ખાતરઃ મધ્યમ કાળી ચુનાયુક્ત જમીન માટે ૬૫ કિલો યુરીયા પાક ૩૫ થી ૪૦ દિવસનો થાય ત્યારે આપવું.
ખેત પાકોમાં ઉધઈનું નિયંત્રણ:
૧. ઉપદ્રવ વધુ રહેતો હોય તેવા ખેતરોમાં લીલા પડવાસના પાકો લેવા નહી તેમજ કાચુ દેશી ખાતર વાપરવુ નહી. કાપણી બાદ પાકના જડીયાનો તુરંત સંપૂર્ણ પણે નિકાલ કરવો.
ર. ઉપદ્રવીત ખેતરમાં કવીનાલફોસ ૧.પ ટકા ભુકી હેકટર દિઠ રપ થી ૩૦ કિ.ગ્રા. પ્રમાણમાં પાક વાવતા પહેલા જમીનમાં ભેળવી દેવી.
૩. દવા આપવાની કાર્યવાહી થઈ શકી ન હોય અને ઉધઈનો ઉપદ્રવ જાવા મળે તો પાકમાં ખાતર તરીકે દિવેલી, લીંબોળી કે કણજીનાં ખોળનો ઉપયોગ કરવો.
૪. ઘઉંના બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા. બીજ દિઠ ૪.પ મિ.લિ. કલોરપારીફોસ દવાનો પટ આપીને વાવેતર કરવુ.
પ. શેરડીનાં વાવેતર માટેનાં ટુકડાઓને મેલાથીયોન ૧% અથવા કલોરપાયરીફોસ ૦.૧% ના દ્રાવણમાં ૧૦ મિનિટ બોળી રાખ્યા બાદ વાવેતરમાં ઉપયોગમાં લેવા.
૬. મગફળીના બીજને કલોરપાયરીફોસ ર૦ ઈ.સી. દવા ૧ર.પ મિ.લિ. પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ મુજબ માવજત આપી વાવેતર કરવુ.
૭. ઉભા પાકમાં શકય હોય ત્યાં સુધી પિયત આપવાનુ મોડું કરવુ નહી અને છતા પણ ઉધઈનો ઉપદ્રવ વધુ જણાય તો પિયતના પાણી સાથે કલોરપાયરીફોસ ર૦ ઈ.સી. દવા ર.પ લિટર પ્રતિ હેકટર પ્રમાણે આપવું.
ફળ-ઝાડના રોપા/ કલમ વાવતા પહેલા જમીનમાં બનાવેલા ખાડાઓમાં કલોરપાયરીફોસ ૦.૧% નુ દ્રાવણ ખાડા દિઠ ૧ લિટર પ્રમાણે ભેળવવું. આવુ મિશ્રણ કલમના સાંધા પર પણ રેડવું. વધારે ઉપદ્રવ વાળી જમીનમાં ખાડા પુરતી વખતે ખાતર માટીના મિશ્રણ સાથે ખાડાના માપ પ્રમાણે ૧૦૦ થી રપ૦ ગ્રામ કવીનાલફોસ ૧.પ % ભુકી ભેળવવી. વેલાવાળા પાક માટે માંડવા બનાવવાના લાકડાનાં થાંભલાનો જમીનમાં રોપવાનો ભાગ ઉપરોકત દવાના મિશ્રણમાં બોળીને ઉપયોગ કરવો.
આંબા, ચીકુ, નીલગીરી વગેરેના ઝાડમાં ઉઘઈનો ઉપદ્રવ જાવા મળે તો રોપાની ફરતે લોખંડના સળીયા વડે ૮ થી ૧૦ ઈચ ઊંડા પ થી ૬ કાણા જમીનમાં પાડી તેમાં કલોરપાયરીફોસ ૦.૧ % નું પ્રવાહી મિશ્રણ રેડવાથી ઉઘઈનો ઉપદ્રવ રોકી શકાય છે.
હાલ વધુ વરસાદ પછી કપાસમાં સુકારો આવવાની શક્યતા:
વરસાદ પછી જા કપાસનો છોડ નમી ગયેલ હોય તો તેને ઉભો કરી પગથી દબાવી દેવો જાઈએ, ત્યાર બાદ યુરીયા અથવા એમોનીયા સાથે ૧૫૦ ગ્રામ સાફ, ૧૫૦ ગ્રામ બ્લુ કોપર મિક્સ કરીને કપાસના થડે – થડે આપવું જાઈએ, ત્યાર બાદ કૂવા અથવા બોરનું પાલર પાણી કાઢવું, પાવું જાઈએ. હાલ વધુ વરસાદ પછી ખેતરોમાં રહેલા ઉભા પાક કપાસમાં ગુલાબી ઈયળના નિયંત્રણ માટે પ્રાથમિક અખતરાઓ તેમજ ભલામણ જણાવી છે. જેમાં ખેતરમાં શેઢાપાળે રાખેલ સાંઠીઓનો બાળીને નાશ કરવો, કપાસમાં શરૂઆતની અવસ્થાએ જૈવિક દવા સાવજ બ્યુવેરીયા ૬૦ ગ્રામ દસ લિટર પાણીમાં સ્ટીકર સાથે ભેળવી છોડ પુરેપુરો પલળી જાય તે રીતે છંટકાવ કરવો.
રાયડો: ચુસીયા પ્રકારની જીવાતો માટે ઇમીડાકલોપ્રીડ ૧૭ઈ૮ એસેલ ૪ મિ.લિ., એસીડામીપ્રીડ – ૨૦ એસપીલ ૨ એમએલલ એસીફેટ ૭૫ એસએલ ૨૦ મિ.લિ. માંથી કોઈ એક દવા ૧૦ લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવો.

 

વેલાવાળા શાકભાજી: મોલો – કથીરી નિયંત્રણ માટે
મોલો:ઉપદ્રવની શરૂઆતના સમયે લીમડાની લીંબોળીની મીંજના ૫૦૦ ગ્રામ ભૂકાનો અર્ક(૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. ( ૧ ઈસી )થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) અથવા લેકાનીસીલીયમ લેકાની નામની ફુગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉપદ્રવ વધતો જણાય તો ફોસ્ફામિડોન ૪૦ એસએલ ૧૦ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા થાયામેથોકઝામ ૨૫ વેગ્રે ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી તેની વસ્તીને કાબુમાં લઈ શકાય છે.
કથીરી: લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ફેનાઝાકિવન ૧૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા વેટેબલ સલ્ફર ૫૦ ટકા ૨૫ ગ્રામ અથવા પ્રોપરગાઈટ ૫૭ ઈસી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
મરચી: સ્યુડોમોનાસ ફલુરોસનસ (બેકટેરીયા), ૬ ગ્રામ/કિલો બીજને માવજત આપવાથી ધરૂવાડીયામાં કોહવારાનું પ્રમાણ ઘટે છે. અમુક પાકમાં
પોચા સડાનું પ્રમાણ પણ ઘટાડે છે. તેમજ પાકનો ઉગાવો વધુ મળે છે.
ટમેટા: ભૂકી છારાના નિયંત્રણ માટે પાકમાં રોગની શરૂઆત થાય એટલે દ્રાવ્ય ગંધક ૮૦ વાળો ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
ડુંગળી રવી ઋતુ માટે ડુંગળીની લાલ જાત જીજેંઆરઓ-૧૧.
ખોળનો વપરાશઃ દિવેલા, મગફળી, તલ, કપાસિયા, કરંજનો ખોળ, લીંબોળી તેમજ નાળિયેર વિગેરેના ખોળનો જમીનમાં પોષક તત્વો ઉમેરવા માટે સેન્દ્રીય ખાતર તરીકે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરી શકાય. ખોળમાં પોષક તત્વોનું પ્રમાણ સામાન્ય સેન્દ્રીય ખાતરો કરતાં પાંચથી દસ ગણું વધારે હોવાથી ખાતર તરીકે ખેત ઉત્પાદન વધારવા અસરકારક રીતે વાપરી શકાય છે.

 

મસાલા પાકોમાં બિયારણની પસંદગી:
• જનીનિક તેમજ ભૌતિક શુધ્ધતાવાળું, સારી સ્ફૂરણશક્તિ ધરાવતું અને શુધ્ધ બિયારણ એ વધુ અને નફાકારક ઉત્પાદનની ચાવી છે.
• દા.ત. જીરૂના બિયારણમાં જીરાળાનું બી હોય છે જેના છોડ જીરૂ જેવા જ થતા હોવાથી દુર કરવા મુશ્કેલ બને છે. જેથી જીરૂના ઉત્પાદનમાં આ બિયારણ ભળવાથી તેની ગુણવત્તા નબળી રહેવાથી ઓછો બજાર ભાવમળે છે.
• તેથી મસાલાના પાકોના બિયારણો કૃષિ યુનિવર્સીટી અને માન્ય સરકારી સંસ્થાઓ પાસેથી જ ખરીદ કરવાનો આગ્રહ રાખવો.
• આવા બિયારણો ર-૩ વર્ષ બાદ ફેરબદલી કરી નવું બિયારણ વાપરવું.
• વરિયાળી અને મરચી જેવા પાકોમાં સારા શુધ્ધ છોડની પસંદગી ફૂલ બેસવાની શરૂઆત પહેલા ઝીણા મખમલના કાપડની થેલીઓ ચઢાવીને બિયારણની જનીનિક શુધ્ધતા જાળવવી જાઈએ.
• મસાલાના પાકોના બિયારણના દર દાણાના કદ અને વજન પ્રમાણે જુદા જુદા હોવાથી સંશોધનના આધારે યુનિવર્સીટીએ ભલામણ કરેલ બિયારણના દર મુજબ જ વાવણી કરવાથી ઉત્પાદન ખર્ચ વધતો નથી અને ઉત્પાદન પણ મહત્તમ મળી રહે છે.
• સુધારેલ નવીન જાતોનું સારું, જનીનિક શુધ્ધતા ધરાવતુ બીજ, પિયત વ્યવસ્થા, નિંદણ વ્યવસ્થા અને પાક સંરક્ષણ એ પાક ઉત્પાદન વધારવા માટેના મહત્વના પરિબળો છે.
• વધુ ઉત્પાદન આપતી બીજની સારી ગુણવત્તા ધરાવતી અને રોગ-જીવાત, પાણીની ખેંચ તથા ક્ષારો સામે પ્રતિકારક શકિત ધરાવતી જાતની પસંદગી એ વધુ નફાકારક ખેતીનું એક બિનખર્ચાળ પરિબળ છે.
• આથી જ જા ખેડૂતમિત્રો મસાલાના પાકોમાં માત્ર સુધારેલ નવીન જાતોનું વાવેતર કરો તો પણ પોતાની ખેતીમાં ૧પ થી ર૦ ટકા વધુ નફો મેળવી પોતાના આર્થિક વિકાસમાં હરણફાળ ભરી શકો.
• ગુજરાતમાં ચોમાસુ ખેતી વરસાદ આધારિત છે. જયારે શિયાળુ ઋતુમાં ખેડૂતોએ પોતાની નિપુણતા બતાવીને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીને ખેતપેદાશ મેળવવાની હોય છે.