવાતો (સફેદમાખી, મોલો, તડતડીયાં, Âથ્રપ્સ)થી થતો હોય જે તે પાકમાં યોગ્ય ભલામણ કરેલ શોષક પ્રકારના કીટનાશક (ડાયમીથોએટ, ફોસ્ફામીડોન, ઈમીડાકલોપ્રીડ, થાયોમેથોકઝામ, કલોથીયાનીડીન, એસીફેટ, એસીટામીપ્રીડ, ફલોનીકામીડ)નો જરૂર મુજબ છંટકાવ કરવો.
• પશુ આહારમાં અઝોલાનું મહત્વ.
• અઝોલા એક અદભુત શેવાળ છે. હાયડ્રોપોનીક ટેકનોલોજીની જેમ ખેડૂતો અઝોલાનો પણ પશુના ખોરાકમાં ઉપયોગ કરી શકે છે.
• જેને વન્ડર આલ્ગા તરીકે પણ ઓળખવામાં આવે છે.
• અઝોલા ખેતી માટે ખર્ચ ઘણો ઓછો છે.
• આ પદ્ધતિ માટે ભેજવાળું અને નિયંÂત્રત તાપમાન જરૂરી છે.
• આ માટે ગ્રીન હાઉસ અથવા વૃક્ષોના છાંયડે પણ થઈ શકે છે.
• આપણા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે.
• આથી અઝોલાની ખેતી ચોમાસા અને શિયાળા દરમ્યાન (વાતાવરણનું તાપમાન ૩૦ ડિગ્રી સે. ગ્રે.થી ઓછુ હોય) કરવાથી ઉત્પાદન સારું મળે છે.